Revised Common Lectionary (Semicontinuous)
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
નવું ઇસ્રાએલ
31 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.”
2 અને યહોવા કહે છે,
“જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે,
તેઓને અરણ્યમાં કૃપા મળી.”
3 ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી,
ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં.
હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું,
એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું.
4 હું તને ફરીથી પર ઉઠાવીશ
અને તું પાછી ઊભી થશે.
ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ
અને આનંદથી નાચવા લાગીશ.
5 તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે,
ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.
6 એવો દિવસ જરૂર આવી રહ્યો છે.
જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે,
‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ,
આપણા દેવ યહોવાને દર્શને જઇએ.’”
ઈસુના જીવન વિષે લૂક લખે છે
1 ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. 2 જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે. 3 નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ. 4 હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International