Revised Common Lectionary (Semicontinuous)
8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
અને હા, તેઓ ગીતો ગાય છે.
યાકૂબે લાબાન સાથે છળ કર્યુ
25 યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો. 26 જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.”
27 લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે. 28 માંટે તું કહે, હું તને શું આપું? તું જે મજૂરી કહેશે તે હું આપીશ.”
29 યાકૂબે જવાબ આપ્યો, “તમે પોતે જાણો છો કે, મેં તમાંરે માંટે કેવો સખત પરિશ્રમ કર્યો છે. અને તમાંરાં ઘેટાંબકરાંની મેં કેવી સંભાળ રાખી છે. 30 હું આવ્યો ત્યારે તમાંરી પાસે તે થોડાં હતાં અને હવે તેમાં ઘણો વધારો થયો છે. જયારે જયારે મેં તમાંરા માંટે જે કાંઈ કર્યું છે, ત્યારે ત્યારે યહોવાએ તમાંરા પર કૃપા કરી છે. હવે, માંરા માંટે સમય પાકી ગયો છે જેથી હું પોતાના માંટે કાંઈ કરું. પછી હું માંરા પોતાના પરિવાર માંટે ઘરની જોગવાઈ કયારે કરીશ?”
31 પછી લાબાને પૂછયું, “તો પછી હું તને શું આપું?”
યાકૂબે જવાબ આપ્યો, “હું નથી ઈચ્છતો કે, તમે મને કશું આપો. હું તો ફકત એટલું જ ઈચ્છું છું કે, મેં જે કાંઈ કામ કર્યુ છે તેની કિંમત મને ચૂકવી દો. તમે જો આટલું કરશો તો હું ફરી તમાંરાં ઘેટાંબકરાં ચરાવીશ અને તેમની સંભાળ રાખીશ. 32 આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરાં કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે. 33 ભવિષ્યમાં તમે સરળતાથી જોઈ શકશો કે, હું કેટલો પ્રામાંણિક અને વફાદાર છું. તમે તપાસ કરવા આવશો ત્યારે માંરી પ્રામાંણિકતા પુરવાર થશે. માંરી પાસેનાં ઘેટાંબકરાંમાંનું જે કોઈ બકરું કાબરચીતરું કે, ટપકાંવાળું ન હોય અને જે ઘેટું કાળું ન હોય તે ચોરેલું છે એમ ગણાશે.”
34 લાબાને કહ્યું, “સારું, તારી વાત મને મંજૂર છે, અમે તને તું જે કાંઈ માંગીશ તે આપીશું.” 35 પરંતુ તે દિવસે લાબાને જેટલાં બકરાં કાબરચીતરાં અને ટપકાંવાળા હતા અને જેટલી બકરીઓ કાબરચીતરી અને ટપકાવાળી હતી અને જે ઘેટાં કાળાં હતાં તે બધાં જુદાં પાડી સંતાડી દીધાં અને પોતાના પુત્રોને સાચવવા માંટે સોંપી દીધાં. 36 તેથી તેના પુત્રોએ બધાં કાબરચીતરાં ઘેટાંબકરાં લઈ લીધાં અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેઓએ ત્રણ દિવસ સુધી પ્રવાસ કર્યો. અને પોતાની તથા યાકૂબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકૂબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધા. પરંતુ તેમાં કોઈ કાબરચીતરાં કે, કાળાં ન હતાં.
સાચું જ્ઞાન
13 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી. 14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે. 15 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે. 16 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે. 17 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. 18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International