Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
26 “બાજ પક્ષી કેવી રીતે આકાશમાં ઊડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે તે શું તેઁ શીખવ્યું છે?
27 શું તારી આજ્ઞાથી ગરૂડ પક્ષી ઊંચે ઊડે છે?
શું તેં તેને પર્વતોમાં ઉંચે માળો બાંધવાનું કહ્યું હતું?
28 ગરૂડ પર્વતના શિખર પર રહે છે.
ખડક એ ગરૂડોનો કિલ્લો છે.
29 ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે,
તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.
30 તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે,
અને જ્યાં મુડદાં પડ્યાં હોય ત્યાં જાય છે.”
40 યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
2 “અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે?
તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો.
હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે?
શું તું મને જવાબ આપીશ?”
3 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,
4 “મારી કશીજ વિસાત નથી.
હું તમને કેવી રીતે જવાબ આપી શકું?
મારો હાથ મારા મોં પર
રાખીને હું મૌન રહું છું.
5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ.
હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”
25 “મેં તમને આ બધા વચનો કહ્યા જ્યારે હું તમારી સાથે છું. 26 પરંતુ સંબોધક તમને બધું જ શીખવશે. મેં જે બધી બાબતો તમને કહીં છે તેનું સ્મરણ સંબોધક કરાવશે. આ સંબોધક પવિત્ર આત્મા છે જેને પિતા મારા નામે મોકલશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International