Revised Common Lectionary (Semicontinuous)
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
14 સુલેમાંન રાજાને પ્રતિવર્ષ લગભગ 22,644 કિલો સોનું મળતું હતું. 15 તદુપરાંત વેપારની વસ્તુઓ, પરદેશો સાથેના વેપારનો નફો અને આરબ રાજાઓએ મોકલાવેલી વસ્તુઓ વગેરે તો વધારાનું.
16 રાજા સુલેમાંને સોનાની 200 મોટી ઢાલો બનાવી; અને દરેક મોટી ઢાલમાં લગબગ 7 કિલો સોનું વપરાયું હતું. 17 વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં “લબાનોનના વનગૃહ” નામની જગ્યામાં રાખી હતી.
18 વળી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને શુદ્વ સોનાથિ મઢાવ્યું. 19 એ સિંહાસનને છ પગથિયાં હતાં એની પાછળનો આકાર ગોળ હતો, તેને બાજુમાં બે હાથા હતા અને પ્રત્યેક હાથાને અડીને એકેક સિંહ ઊભેલો હતો, 20 અને દરેક પગથિયાને સામે છેડે સિંહો ઉભેલા હતા બધું મળીને કુલ બાર સિંહો હતા, બીજા કોઈ પણ રાજયમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.
21 રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.
22 સુલેમાંન રાજા અને હીરામ રાજા વચ્ચે વેપારી વહાણોનો વિશાળ કાફલો હતો. દર ત્રણ વર્ષે એક વખત આ વહાણોનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
23 સમૃદ્ધિ અને જ્ઞાનની બાબતમાં પૃથ્વી પરના તમાંમ રાજાઓ કરતાં સુલેમાંન રાજા ચઢિયાતો હતો. 24 સમગ્ર વિશ્વમાંથી લોકો તેની દેવદત્ત જ્ઞાનની વાતો સાંભળવા માંટે આવતા હતા. 25 તેને મળવા આવનાર પ્રત્યેક વ્યકિત સોના-ચાંદીના પાત્રો, સુંદર વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડા અને ખચ્ચરો રાજાને માંટે વાર્ષિક વસૂલી તરીકે લાવતા હતા.
7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે.
11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું. 12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં. 13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.
14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે. 15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ. 16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International