Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
એલિયાને લઇ જવાની યહોવા યોજના ઘડે છે
2 જયારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા.
2 એલિયાએ એલિશાને કહ્યું કે, “તું અહીં રહે, કારણ કે યહોવાએ મને બેથેલમાં જવાનું કહ્યું છે.”
પણ એલિશાએ કહ્યું કે, “યહોવાના અને તમાંરા સમ કે, હું તમને છોડીને જવાનો નથી.”
3 આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!”
એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
4 પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.”
એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.
5 યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?”
તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
6 એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રહી જા, યહોવા તો મને યર્દન મોકલે છે.”
પણ તેણે જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ આગળ ચાલ્યા.
7 પચાસ પ્રબોધકો તેમની પાછળ પાછળ ગયા. જ્યારે તેઓ યર્દન નદી પાસે ઊભા રહ્યા, ત્યારે પ્રબોધકો તેમનાથી અંતર રાખીને દૂર ઉભા રહ્યાં. 8 એલિયાએ પોતાનો ઝભ્ભો લઈ તેનો વીંટો વાળી તેના વડે પાણી પર પ્રહાર કર્યો અને તે સાથે નદીનું પાણી જમણી અને ડાબી બાજુ વહેંચાઈ ગયું અને તેઓ પલળ્યાં વગર નદી ઓળંગી ગયા.
9 જ્યારે તેઓ નદીની સામે પાર પહોંચી ગયા, ત્યારે એલિયાએ એલિશાને કહ્યું, “દેવ મને તારી પાસેથી લઈ લે તે પહેલાં હું તારે માંટે શું કરું? તારી શી ઇચ્છા છે?”
એલિશાએ કહ્યું, “તમાંરી પાસે છે તેનાથી બમણી દૈવી શકિત મને આપો.”
10 એલિયાએ કહ્યું, “તારી માંગણી મુશ્કેલ છે, મને તારી પાસેથી લઈ લેવાતો જો તું જોઈ શકીશ, તો તારી ઇચ્છા પૂરી થશે; પણ જો તું જોવા ન પામે તો એ પૂરી નહિ થાય.”
એલિયાને સ્વર્ગમાં લેતા દેવ
11 આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.
12 એલિશાએ તે જોયું, અને તે બોલી ઊઠયો, “ઓ માંરા બાપ! બાપ રે બાપ! તમે તો ઇસ્રાએલનો રથ અને તેના ઘોડેસવાર છો!”
પછી એલિયા તેને દેખાતો બંધ થઈ ગયો ત્યારે એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડા કરી નાખ્યા.
મૃત્યુથી જીવન તરફ
2 ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું. 2 હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. 3 ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.
4 પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે. 5 આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે. 6 દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ. 7 દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International