Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
    કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
    તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
    અને તમે મને સાજો કર્યો છે.
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
    તમે મને કબરમાં પડવા દીધો નથી.

હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
    અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
    પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
    પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
    હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
હે યહોવા, તમે મારા પર કૃપા કરી
    મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
    તમે મને ભયભીત કર્યો છે.
હે યહોવા, મેં તમને પોકાર કર્યો
    અને મેં તમને વિનંતી કરી.
“હે યહોવા, હું મરી જઇશ તો
    તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
    તમારી સ્તુતિ કરી શકશે?
    શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
    મારી અરજીને સંભળો મને સહાય કરો.”

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
    મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
    અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
    હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

લેવીય 14:21-32

21 “જો તે માંણસ ગરીબ હોય અને આ બધું ધરાવી શકે એમ ના હોય, તો તેણે માંત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો. યાજકે તેને તે વ્યક્તિના પ્રાયશ્ચિત માંટે આરતીમાં ધરાવવો અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફકત તેલથી મોંયેલો 8 વાટકા લોટ અને પા કિલો તેલ લાવવું. 22 તથા બે હોલાં કે બે કબૂતરનાં બચ્ચાં, જે તે લાવી શકે તેમ હોય તે લાવવાં, એક પાપાર્થાર્પણ માંટે અને બીજું દહનાર્પણ માંટે.

23 “આઠમે દિવસે યાજક પાસે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માંટે આ પક્ષીઓને સાથે લાવે. 24 યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે અને તેલ પણ લે અને વેદી આગળ યહોવાની સમક્ષ આરત્યર્પણ કરે. 25 ત્યારબાદ દોષાર્થાર્પણ માંટેના ઘેટાનો વધ કરે અને તેનું થોડું લોહી લઈ તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠે લગાવે. 26 ત્યાર પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેલીમાં રેડવું. 27 અને પોતાના જમણા હાથની આંગળી વડે તેમાંનુ થોડું સાત વખત યહોવાની સમક્ષ છાંટવું. 28 તે પછી દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું તે જ જગ્યાએ યાજકે પેલા માંણસના જમણા કાનની બૂટ પર અને જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. 29 અને હાથમાં બાકી રહેલું તેલ જે માંણસની શુદ્ધિ કરવાની હોય તેના માંથા પર રેડવું અને યહોવા સમક્ષ તેણે શુદ્ધિકરણ કરવો.

30-31 “પછી તે માંણસે એક હોલો કે કબૂતરનું બચ્ચું, જે તેને પરવડતું હોય, યાજકને પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. અને યાજક યહોવાની સમક્ષ તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે.”

32 કોઢમાંથી સાજા થયેલા જે માંણસનું શુદ્ધિ માંટે જરૂરી અર્પણો લાવવા અશક્ત હોય તેને માંટે આ નિયમ છે.

માથ્થી 26:6-13

એક સ્ત્રી કંઈક વિશિષ્ટ કરે છે

(માર્ક 14:3-9; યોહ. 12:1-8)

ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન નામના કોઢિના ઘરમાં હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, એક સ્ત્રી તેની પાસે આવી. તેની પાસે આરસપાનની ખૂબ કિંમતી અત્તરથી ભરેલી શીશી હતી. તે સ્ત્રીએ ઈસુ જ્યારે જમતો હતો ત્યારે તેના માથા પર અત્તર રેડ્યું.

શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે? કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત.”

10 પણ શું બન્યું છે તે ઈસુએ જાણ્યું. ઈસુએ કહ્યું, “આ સ્ત્રીને તમે શા માટે સતાવો છો? તેણીએ મારા માટે સારું કામ કર્યુ છે. 11 ગરીબ લોકો તમારી સાથે હમેશા હશે પણ હું સદા તમારી સાથે નહિ હોઉં. 12 આ સ્ત્રીએ મારા શરીર પર અત્તર રેડ્યું. તેણીએ મારા મરણ પછી મારી દફ્નકિયાની તૈયારી માટે કર્યુ છે. 13 હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International