); 1 Kings 18:36-39 (“God of Abraham”); 1 John 4:1-6 (Testing the spirits) (Gujarati: પવિત્ર બાઈબલ)
Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
અને આપણા શાસન નીચે મૂકે છે.
4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
દેવ સવોર્ચ્ચ છે.
36 સાંજે જ્યારે બલિનો સમય થયો તે સમયે પ્રબોધક એલિયા આગળ આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના યહોવા દેવ, આજે આ લોકોને ખબર પડવા દો કે, ઇસ્રાએલમાં તમે સાચા દેવ છો, અને હું તમાંરો સેવક છું, અને આ બધું હું તમાંરા હુકમથી કરું છે. 37 મને જવાબ આપો, ઓ યહોવા મને જવાબ આપો. જેથી આ લોકોને ખાતરી થાય કે, તમે જ યહોવા દેવ છો, અને તમે જ તેમનાં હૃદય પાછાં પોતાના તરફ વાળી લીધાં છે.”
38 એટલામાં એકાએક આકાશમાંથી યહોવાનો અગ્નિ યજ્ઞમાં પડ્યો અને, દહનાર્પણ. લાકડાં, પથ્થર અને રેતીને બાળી નાખ્યા અને તેણે ખાડાના પાણી પણ સૂકવી નાખ્યાં! 39 લોકોએ આ જોયું ત્યારે તેઓ ભૂમિ પર પ્રણામ કરવા નમ્યાં, અને પોકાર કર્યો, “યહોવા એ જ દેવ છે! યહોવા એ જ દેવ છે!”
યોહાન જૂઠાં પ્રબોધકોથી ચેતવે છે
4 મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ. 2 એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. આત્મા કહે છે, “હું માનુ છું કે ઈસુ તે ખ્રિસ્ત છે જે પૃથ્વી પર આવ્યો અને માનવ બન્યો.” તે આત્મા દેવ તરફથી છે. 3 બીજા આત્માએ ઈસુ વિષે આ કહેવાની ના પાડી. તે આત્મા દેવ તરફથી નથી. આ આત્મા ખ્રિસ્તિવિરોધીનો છે. તમે સાભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે તે ખ્રિસ્તવિરોધી જગતમાં છે.
4 મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે. 5 અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે. 6 પણ આપણે દેવના છીએ. તેથી જે લોકો દેવને જાણે છે તેઓ આપણને ધ્યાનથી સાંભળે છે. પરંતુ જે લોકો દેવના નથી તેઓ આપણને સાંભળતા નથી. આ રીતે આપણે સત્યના આત્માઓને ભ્રાંતિના આત્માઓથી જૂદા તારવી શકીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International