Revised Common Lectionary (Semicontinuous)
સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.
4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
6 હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
7 પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
8 હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
બેનહદાદ અને આહાબ યુદ્ધ માંટે તૈયાર
20 અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું લશ્કર ભેગું કર્યું અને બત્રીસ રાજાઓને તથા ઘણા ઘોડાઓ અને ઘોડાના રથોને પોતાની સાથે લીધાં. તેણે સમરૂનને ઘેરી લઈ તેના પર હુમલો કર્યો. 2 તેણે ઇસ્રાએલના રાજા આહાબને જે નગરમાં હતો તેને સંદેશવાહક મોકલ્યો, 3 “સંદેશો આ પ્રમાંણે હતો બેન-હદાદ કહે છે, ‘તારાં સોના ચાંદી માંરાં છે, તારી સ્રીઓ માંરી છે, તારા સંતાનો માંરાં છે, અને દરેક સારી વસ્તુ જે તારી પાસે છે તે માંરી છે!’”
4 ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “જેવી આપની આજ્ઞા, માંરા ધણી, હું અને માંરી પાસે જે બધું છે તે સર્વસ્વ આપના જ છે.”
5 સંદેશવાહકો પાછા આવ્યા અને કહ્યું “બેન-હદાદ કહે છે કે, ‘તમાંરું સોનું, ચાંદી, સ્રીઓ, અને સંતાનો મને આપી દો. 6 હવે આવતી કાલે આ વખતે હું માંરા અમલદારોને તારા ઘર અને તારા અમલદારોના ઘરોને તપાસવા મોકલીશ અને તેઓ તેમને જે કાંઈ ગમશે તે બધું તેઓ ઝૂંટવી લેશે.’”
7 ઇસ્રાએલના રાજાએ દેશના બધા વડીલોને તથા પ્રદેશના અગ્રણીઓને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “જોયું ને! આ માંણસ મને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે! એણે માંરી પાસે માંરી સ્રીઓ, બાળકો, સોનું અને ચાંદી માંગ્યાં અને મેં ના નહોતી પાડી.”
8 બધા જ વડીલો-અગ્રણીઓ અને લોકો-સેનાએ સલાહ આપી, “તારે તેના કહેવા પર ધ્યાન આપવું નહિ અને તેની માંગણી પૂરી કરવી નહિ.”
9 તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને જણાવ્યું, “માંરા ધણી માંરા રાજાને કહેજો કે, પહેલી વારની માંગણી પ્રમાંણેનું હું બધું જ આપીશ.”
પણ હું તમાંરી બીજી માંગણી સાથે સહમત થતો નથી પછી સંદેશવાહકો બેન-હદાદ પાસે પાછા ગયા. 10 ત્યાર બાદ બેન-હદાદે તેને એવો સંદેશો મોકલ્યો કે, “સમરૂનનો હું એવો સંપૂર્ણપણે નાશ કરીશ કે માંરા સેનાના દરેક માંણસ માંટે ભેગી કરવા એક મુઠ્ઠી ધૂળ પણ નહિ મળે. જો હું આમ નહિ કરું તો, કદાચ મને દેવતાઓ ખૂબ નુકસાન પહોચાડે.”
11 પણ ઇસ્રાએલના રાજાએ જવાબ મોકલ્યો કે, “યુદ્ધ પૂરુ થયા પહેલા તેના પરિણામની બડાશ કરો નહિ.”
12 જયારે બેન-હદાદને આ સંદેશો મળ્યો ત્યારે તે બીજા રાજાઓ સાથે સુકોથમાં દ્રાક્ષારસ પીતો હતો, તેણે પોતાના માંણસોને કહ્યું, “જાવ અને શહેર પર હુમલો કરો.” અને તેમણે તે પ્રમાંણે કર્યું.
13 એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.’”
14 આહાબે પૂછયું, “કોની માંરફતે?”
પ્રબોધકે કહ્યું, “આ યહોવાનાં વચન છે: ‘જેઓ પ્રાંતના આગેવાનોની સેવા કરે છે તે યુવાનો માંરફતે.’”
આહાબે પૂછયું, “યુદ્ધ કોણ શરૂ કરશે?” પ્રબોધકે કહ્યું, “તું”
15 પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા તેમને ભેગા કર્યા, તેઓ 232 જણા હતા, પછી આહાબે આખી ઇસ્રાએલી સેનાને હાજર થવા કહ્યું, બધાં મળીને ત્યાં 7,000 સૈનિકો હતાં.
16 તેઓએ ખરે બપોરે કૂચ કરી ત્યારે બેન-હદાદ તેના તંબૂમાં તેના 32 રાજાઓ સાથે જેઓએ તેની સાથે જોડાણ કર્યુ હતું તેમની સાથે દ્રાક્ષારસ પીવામાં ચકચૂર હતો. 17 યુવાનો જેમણે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરી હતી તેઓ રસ્તાની આગળ હતા. બેન-હદાદને ખબર આપવામાં આવી કે, “કેટલાક માંણસો સમરૂનમાંથી: આવ્યા છે.” 18 તેણે કહ્યું “તેઓ શરણે થવા આવ્યા હોય કે લડવા આવ્યા હોય, તેઓને જીવતા પકડી લો.”
19 પરંતુ યુવાનો જે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા, તેઓ નગરમાંથી પાછા ફરી ગયાં હતાં. અને સેના તેની પાછળ હતી. 20 પ્રત્યેકે પોતાના સામાંવાળાને માંરી નાખ્યો. અરામીઓ ભાગવા લાગ્યા અને ઇસ્રાએલીઓએ તેમનો પીછો પકડયો. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસ્વારો સાથે ઘોડા પર છટકી ગયો. 21 પછી ઇસ્રાએલીઓના રાજાએ બહાર આવીને ઘોડાઓ અને રથો કબજે કર્યા, અને અરામીઓને સખત હાર આપી.
22 પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.”
દેવને તમારી જાત સોંપો
4 તમે જાણો છો તમારામાં ઝઘડા અને વાદવિવાદ ક્યાાંથી આવે છે? તમારામાં રહેલી સ્વાર્થીવૃત્તિને લીધે થાય છે. 2 તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી. 3 જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.
4 તમે લોકો દેવને વફાદાર નથી! તમારે જાણવું જોઈએ કે જગતને ચાંહવું તે દેવને ધિક્કારવા બરાબર છે. તેથી વ્યક્તિ જ્યારે દુનિયાનો એક ભાગ[a] બનવા ઈચ્છે છે, ત્યારે તે પોતાની જાતને દેવનો દુશ્મન બનાવે છે. 5 તમે શું એમ માનો છો કે શાસ્ત્રનો કશો જ અર્થ નથી? શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે જ ઈચ્છે છે.” 6 પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાની છે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”(A)
7 તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International