Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
8 પછી દેવે નૂહ અને તેના પુત્રોને કહ્યું, 9 “હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું. 10 હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું. 11 હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”
12 અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે. 13 મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે. 14 જયારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ અને તે વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે. 15 એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે. 16 જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”
17 આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.”
વહાણનો વિનાશ
39 જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી. 40 તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા. પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં. સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ. 41 પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.
42 સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ. 43 પરંતુ લશ્કરી સૂબેદાર પાઉલને જીવતો રાખવા ઈચ્છતો હતો. તેથી તેણે સૈનિકોને કેદીઓને મારી નાખવાની પરવાનગી આપી નહિ. જુલિયસે જે લોકો તરવા માટે પાણીમાં કૂદકો મારી જમીન સુધી તરી જઈ શકે તેમ હોય તેને પ્રથમ તેમ કરવા કહ્યું. 44 બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International