Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
39 “શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો?
શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે
અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય
અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?
39 “ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે?
જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે?
2 તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ?
તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે?
3 તે પ્રાણીઓ નીચે સૂવે છે, તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે
અને તેઓ તેઓના બચ્ચાને જન્મ આપે છે.
4 આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે.
પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી.
5 “જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો?
અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?
6 મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે.
મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે.
7 જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે.
અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી.
8 જંગલી ગધેડાઓ પર્વતો પર રહે છે,
કે જે તેઓનું ચરાણ છે.
અને તેઓ તેઓનો ખોરાક શોધી કાઢે છે.
9 “શું તમારી સેવા કરવામાં જંગલી બળદો આનંદ માનશે ખરા?
તેઓ તમારી ગમાણમાં રાત્રે આવીને તે રહેશે ખરાં?
10 જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો?
શું તે તમારા માટે હળ ખેંચશે?
11 જંગલી બળદ ખૂબ શકિતશાળી છે!
પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો?
12 ખળામાંથી દાણા લાવીને વખારમાં ભરવા
માટે તેના પર ભરોસો રાખી શું તેને મોકલશો?
પવિત્ર આત્માનાં દાનો
12 હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું. 2 તમે વિશ્વાસુ બન્યા તે પહેલાં તમે જે જીવનજીવતા હતા તેને યાદ કરો. તમે તમારી જાતને પ્રભાવિત થવા દઈને તમે મૂર્તિપૂજા તરફ દોરવાઈ ગયા હતા. તે વસ્તુઓની પૂજા કે જેનામાં કોઈ જીવન હોતું નથી. 3 તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International