Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:41-48

વાવ

41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
    મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
    હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
    હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
    તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
    અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
    તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
    હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.

ઉત્પત્તિ 17

સુન્નત કરારની નિશાનીરૂપ

17 જયારે ઇબ્રામ 99 વર્ષનો થયો, ત્યારે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. માંરા માંટે આ કામ કર. માંરી આજ્ઞા માંથે ચઢાવી કોઈ પણ દોષમાં પડયા વિના ચાલ. જો તું આમ કરીશ, તો હું તારી અને માંરી વચ્ચે કરાર કરીશ. હું તમાંરા લોકોનું એક મોટું રાષ્ટ બનાવવાનું વચન આપીશ.”

ઇબ્રામે પોતાનું મસ્તક જમીન તરફ નમાંવ્યું, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે દેવે તેની સાથે વાતચીત કરી અને કહ્યું, “જો, હું તારી સાથે આ કરાર કરું છું; તું અનેક પ્રજાઓનો પિતા થઈશ. હવેથી તારું નામ ઇબ્રામ નહિ રહે. તારું નામ ઇબ્રાહિમ રહેશે, કારણ મેં તને અનેક દેશનો પૂર્વજ બનાવ્યો છે. હું તારા વંશજો ખૂબ ખૂબ વધારીશ, તારા વંશજોમાંથી હું પ્રજાઓનું નિર્માંણ કરીશ. અને તારા વંશમાં રાજાઓ થશે. હું માંરી અને તારી વચ્ચે તથા પેઢી-દરપેઢી તારા વંશજો વચ્ચે કાયમનો કરારા કરીશ કે, તારો અને તારા પછી તારા બધા વંશજોનો હું દેવ થઈશ. અને હું તને અને તારા વંશજોને જે ભૂમિમાં તું પ્રવાસ કરી રહ્યો છે[a] તે કનાનની ભૂમિ કાયમને માંટે આપીશ અને હું તમાંરો દેવ રહીશ.”

દેવે ઇબ્રાહિમને કહ્યું, “તું અને તારા પછી તારા વંશજો પેઢી દરપેઢી માંરો આ કરાર પાળશો. 10 માંરી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમાંરે પાળવાનો કરાર આ છે: 11 તમાંરામાંના એકે એેક વ્યકિતની સુન્નત કરવી. તમાંરે તમાંરી ચામડીની સુન્નત કરવી. 12 જયારે બાળક 8 દિવસનું થાય ત્યારે તેની સુન્નત કરાવવી, પછી તે તમાંરા ઘરમાં જન્મેલો હોય કે, કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો ગુલામ હોય. તેની સુન્નત અવશ્ય કરવાની રહેશે. 13 તમાંરા ઘરમાં જન્મેલો ગુલામ હોય, તેની તેમજ પૈસાથી જેને ખરીદવામાં આવ્યો હોય, તેની બંન્નેની સુન્નત કરાવવી જ જોઈએ. આ રીતે તમાંરા રાષ્ટમાં પ્રત્યેક બાળકની સુન્નત થશે. 14 આ માંરો નિયમ છે. અને તે માંરા અને તમાંરા વચ્ચે છે. જે કોઈની સુન્નત થયેલી ના હોય તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે માંરા કરારનો ભંગ કર્યો છે.”

પ્રતિજ્ઞાનો પુત્ર ઈસહાક

15 દેવે ઇબ્રાહિમને કહ્યું, “સારાય જે તારી પત્ની છે એને હું નામ આપીશ. તેનું નામ સારા રહેશે. 16 હું તેને આશીર્વાદ આપીશ. હું તેને પુત્ર આપીશ અને તું પિતા બનીશ. તે ઘણી નવી દેશજાતિઓની માંતા થશે. એને પેટે પ્રજાઓના રાજા જન્મ ધારણ કરશે.”

17 પછી ઇબ્રાહિમે સાષ્ટાંગ નમસ્કાર કરીને દેવની ભકિત દર્શાવી. અને મનમાં હસ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, “હું તો 100 વર્ષનો વૃદ્વ છું. હું પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું? અને સારા 90 વર્ષની વૃદ્વા છે, તે બાળકને જન્મ આપી શકે નહિ.”

18 પછી ઇબ્રાહિમે દેવને તેના કહેવાનો હેતુ પૂછયો, “શું ઇશ્માંએલ જીવતો રહે અને તારી સેવા કરે?”

19 દેવે કહ્યું, “ના, મેં કહ્યુંને કે, તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે. અને તારે તેનું નામ ઇસહાક પાડવું. હું તેની સાથે માંરો કરાર કરીશ અને તે તેના વંશજો માંટે પણ કાયમનો રહેશે.

20 “તેં મને ઇશ્માંએલની બાબતમાં પૂછયું, અને મેં તારી વાત સાંભળી. હું તેને આશીર્વાદ આપીશ, તેને ઘણાં સંતાનો થશે. તે મોટા બાર સરદારોનો પિતા થશે. અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માંણ કરીશ. 21 પરંતુ હું માંરો કરાર તો આવતે વર્ષે ઠરાવેલ સમયે સારા ઇસહાકને જન્મ આપશે તેની સાથે કરીશ.”

22 દેવે જયારે ઇબ્રાહિમ સાથે વાત કરવાની બંધ કરી ત્યારે તે એકલો જ રહ્યો કારણ કે દેવ તેની પાસેથી આકાશ તરફ ચાલ્યા ગયા. 23 દેવે કહ્યું હતું કે, તું તારા કુટુંબના બધા પુત્રોની તથા પુરુષોની સુન્નત કરાવજે. તેથી ઇબ્રાહિમે ઇશ્માંએલ તથા પોતાના ઘરમાં જન્મેલાં બધા તથા પૈસાથી ખરીદેલા બધા ગુલામોને એક સાથે બોલાવ્યા અને દેવના કહ્યા પ્રમાંણે બધા ગુલામોની સુન્નત કરાવી.

24 ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તેની ઉંમર 99 વર્ષની થઈ હતી. 25 અને તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત થઈ ત્યારે તે 13 વર્ષનો થયો હતો. 26 ઇબ્રાહિમ તથા તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત એક જ દિવસે થઈ હતી. 27 તે જ દિવસે ઇબ્રાહિમના ઘરના તમાંમ પુરુષોની સુન્નત કરવામાં આવી હતી. તેના ઘરમાં જન્મેલા અને પરદેશીઓ પાસેથી પૈસા આપીને ખરીદેલા ઘરના બધા ગુલામોની સુન્નત પણ તેની સાથે કરવામાં આવી હતી.

હિબ્રૂઓ 13:1-16

13 તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે. જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.

સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:

“હું તને કદી મૂકી દઇશ નહિ;
અને તને તજીશ પણ નહિ.” (A)

તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે,

“પ્રભુ મને સહાય કરનાર છે;
    હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?” (B)

તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે. તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી.

10 અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી. 11 યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા. 12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. 13 આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ. 14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ. 15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનું ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International