Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 112:1-9

યહોવાની સ્તુતિ થાઓ!

જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
    અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
    અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
    અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
    તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
    વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
તે વ્યકિત કદી પડશે નહિ
    તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
તે ખરાબ સમાચારથી ડરતો નથી;
    અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
    તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
    અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
    અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.

ગીતશાસ્ત્ર 112:10

10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
    તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
    અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

પુનર્નિયમ 4:1-14

દેવને આધીન રહેવા લોકોને મૂસાની ચેતવણી

મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે. હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમાંરે કશો વધારો કે ઘટાડો કરવો નહિ. હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું તેનું જ તમાંરે પાલન કરવું.

“બઆલ-પેઓરમાં યહોવાએ જે કંઈ કર્યુ તે તમે પ્રત્યક્ષ જોયું છે. તમાંરા દેવ યહોવાએ તમાંરામાંથી જે કોઈ બઆલ દેવની પૂજા કરવા લાગ્યા હતા તે બધાનો સંહાર કર્યો. પરંતુ તમે કે જેઓ તમાંરા દેવ યહોવાને દૃઢતાથી વફાદાર રહ્યા તે આજે જીવતા રહ્યા છો.

“યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું. અને જો તમે તેનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમે સચેત અને જ્ઞાની રાષ્ટ થશો, અને આજુબાજુના રાષ્ટ્રો આ કાનૂનો વિષે સાંભળશે ત્યારે તેઓ કહેશે, ‘આ મહાન રાષ્ટને કેવી દક્ષતા અને સમજદારી છે!’

“આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે? બીજી કઈ પ્રજા એવી મહાન છે કે જેના કાયદા અને નિયમો આજે હું તમાંરી આગળ રજૂ કરું છું એ સમગ્ર આચારસંહિતા જેવા ન્યાયી હોય? પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અાંખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો. 10 એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’ 11 તેથી તમે નજીક આવીને પર્વતની તળેટી આગળ ઊભા રહ્યા હતા. પર્વત અગ્નિથી ભડભડતો હતો અને જવાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. સર્વત્ર અંધકાર, વાદળ અને ગાઢ ઘુમ્મસ છવાયેલાં હતાં, 12 ત્યારે યહોવા તમાંરા દેવ અગ્નિમાંથી તમાંરી સાથે બોલ્યો. તેણે જે કહ્યું તમે સાંભળ્યું, પણ તમે તેમની આકૃતિ જોઈ નહિ તમે ફકત અવાજ સાંભળ્યો. 13 તેમણે તમને પોતાના કરારના દશ નિયમોનું પાલન કરવાનું કહ્યું. અને તે તેમણે પથ્થરની બે તકતીઓ પર લખ્યા. 14 તે જ સમયે યહોવાએ તમે જે ભૂમિમાં પ્રવેશ કરીને કબજો લેવાના છો તે ભૂમિમાં તમાંરે એ જ કાયદાઓ અને નિયમો પાળવાના છે, તે તમને શિખવવાની મને આજ્ઞા કરી.

1 યોહાન 5:1-5

દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે

ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International