Revised Common Lectionary (Semicontinuous)
10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
લઇને તમને મળવા આવશે.
13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.
16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!”
ઇસહાકે, પૂછયું, “શું છે બેટા? તું કોણ છે?”
19 યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું તમાંરો મોટો પુત્ર એસાવ છું, તમે જે કહ્યું હતું તે પ્રમાંણે મેં કર્યુ છે. હવે તમે બેઠા થાઓ, અને મેં જે શિકાર તમાંરા માંટે કર્યો છે તેની વાનગી ખાઈને મને આશીર્વાદ આપો.”
20 પરંતુ ઇસહાકે પોતાના પુત્રને કહ્યું, “બેટા, તને આટલો જલદી કેવી રીતે શિકાર મળી ગયો?”
યાકૂબે જવાબ આપ્યો, “કારણ કે તમાંરા દેવ યહોવાએ મને જલદીથી શિકાર ઉપલબ્ધ કરાવ્યો.”
21 પછી ઇસહાકે યાકૂબને કહ્યું, “બેટા, માંરી પાસે આવ, જેથી હું તારો સ્પર્શ કરી શકું અને જાણી શકું કે, તું માંરો પુત્ર એસાવ છે કે, નહિ?”
22 યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો જ છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા જ છે.” 23 ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા.
24 ઇસહાકે કહ્યું, “શું, તું ખરેખર માંરો પુત્ર એસાવ જ છે?”
યાકૂબે જવાબ આપ્યો, “હાજી!”
યાકૂબ માંટે આશીર્વાદ
25 પછી ઇસહાકે કહ્યું, “ખાવાનું લાઓ. હું તે ખાઈશ અને તને આશીર્વાદ આપીશ.” એથી યાકૂબે તેમને ખાવાનું આપ્યું અને તેમણે ખાધું. પછી તેણે દ્રાક્ષારસ આપ્યો, અને તેણે તે પીધો.
26 પછી ઈસહાકે તેને કહ્યુ, “પુત્ર, માંરી પાસે આવ, અને મને ચુંબન કર.” 27 તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું,
“અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેવી છે.
28 દેવ તારા માંટે આકાશમાંથી ઝાકળ વરસાવો. જેથી તમને મબલખ પાક અને દ્રાક્ષારસ મળે.
29 બધા લોકો તમાંરી સેવા કરે.
રાષ્ટ તમાંરી શરણે આવે, તમે તમાંરા ભાઈઓ ઉપર શાસન કરો.
તારી માંતાના પુત્રો તારા ચરણોમાં નમે.
અને તારી આજ્ઞાનું પાલન કરો.
પ્રત્યેક વ્યકિત જે તમને શાપ આપશે તે શાપ તેના પર ઊતરશે
અને જે વ્યકિત આશીર્વાદ આપશે, તે આશીર્વાદ પામશે.”
ઈસુ બાપને પ્રાર્થના કરે છે
(માથ. 11:25-27; 13:16-17)
21 પછી પવિત્ર આત્માથી ઈસુને વધારે આનંદનો અનુભવ થયો. ઈસુએ કહ્યું, “હે બાપ આકાશ અને પૃથ્વીના ધણી, હું તારો આભાર માનુ છું. હું તારી સ્તુતી કરું છું કારણ કે તેં ડાહ્યા અને બુદ્ધીશાળી લોકોથી આ વાતો ગુપ્ત રાખી છે. પણ તેં એ વાતો એવા લોકો કે જે નાનાં બાળકો જેવા છે તેમને તેં પ્રગટ કરી છે. હા બાપ, તેં આ કર્યુ છે કારણ કે તું ખરેખર જે કરવા ઈચ્છતો હતો તે આ જ છે.
22 “મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણે છે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”
23 ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે! 24 હું તમને કહું છું કે તમે હમણા જે જુઓ છો તે જોવા માટે પ્રબોધકો અને રાજા ઈચ્છતા હતા. પણ તેઓ આ વસ્તુઓ જોઈ શક્યા નથી. અને ઘણા પ્રબોધકો અને રાજાઓ તમે જે હમણા સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ તેઓ આ બાબતો સાંભળી શક્યા નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International