Revised Common Lectionary (Semicontinuous)
કન્યા:
8 અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે;
જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો
અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે.
9 ચપળ અને યુવાન છે
મારો પ્રીતમ, “મૃગલા જેવો.”
જુઓ, હવે તો તે દીવાલની
પાછળ ઊભો રહી,
બારીઓમાંથી ડોકિયા કરે છે.
10 મારા પ્રીતમે મને કહ્યું,
“પ્રીતમા, મારી સુંદરી, ઊઠ,
અને બહાર આવ.
11 શિયાળો સમાપ્ત થયો છે હવે,
અને શિયાળુ વરસાદ પણ પૂરો થઇ ગયો છે.
12 પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે;
હવે વૃક્ષોને કાપકૂપ કરીને વ્યવસ્થિત કરવાનો સમય આવ્યો છે.
આપણા દેશમાં કબૂતરોને ગીતગાંતા સાંભળી શકાય છે.
13 અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે,
અને દ્રાક્ષવાડીમાં ખીલતી નવી દ્રાક્ષોને
સૂંઘો તેઓ પોતાની ખુશબો ફેલાવે છે!
મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.”
એસાવને “આશીર્વાદ”
30 ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપવાના પૂરા કર્યા. પછી તરત જ યાકૂબ પિતા ઇસહાક પાસેથી ચાલ્યો ગયો. તે જ સમયે એસાવ શિકાર કરીને અંદર આવ્યો. 31 એસાવે પોતાના પિતાની પસંદગીનું વિશિષ્ટ ભોજન બનાવીને પોતાના પિતા પાસે મૂકયું. તેણે તેના પિતાને કહ્યું, “પિતાજી, ઊઠો અને ભોજન કરો. તમાંરા પુત્રએ તમાંરા માંટે શિકાર કર્યો છે, તે જમો. પછી તમે મને આશીર્વાદ આપી શકો છો.”
32 પરંતુ ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?”
તેણે જવાબ આપ્યો, “હું આપનો મોટો પુત્ર એસાવ.”
33 પછી ઇસહાક ખળભળી ઊઠયો, તેણે પૂછયું, “તો પછી તું આવ્યો તે પહેલાં શિકાર કરીને માંરી આગળ લઈ આવ્યો તે કોણ? મેં તો ખાઈને તેને આશીર્વાદ પણ આપ્યો! આશીર્વાદને પાછો ખેંચવાનો સમય તો જતો રહ્યો. અને એ તો હવે કાયમ જ રહેશે.”
34 એસાવે પોતાના પિતાનાં વચનો સાંભળ્યા. તેનું મન કડવાશ અને ગુસ્સાથી ભરાઈ ગયું. તેણે ખૂબ મોટેથી કારમી બૂમ પાડીને પોતાના પિતાને કહ્યું, “પિતાજી, તો પછી મને પણ આશીર્વાદ આપો.”
35 ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ માંરી સાથે છળ કરીને તારા આશીર્વાદ લઈ ગયો.”
36 એસાવે કહ્યું, “એનું નામ જ યાકૂબ કપટી છે. તે નામ તેને યોગ્ય છે. તેને એ નામ બરાબર આપવામાં આવ્યું છે. તેણે માંરી સાથે બે વાર કપટ કર્યુ છે; તેણે માંરો જ્યેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો લઈ જ લીધો હતો અને હવે માંરે લેવાના આશીર્વાદ પણ તેણે લઈ જ લીધા. શું તમે માંરા માંટે કોઈ આશીર્વાદ રાખ્યા છે?”
37 ઇસહાકે જવાબ આપ્યો, “નાજી, હવે તો ઘણું મોડું થઇ ગયું છે. મેં યાકૂબને તારા પર શાસન કરવાનો અધિકાર આપી દીધો છે. મેં એમ પણ કહી દીધું છે કે, બધા ભાઇઓ એના સેવક બનશે. મેં તેને પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસની જોગવાઇના આશીર્વાદ આપ્યા છે. બેટા, તને આપવા માંટે હવે માંરી પાસે કશું જ રહ્યું નથી.”
38 પરંતુ એસાવ પોતાના પિતા પાસે માંગતો જ રહ્યો, “પિતાજી, શું તમાંરી પાસે એક પણ આશીર્વાદ નથી? પિતાજી, મને પણ આશીર્વાદ આપો.” એમ કહીને એસાવ મોટા સાદે રડવા લાગ્યો.
39 પછી ઇસહાકે તેને કહ્યું,
“તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય.
તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય.
40 તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે,
તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે.
પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ
અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”
યાકૂબ પત્નીની શોધમાં
41 તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.
42 રિબકાને એસાવ દ્વારા યાકૂબને માંરી નાખવાના ષડયંત્રની જાણ થઈ. તેણે યાકૂબને બોલાવીને કહ્યું, “સાંભળ, તારો ભાઈ એસાવ તને માંરી નાખવાનું ષડયંત્ર કરી રહ્યો છે. 43 તેથી હવે, હે પુત્ર, હું કહું તેમ કરજે, માંરો ભાઈ લાબાન હારાનમાં રહે છે. તેની પાસે જા અને ત્યાં છુપાઈને રહે. 44 તારા ભાઈનો ક્રોધ ના શમે ત્યાં સુધી થોડો સમય તું તેની પાસે રહે. 45 થોડા સમય પછી તેં જે કાંઈ કર્યુ છે તે તારો ભાઈ ભૂલી જશે પછી હું તને તેડાવી લઈશ. હું એક જ દિવસે તમને બન્નેને ગુમાંવવા માંગતી નથી.”
46 પછી રિબકાએ ઇસહાકને કહ્યું, “તારા પુત્ર એસાવે હિત્તી કન્યાઓ સાથે વિવાહ કરી લીધા છે. હું એ સ્ત્રીઓથી કંટાળી ગઈ છું. કારણ કે તેઓ આપણા લોકોમાંની નથી. અને જો યાકૂબ પણ આ કન્યાઓમાંથી કોઈ એકની સાથે વિવાહ કરશે તો પછી માંરે તો મરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.”
સઘળા પાપી છે
18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.
21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા.
24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ સર્જીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International