Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
29 રૂબેન કૂવા પાસે પાછો આવ્યો; જોયું તો કૂવામાં યૂસફ ન હતો; શોકના માંર્યા તેણે પોતાનાં લૂંગડાં ફાડયાં. 30 પછી તેણે પોતાના ભાઈઓ પાસે પાછા આવીને કહ્યું, “અરે! છોકરો તો નથી; હવે હું શું કરું?” 31 પછી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, અને બકરાંને કાપીને તેના રકતમાં તે ઝભ્ભો બોળી કાઢયો. 32 અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.”
33 તે ઓળખ્યો, ને કહ્યું, “આ તો માંરા પુત્રનો ઝભ્ભો છે; કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે; જરૂર યૂસફને ફાડી ખાધો છે.” 34 પછી યાકૂબે પોતાનાં વસ્રો ફાડી નાંખ્યાં અને ઢીલો ઝભ્ભો પહેર્યો અને ધણા દિવસ સુધી તેણે પુત્રના મરણનો શોક પાળ્યો. 35 અને એના બધા પુત્ર-પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો; પણ તે શાંત થયો નહિ અને તેણે કહ્યું, “માંરા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ.” આમ તેના પિતાએ વિલાપ કર્યો.
36 તે સમય દરમ્યાન પેલા મિધાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના એક અમલદાર, અંગરક્ષકોના અધિકારી પોટીફારને વેચી દીધો.
4 જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.
5 જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.
6 દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. 7 પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. 8 લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.
9 હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે.
આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International