Revised Common Lectionary (Semicontinuous)
હાન્નાનું વચનપાલન
2 પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી:
“યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે.
હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું
અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ.
દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે.
એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું.
2 યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી.
તેમના સિવાય બીજા કોઈ દેવ નથી.
આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.
3 અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો.
બડાશ માંરવાનું બંધ કરો
કારણકે દેવ બધું જાણે છે.
તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે.
4 બળવાન યોદ્ધાઓના ધનુષ્ય તૂટે છે,
પણ હવે નિર્બળ બળવાન બન્યા છે.
5 જે ધનવાન લોકો પાસે પુષ્કળ
ખોરાક ભૂતકાળમાં હતો
તેઓએ ખોરાક માંટે
હવે કામ કરવું પડશે.
જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી.
વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે
અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા
તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે.
6 યહોવા જ માંરે છે,
અને તે જ જીવન આપે છે.
યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે
અને પાછા લાવે છે.
7 યહોવા જ રંક બનાવે છે,
ને તવંગર પણ એજ બનાવે છે.
યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે,
અને બીજાને માંનવંતા બનવા દે છે.
8 યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે
અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે.
યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે
અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે.
આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી,
યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.[a]
9 યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે,
પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે
અને તેઓ નાશ પામશે.
તેમની શકિત તેમને વિજય
મેળવવામાં મદદ નહિ કરે.
10 યહોવા તેમના શત્રુઓનો નાશ કરે છે.
પરાત્પર દેવ લોકોની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે.
યહોવા દૂરનાં પ્રદેશોનો પણ ન્યાય કરશે.
તે પોતાના રાજાને બળ આપશે
અને તેના ખાસ રાજાને બળવાન બનાવશે.”
પ્રતિજ્ઞાનો પુત્ર ઈસહાક
15 દેવે ઇબ્રાહિમને કહ્યું, “સારાય જે તારી પત્ની છે એને હું નામ આપીશ. તેનું નામ સારા રહેશે. 16 હું તેને આશીર્વાદ આપીશ. હું તેને પુત્ર આપીશ અને તું પિતા બનીશ. તે ઘણી નવી દેશજાતિઓની માંતા થશે. એને પેટે પ્રજાઓના રાજા જન્મ ધારણ કરશે.”
17 પછી ઇબ્રાહિમે સાષ્ટાંગ નમસ્કાર કરીને દેવની ભકિત દર્શાવી. અને મનમાં હસ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, “હું તો 100 વર્ષનો વૃદ્વ છું. હું પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું? અને સારા 90 વર્ષની વૃદ્વા છે, તે બાળકને જન્મ આપી શકે નહિ.”
18 પછી ઇબ્રાહિમે દેવને તેના કહેવાનો હેતુ પૂછયો, “શું ઇશ્માંએલ જીવતો રહે અને તારી સેવા કરે?”
19 દેવે કહ્યું, “ના, મેં કહ્યુંને કે, તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે. અને તારે તેનું નામ ઇસહાક પાડવું. હું તેની સાથે માંરો કરાર કરીશ અને તે તેના વંશજો માંટે પણ કાયમનો રહેશે.
20 “તેં મને ઇશ્માંએલની બાબતમાં પૂછયું, અને મેં તારી વાત સાંભળી. હું તેને આશીર્વાદ આપીશ, તેને ઘણાં સંતાનો થશે. તે મોટા બાર સરદારોનો પિતા થશે. અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માંણ કરીશ. 21 પરંતુ હું માંરો કરાર તો આવતે વર્ષે ઠરાવેલ સમયે સારા ઇસહાકને જન્મ આપશે તેની સાથે કરીશ.”
22 દેવે જયારે ઇબ્રાહિમ સાથે વાત કરવાની બંધ કરી ત્યારે તે એકલો જ રહ્યો કારણ કે દેવ તેની પાસેથી આકાશ તરફ ચાલ્યા ગયા.
ગલાતીઆના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ
8 ભૂતકાળમાં તમે દેવને જાણતા ન હતા. તમે જે સાચા દેવો નથી તેના ગુલામ હતા. 9 પરંતુ હવે તમે સાચા દેવને જાણો છો. ખરેખર, તે એ દેવ જે તમને જાણે છે. તો તમે શા માટે તે નિર્બળ અને બિનઉપયોગી ઉપદેશના નિયમો કે જેનું તમે ભૂતકાળમાં પાલન કરતાં હતા તેના તરફ ફરીથી ઇચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? તમે ફરીથી શું તે વસ્તુના ગુલામ થવા ઈચ્છો છો? 10 હજુ પણ તમે વિશિષ્ટ દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વરસો વિષેના નિયમના શિક્ષણને અનુસરો છો. 11 મને તમારા માટે ભય લાગે છે. મને ભય લાગે છે કે તમારા માટે મેં કરેલું કાર્ય નિરર્થક ગર્યુ છે.
12 ભાઈઓ અને બહેનો, હું તમારા જેવો જ હતો; તેથી તમે મારા જેવા મહેરબાની કરીને બનો. પહેલા તમે મારી સાથે ઘણા સારા હતા. 13 તમે યાદ કરો સો પ્રથમ હું તમારી પાસે કેમ આવ્યો હતો. કારણ કે હું માંદો હતો. તે સમયે મેં તમને સુવાર્તા પ્રગટ કરી. 14 મારી માંદગી તમારા ઉપર બોજારૂપ બની હતી. પરંતુ તમે મને ધિક્કાર્યો નહોતો. તમે મારાથી દૂર નાસી ગયા નહોતા. તમે મને દેવના દૂતની જેમ આવકાર્યો હતો. જાણે કે હૂં પોતે જ દેવનો દૂત હોઉ તે રીતે તમે મને અપનાવ્યો હતો. અને હું પોતે જ ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મને સ્વીકાર્યો! 15 તે સમયે તમે પણા આનંદીત હતા. હવે તે ઉલ્લાસ ક્યાં ગયો? મને યાદ છે કે તમે મારી મદદ માટે શક્ય કંઈ પણ કરવા ઈચ્છતા હતા. જો તે શક્ય હોત તો તમે તમારા ચક્ષુઓ ખેંચી કાઢીને મને આપી દીધા હોત. 16 હવે જ્યારે હું તમને સત્ય કહું છું ત્યારે શું હું તમારો દુશ્મન છું?
17 તમને સમજાવવા તે લોકો ઘણો પરિશ્રમ કરે છે. પણ એ તમારા પોતાના ભલા માટે નથી. અમારી વિરુંદ્ધ જવા તે લોકો તમને સમજાવે છે. તેઓ માત્ર તેમને જ અને બીજા કોઈને નહિ અનુસરો તેવું ઈચ્છે છે. 18 લોકો તમારામાં રસ દાખવે તે સારું છે, જો તેમનો હેતુ શુદ્ધ હોય તો. આ હમેશા સાચું છે. આ હું તમારી સાથ હોઉં કે તમારાથી દૂર હોઉં, સાચું છે. 19 મારા નાનાં બાળકો, ફરીથી મને તમારા માટે પીડા થાય છે જે રીતે માતાને બાળકને જન્મ આપતી વખતે થાય તે રીતે. મને આવી લાગણી થશે જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવાં નહિ બનો. 20 મારી ઈચ્છા છે કે અત્યારે હું તમારી સાથે હોઉં તે યોગ્ય છે. તો કદાચ હું તમારી સાથે હોઉ, અને મારી બોલવાની ઢબ બદલી શકું. અત્યારે મને ખબર નથી મારે તમારું શું કરવું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International