Revised Common Lectionary (Semicontinuous)
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
12 મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.
13 જ્યારે ગિદિયોન ત્યાં પહોંચ્યો ત્યારે એક માંણસ બીજા માંણસને પોતાના સ્વપ્નની વાત કહેતો હતો; તે બોલ્યો, “મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનીઓની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતાં તેની સાથે અથડાઈ એટલે તંબુ તૂટી પડયો.”
14 બીજા માંણસે જવાબ આપ્યો, “જરૂર, એ ઈસ્રાએલી યોઆશના પુત્ર ગિદિયોનની તરવાર જ હોવી જોઈએ. તારા સ્વપ્નનો એ જ ખુલાસો હોઈ શકે. દેવે મિદ્યાનને અને એના આખા સૈન્યને ગિદિયોનના હાથમાં સોંપી દીધાં છે.”
15 જ્યારે ગિદિયોને સ્વપ્ન અને તેનો ખુલાસો સાંભળ્યો ત્યારે તેણે દેવની ઉપાસના કરી અને પછી ઈસ્રાએલીઓની છાવણીમાં જઈને બોલ્યો, “ઊઠો, યહોવાએ મિદ્યાનીઓની છાવણી અને લોકો તમાંરા હાથમાં સોંપી દીધા છે,” 16 તેણે 300 સૈનિકોનું સૈન્ય લીધું અને તેને ત્રણ ટૂકડીઓમાં વહેંચી નાખ્યું, તેણે દરેક માંણસને એક રણશિંગડુ આપ્યું અને એક ખાલી બરણી તેમાં મશાલ મૂકીને આપી. 17 પછી તેણે તેમને કહ્યું, “માંરા ઉપર નજર રાખજો, છાવણી પાસે પહોંચતાં જ હું જેમ કરું તેમ કરજો, 18 જયારે હું અને માંરા માંણસો અમાંરાં રણશિંગડાં વગાડીએ ત્યારે તમે પણ છાવણીને ફરતે તમાંરા રણશિંગડાં વગાડજો, અને પોકાર કરજો કે, ‘યહોવાનો જય! ગિદિયોનનો જય!’”
19 મિદ્યાન પાસે ગિદિયોન અને તેની સાથેના 100 માંણસો મધરાતી ચોકીની શરૂઆતમાં જ્યારે તેઓએ સંત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા. ત્યાં છાવણીમાં પહોંચ્યા એ લોકોએ તેમના રણશિંગડાં ફૂંકયાં અને હાથમાંની બરણીઓ ફોડી નાખી. 20 ગિદિયોનના લશ્કરની ત્રણ ટુકડીઓએ રણશિંગડાં ફૂક્યા અને બરણીઓ ફોડી નાખી, પછી તેમના ડાબા હાથમાં મશાલો પકડી અને જમણા હાથમાં રણશિંગડા પકડયા જેથી તેઓ તેને ફૂંકી શકે પછી તેઓએ પોકાર કર્યો, “યહોવાનો જય, ગિદિયોનનો જય!”
21 પ્રત્યેક માંણસ છાવણીની ફરતે ગિદિયોનના બધાં માંણસો પોતાની જગ્યાએ ઊભા રહ્યાં. મિદ્યાની છાવણીના બધાં લોકો ભયથી ચીસ પાડીને ભાગવા લાગ્યાં. 22 જ્યારે પેલા 300 માંણસો રણશિંગડાં ફૂંકતા હતાં તેના અવાજથી યહોવાએ શત્રુ-સૈન્યને એવું ગૂંચવી નાખ્યું કે છાવણીમાં સર્વત્ર તેઓ બધા અંદરો અંદર લડીને એકબીજાને માંરવા લાગ્યા. તેઓનું લશ્કર સરેરાહની દિશામાં બેથશિટ્ટાહ સુધી અને ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલાહ સુધી નાસી ગયું.
દેવની ઈચ્છા પ્રમાણે બનો
12 મારા વહાલા મિત્રો, તમે હમેશા આજ્ઞાંકિત રહ્યા છો. હું ત્યાં હતો, ત્યારે હમેશાં તમે દેવને અનુસર્યા છો. જ્યારે હું તમારી સાથે નથી ત્યારે તમે આજ્ઞાંકિત બનો. અને મારી મદદ વગર તમારું તારણ થાય તે વધુ મહત્વનું છે. દેવ પ્રત્યે માન અને ભય જાળવી આમ કરો. 13 હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.
14 કોઈ પણ જાતની ફરિયાદ કે વાદવિવાદ વગર બધું કરો. 15 ત્યારે તમે નિર્દોષ અને નિષ્કલંક બનશો. તમે દેવના ક્ષતિહીન સંતાન બનશો. પરંતુ તમે તમારી આજુબાજુ ઘણા જ દુષ્ટ અને અનિષ્ટ લોકોની વચ્ચે રહો છો. આવા લોકોની વચ્ચે, તમે અંધકારની દુનિયામાં ઝળહળતા પ્રકાશ જેવા થાઓ. 16 તમે તેઓને જે જીવન આપે છે તેનો ઉપદેશ આપ્યો તેથી જ્યારે ખ્રિસ્ત ફરી પાછો આવશે ત્યારે મને ગૌરવ થશે. કારણ કે હું દોડવાની હરીફાઈમાં હતો અને હું જીત્યો. મારું કામ નિરર્થક ગયું નથી.
17 તમારો વિશ્વાસ દેવની સેવામાં તેમારા જીવનનું અર્પણ આપવા તમને પ્રેરશે. તમારા અર્પણ (બલિદાન) સાથે કદાચ મારે મારા રક્તનું (મરણ) અર્પણ પણ આપવું પડે. પરંતુ જો તેમ થાય, તો મને આનંદ થશે અને તમ સર્વ સાથે હરખાઉં છું; અને તમારા બધાની સાથે તેમાં ભાગીદાર બનીશ. 18 તે રીતે તમે પણ આનંદ પામશો અને મારી સાથે હર ખાશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International