Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 32

દાઉદનું ગીત. માસ્કીલ.

જેના દોષને માફી મળી છે,
    તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
    તેને ધન્ય છે અને તે જ સુખી છે.
જેને યહોવા દોષિત ગણતા નથી,
    અને જેના આત્મામાં કંઇ કપટ નથી
    તે માણસ આશીર્વાદિત છે.

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
    તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
    અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
આખો દિવસ અને આખી રાત,
    તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
    તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
    મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
    અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
    ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
    પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
જીવનનાં સર્વ સંકટોમાં
    તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
    મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
    તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
    હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
    તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
    પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
    હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

નિર્ગમન 34:1-9

કરારની નવી તકતીઓ

34 યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવ, અને તારા વડે ભાંગી ગયેલી તકતીઓ ઉપર જે વચનો લખેલાં હતાં તે હું તેના પર લખીશ. સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માંટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી ટોચ પર માંરી રાહ જોતો ઊભો રહેજે. તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.”

તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો. પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ “યહોવા” જાહેર કર્યુ. ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું. હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખું છું અને તેઓના પાપોની માંફી આપું છું. તેમ છતાં ગુનેગારને નિર્દોષ ઠરાવવા ના પાડું છું. અને પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી પુત્રો અને પૌત્રોને કરું છું!”

મૂસાએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. તેણે કહ્યું, “હે યહોવા, તમે કહો છો કે તમે માંરા પર પ્રસન્ન છો તે જો સત્ય હોય તો કૃપા કરી અમાંરી સાથે આવો. આ લોકો ગમે તેટલા હઠીલા હોય તો પણ તમે અમાંરો અધર્મ અને અમાંરાં પાપ માંફ કરો અને તમાંરાં પોતાના લોકો તરીકે અમાંરો સ્વીકાર કરો.”

નિર્ગમન 34:27-28

27 યહોવાએ મૂસાને કહ્યું, “આ શબ્દો તું લખી લે, કારણ તારી સાથે અને ઇસ્રાએલ સાથે મેં એ પ્રમાંણે કરાર કર્યો છે.”

28 તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.

માથ્થી 18:10-14

ઈસુ ખોવાયેલ ઘેટાંની વાર્તા કહે છે

(લૂ. 15:3-7)

10 “સાવધાન રહો, આ નાના બાળકોમાંથી એકનો પણ અનાદર ન થાય, કારણ કે તેઓના દૂતો આકાશમાં હંમેશા મારા બાપની આગળ હોય છે. [11 માણસનો દીકરો ખોવાયેલા લોકોને તારવા આવ્યો છે.]

12 “જો માણસ પાસે 100 ઘેટાં હોય, પણ તેમાંથી એકાદ ઘેટું ખોવાઈ ગયું, તો તે માણસ બાકીના 99 ઘેટાંને ટેકરી પર છોડી એકને શોધવા નીકળશે, બરાબરને? 13 અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય, તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે, હું તમને સત્ય કહું છું. 14 તમારા આકાશમાંના બાપને આ નાનાઓમાંથી એકને પણ ગુમાવવું ગમશે નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International