Revised Common Lectionary (Semicontinuous)
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
21 “જો તમે તમાંરા દેવ યહોવાની કોઈ બાબત માંટે બાધા રાખી હોય તો તે પૂર્ણ કરાવામાં વિલંબ ન કરો, કારણ કે બાધા કે પ્રતિજ્ઞા માંટે યહોવા તમને જ જવાબદાર ગણશે. 22 પ્રતિજ્ઞા કે બાધા ન લેવી એ કોઈ પાપ નથી. 23 પરંતુ જો તમે સ્વેચ્છાએ તમાંરે માંથે તમાંરા દેવ યહોવાની બાધા રાખો તો પછી તમાંરે તે પૂર્ણ કરવી જ રહી.
24 “જયારે તમે બીજાની દ્રાક્ષની વાડીમાંથી પસાર થતાં હોય ત્યારે જોઈએ તેટલી દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ કોઈ પાત્રમાં ભરીને તમે લઈ જાઓ નહિ, 25 તેવું જ બીજાના ખેતરમાંના અનાજ સંબંધી છે. કોઈના ઊભા પાકમાં થઈને પસાર થતાં તમે હાથ વડે કણસલાં તોડીને એકાદ મુઠ્ઠી અનાજ ખાઈ શકો પણ તેના પાકને દાંતરડા વડે કાપી શકો નહિ.
24 “જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે. 2 અને તે તેનું ઘર છોડીને અન્ય પુરુષ સાથે લગ્ન કરે. 3 અને તેનો બીજો પતિ પણ તેને ન ચાહે. અને છૂટાછેડા લખી આપી તેને ઘરમાંથી કાઢી મૂકે, અથવા જો તે અવસાન પામે, 4 એ સ્ત્રીને છૂટાછેડા આપનાર એનો પ્રથમ પતિ એને પોતાની પત્ની તરીકે ફરીથી લગ્ન કરીને રાખી શકે નહિ, કારણ કે, તે તેના માંટે અશુદ્ધ થયેલી છે. યહોવાની દૃષ્ટિએ એ પાપ છે. તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપનાર છે તેને તમાંરે બગાડવો જોઈએ નહિ.
10 “તમે કોઈ વ્યકિતને કશું ધારો, તો ગીરવે વસ્તુ લેવા માંટે તમાંરે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. 11 બહાર ઊભા રહેવું, જે વ્યકિતએ ઉછીનું લીધું હશે તે તમને બહાર આવીને વસ્તુ ગીરવે મુકવા આપશે. 12 અને જો કોઈ માંણસ ગરીબ હોય તો ગીરવે મૂકેલો ઝભ્ભો પેહરીને તમે સૂઈ જાઓ નહિ. 13 સાંજ પહેલાં તમાંરે તે ઝભ્ભો એને પાછો આપી દેવો, જેથી તે એ પેહરીને સૂએ અને તમને આશીર્વાદ આપે, તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ તે ન્યાયી અને સાચું કાર્ય ગણાશે.
14 “તમે કોઈ ગરીબ માંણસને દૈનિક વેતને મજૂરીએ રાખો તો તેને પજવશો નહિ, પછી તે તમાંરો જાતિબંધુ હોય કે તમાંરા નગરમાં વસતો વિદેશી હોય, પણ તેની રોજી અટકાવશો નહિ. 15 સૂર્યાસ્ત પહેલાં તે માંણસને તમાંરે તેની મજૂરી રોજની રોજ ચૂકવી દેવી, કારણ કે એ ગરીબ હોવાથી એ નાણાં પર જ તેના જીવનનો આધાર છે. તમે જો એમ કરશો તો એને તમાંરી વિરુદ્ધ યહોવાને ફરિયાદ કરવી પડશે નહિ અને તમને પાપ પણ લાગશે નહિ.
બધા લોકોને પ્રેમ કરો
2 મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે. 2 ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે. 3 તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!” 4 આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.
5 મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે. 6 પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે. 7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.
8 જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”(A) એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો. 9 પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.
10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે. 11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”(B) તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”(C) માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.
12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે. 13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International