Read the New Testament in 24 Weeks
યોહાન આ પુસ્તક વિષે કહે છે
1 આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હવે ટૂંક સમયમાં શું બનવાનું છે, તે તેના સેવકોને દર્શાવવા દેવે ઈસુને તે અંગેની માહિતી આપી. ખ્રિસ્તે પોતાના સેવક યોહાનને આ વાતો બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો. 2 યોહાને જે કઈ જોયું હતું તે વિષે જણાવ્યું. ઈસુ ખ્રિસ્તે યોહાન સમક્ષ જે પ્રગટ કયુ તે સત્ય છે. તે તો દેવ તરફ સંદેશ છે. 3 જે વ્યક્તિ દેવ તરફથી મળેલ આ સંદેશના વચનો વાંચે છે, તેઓને ધન્ય છે. અને જે લોકો આ સંદેશ સાંભળે છે અને તેમાં લખેલું છે તે પ્રમાણે કરે છે તેઓને પણ ધન્ય છે. હવે વધુ સમય બાકી રહ્યો નથી.
યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે
4 આસિયા[a] પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:
જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી; 5 અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે.
ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા; 6 ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાને અર્થ યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ પર્યંત હોજો! આમીન.
7 જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યો[b] છે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આ બનશે જ! આમીન.
8 પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા[c] છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”
9 હું યોહાન છું, અને હું ખ્રિસ્તમાં તમારો ભાઈ છું. આપણે ઈસુમા સાથે છીએ, રાજ્યમાં, વિપત્તિમાં તથા ધૈયૅમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે હું પાત્મસ[d] ટાપુ પર હતો કારણકે હું દેવના વચનમાં અને ઈસુના સત્યમાં વિશ્વાસ ધરાવતો હતો. 10 પ્રભુને દહાડે આત્માએ મને કાબુમાં રાખ્યો. મેં મારી પાછળ મોટી વાણી સાંભળી, તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. 11 તે વાણીએ કહ્યુ કે; “તેં જે બધું જોયુ છે તે પુસ્તકમાં લખ. અને તેને એફેસસમાં, સ્મુર્નામા, પર્ગામનમાં, થુવાતિરામાં, સાદિર્સમાં, ફિલાદેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે સાત મંડળીઓ છે તેઓને મોકલ.”
12 મારી સાથે કોણ વાત કરે છે તે જોવા માટે હું પાછો વળ્યો. જ્યારે હું પાછો કર્યો, ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ. 13 મેં દીવીઓની વચમાં “મનુષ્યપુત્ર જેવા” કોઈ એકને જોયો. તેણે એક લાંબો ઝભ્ભો પહેર્યો હતો, તેની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો. 14 તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા, બરફ જેવા શ્વેત હતા. તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી. 15 તેના પગ ભઠ્ઠીમાં શુધ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો અવાજ ઘુઘવતા ભરતીના પાણીના અણાજ જેવો હતો. 16 તેણે જમણા હાથમાં સાત તારાઓ પકડ્યા હતા. તેના મુખમાંથી બેધારી પાણીદાર તલવાર નીકળતી હતી જે સમયે સૂયૅ સૌથી વધારે તેજસ્વી હોય છે તેના જેવો પ્રકાશમાન દેખાતો હતો.
17 જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું. 18 હું એક જે જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ જુઓ: હું અનંતકાળ જીવતો છું! અને મૃત્યુ તથા હાદેસ[e] ની ચાવીઓ હું રાખું છું. 19 તેથી તું જે ઘટનાઓ જુએ છે તે લખ. હમણા જે કંઈ ઘટનાઓ બને છે તે અને હવે પછી જે જે થશે તે સર્વ લખ. 20 મારા જમણા હાથમાં તેં જે સાત તારા અને સાત દીવાઓ જોયા, તેનું રહસ્ય આ છે: એ સાત તારા તે સાત મંડળીઓના દૂતો છે, અને સાત દીવાઓ તો સાત મંડળીઓ છે.
એફેસસમાંની મંડળીને ઈસુનો પત્ર
2 “એફેસસમાંની મંડળીના દૂતને આ પત્ર લખ કે:
“જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીઓની વચમાં ચાલે છે તે તમને આ વાતો કહે છે.
2 “તું શું કરે છે તે હું જાણું છું, તુ સખત કામ કરે છે અને તું કદી છોડી દેતો નથી. હું જાણું છું કે દુષ્ટ લોકોને તું સ્વીકારતો નથી. અને જેઓ પ્રેરિતો હોવાનો દાવો કરે છે પણ તે ખરેખર એવા નથી. તેવા લોકોનો તેં પારખી લીધા છે. તને ખબર પડી છે કે તેઓ જુઠ્ઠા છે 3 તેં તારા પ્રયત્નો સતત ચાલુ રાખ્યા છે, મારા નામને ખાતર તેં મુશ્કેલીઓ સહન કરી છે. અને તું આ કામ કરવામાં થાકી ગયો નથી.
4 “પણ તારી વિરુંદ્ધ મારે આટલું છે કે, તે તારા શરુંઆતના પ્રેમનો ત્યાગ કર્યો છે. 5 એ માટે તું હમણા જ્યાથી પડ્યો છે તે યાદ કર, પસ્તાવો કર, અને પ્રથમનાં જેવાં કામો કર. જો તું પસ્તાવો નહી કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને તેની જગ્યાએથી લઈ જઈશ. 6 પણ તું જે કંઈક કરે છે તે બરાબર છે: નિકલાયતીઓ[f] જે કંઈ કરે છે તેને તમે ધિક્કારો છો, તેઓ જે કરે છે તેને હું પણ ધિક્કારું છું.
7 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ. જે વ્યક્તિ વિજય મેળવે છે તેને હું જીવનનાં વૃક્ષ પરનું ફળ ખાવાનો અધિકાર આપીશ. આ વૃક્ષ દેવના પારાદૈસમાં છે.
સ્મુર્નામાંની મંડળીને ઈસુનો પત્ર
8 “સ્મુર્નામાંની મંડળીના દુતને આ લખ કે:
“એક જે પ્રથમ અને છેલ્લો છે તે આ હકીકતો તમને કહે છે. તે એક છે જે મૃત્યુ પામ્યો અને ફરી જીવતો થયો.
9 “તારી મુસીબતો હું જાણું છું. અને તું ગરીબ છે તે પણ જાણું છું પરંતુ ખરેખર તું ધનવાન છે! તારા વિષે કેટલાક લોકો ખરાબ વાતો કરે છે તે પણ હું જાણું છું. પેલા લોકો કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ સાચા યહૂદીઓ નથી તેઓ શેતાનની સભા છે. 10 તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.
11 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે, તે આત્મા, મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને બીજા મૃત્યુનું નુકશાન થશે નહિ.
પર્ગામનમાંની મંડળીને ઈસુનો પત્ર
12 “પર્ગામનમાંની મંડળીના દૂત ને આ લખ કે:
“જેની પાસે બેધારી પાણીદાર તલવાર છે, તે આ હકીકત તમને કહે છે.
13 “તું ક્યાં વસે છે તે હું જાણુ છું. તું જ્યાં શેતાનની પોતાની ગાદી છે ત્યાં રહે છે, પણ મને તો તું વિશ્વાસુ છે. અંતિપાસના સમય દરમિયાન પણ તે મારામાં વિશ્વાસ હોવા વિષેની ના પાડી નહિ. અંતિપાસ મારો વિશ્વાસુ સાક્ષી હતો જેને તમારા શહેરમાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યાં શેતાન રહે છે તે તમારું શહેર છે.
14 “છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું. 15 તમારા સમૂહના પણ આવું જ છે. તમારી પાસે એવા લોકો છે, જે નિકલાયતીઓના બોધને અનુસરે છે. 16 તેથી પસ્તાવો કરો. જો તમે પસ્તાવો નહિ કરો તો, હું તમારી પાસે જલ્દી આવીશ અને તે લોકોની સામે મારા મુખમાંથી નીકળતી તલવાર વડે લડીશ.
17 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ!
“પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે.
થુવાતિરામાંની મંડળીને ઈસુનો પત્ર
18 “થુવાતિરામાંની મંડળીના દૂતને આ લખ કે:
“દેવનો પુત્ર એક છે જેની આંખો અગ્નિની જવાળા જેવી છે. અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે તમને જે કહે છે તે આ છે.
19 “તું જે કરે છે તે હું જાણું છું. હું તારો પ્રેમ તારો વિશ્વાસ, તારી સેવા અને તારી ધીરજને જાણું છું. તે પ્રથમ જે કર્યું તેનાથી હમણાં તેં વધારે કર્યું છે તે પણ હું જાણું છું. 20 છતાં પણ મારે તારી વિરુંદ્ધ આટલું છે કે; તું ઈઝબેલ નામની સ્ત્રીને તેની ઈચ્છા મુજબ કરવા દે છે. તે કહે છે કે તે એક પ્રબોધિકા છે. પણ તે મારા લોકોને તેના ઉપદેશ વડે ભમાવે છે. ઈઝબેલ મારા લોકોને વ્યભિચારનું પાપ કરવાને તથા મૂતિર્ઓના નૈવેદ ખાવા માટે દોરે છે. 21 મેં તેને પસ્તાવો કરવા તથા પોતાના પાપમાંથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પરંતુ તે પસ્તાવો કરવા ઈચ્છતી નથી.
22 “અને તેથી હું તેને પીડાની પથારીમાં પાડીશ. અને બધા લોકો જેઓ તેની સાથે વ્યભિચાર કરે છે તેઓ ખૂબ સહન કરશે. તે જે કંઈ કરે છે તેનાથી તેઓ અટકશે નહિ, તો હવે હું આ કરીશ. 23 હું તેના છોકરાને પણ મારી નાખીશ. પછી બધી જ મંડળીઓ જાણશે કે મન તથા અત:કરણનો પારખનાર હું છું. અને હું તમારામાંના દરેકને તમે જે કામ કયુ છે તેનો બદલો આપીશ.
24 “પણ તમે બીજા લોકો જેઓ થુવાતિરામાં તેનાં બોધને અનુસર્યા નથી અને જેઓ શેતાનના ઉંડા મર્મોનો જે દાવો કરે છે, તેને જેઓ શીખ્યા નથી તે તમોને હું આ કહું છું કે: હું તમારા પર બીજો બોજો મૂક્તો નથી. 25 ફકત હું આવું નહી ત્યાં સુધી તમારી પાસે જે છે તેને વળગી રહો.
26 “પ્રત્યેક વ્યકતિ જે વિજય મેળવે છે અને હું ઈચ્છું છું તે કામો અન્ત સૂધી ચાલુ રાખે છે તેને હું અધિકાર આપીશ. હું તે વ્યક્તિ ને રાષ્ટ્રો પર અધિકાર આપીશ: 27 લોખંડના દંડથી તે તેઓ પર શાસન કરશે. માટીનાં વાસણની જેમ તેમના તે ટૂકડે ટૂકડા કરશે.[g] 28 આ તે જ અધિકાર છે જે મેં મારા પિતા પાસેથી પ્રાપ્ત કર્યો છે. હું તે વ્યક્તિ ને પ્રભાતનો તારો પણ આપીશ. 29 પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાભળવું જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International