Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
54 હવે જ્યારે સુલેમાંને યહોવા માંટેની આખી ઉપાસના કરવાનું પૂરું કર્યુ; તે ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઉભો થયો. અને યહોવાની વેદી સમક્ષ, અને આકાશ તરફ જોતાં, રાજા સુલેમાંને પોતાના હાથ સ્વર્ગ તરફ લંબાવ્યા. 55 ત્યારબાદ ઊઠીને ટટાર ઊભા રહી મોટે સાદે આખા ઇસ્રાએલી સમાંજને તેણે આશીર્વાદ આપ્યા.
56 “તે બોલ્યો, યહોવાની પ્રસંશા થાઓ કારણ કે, તેણે જેમ કહ્યું હતું તેમ પોતાના લોકો ઇસ્રાએલીઓને આરામ આપ્યો, તેણે તેના સેવક મૂસાને આપ્યા હતા તે બધાં વચનો તેણે પાળ્યા. 57 આપણા દેવ યહોવા આપણા પિતૃઓની જેમ આપણી સાથે સદાય રહો, તે કદી આપણો હાથ ન છોડો અથવા આપણો ત્યાગ ન કરો, 58 તે ભલે આપણાં હૃદયને તેની મહાનતા તરફ વાળે, જેથી આપણે તેનામાં શ્રદ્ધા રાખીએ, તેના ચીંધેલા માંગોર્ને અનુસરીએ અને તેમણે આપણા પિતૃઓને આપેલી આજ્ઞાઓ, વિધિઓ અને ધારાઓનું આપણે પાલન કરીએ. 59 માંરા આ શબ્દો, દેવ યહોવા આગળની માંરી આ વિનવણી આપણા દેવ યહોવા સમક્ષ દિવસરાત હાજર રહો, જેથી રોજરોજ ઊભી થતી જરૂરીયાત પ્રમાંણે તે પોતાના સેવકનું અને પોતાના લોકો ઇસ્રાએલીઓને માંટે ઘટતું કરે. 60 આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી. 61 તમાંરાં હૃદય સંપૂર્ણપણે આપણા યહોવા દેવને સ્વાધીન થવા જોઇએ અને આજે તમે તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરો છો તેમ હમેશાં પાલન કરતા રહો.”
62 પછી રાજાએ તથા તમાંમ ઇસ્રાએલી લોકોએ યહોવાને યજ્ઞો અર્પણ કર્યા. 63 સુલેમાંન રાજાએ 22,000 બળદ અને 1,20,000 ઘેટાં અને બકરાં યહોવાને શાંત્યર્પણો તરીકે અર્પણ કર્યા. આમ રાજાએ અને ઇસ્રાએલી લોકોએ મંદિરને પવિત્ર કાર્ય માંટે અર્પણ કર્યુ.
64 રાજાએ મંદિરની સામેના ખુલ્લા આંગણાને પાવન કરાવ્યું. પછી ત્યાં દહનાર્પણો, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓનાં ચરબીવાળા ભાગો ધરાવ્યા, કારણ; યહોવા આગળની કાંસાની વેદી આ બધી વસ્તુઓને સમાંવવા માંટે પૂરતી નહોતી.
65 આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું.
તે એક જે આકાશમાંથી આવે છે
31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International