M’Cheyne Bible Reading Plan
દિવ્ય શિલાલેખોની મૂસાને પુન:પ્રાપ્તિ
10 “એ પછી યહોવાએ મને કહ્યું, ‘પહેલાં હતી તેવી જ બે પથ્થરની તકતીઓ તૈયાર કર અને તેને મૂકવા માંટે લાકડાની એક પેટી બનાવ. પછી માંરી પાસે તકતીઓ લઈને પર્વત પર આવ. 2 તેથી હું તેં જે પહેલાની તકતીઓ તોડી નાખી છે, તેના પર જે લખાણ હતું તે જ હું આ તકતીઓ ઉપર લખી આપીશ, અને પછી તું એ તકતીઓને પેટીમાં મૂકી દેજે.’
3 “માંટે મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલાના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને તે લઈને હું પર્વત પર ગયો. 4 પછી, યહોવાએ જ્યારે તમે પર્વત પર સભામાં ભેગા થયા હતાં તે દિવસે અગ્નિમાંથી જે તમને કહ્યું હતું તે સમાંન દશ આજ્ઞાઓ લખી અને તે મને આપી. 5 પછી મેં પર્વત પરથી પાછા નીચે આવીને તે તકતીઓ યહોવાની આજ્ઞાનુસાર કોશમાં મૂકી, અને હજી પણ તે ત્યાં જ છે.”
6 (ઇસ્રાએલી પ્રજા બએરોથ બેની-યાઅકાનથી યાત્રાનો આરંભ કરી મોસેરાહ આવી; ત્યાં હારુનનું મૃત્યુ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર એલઆઝાર યાજક થયો. 7 ત્યાંથી ઇસ્રાએલીઓ ગુદગોદાહ ગયા અને ગુદગોદાહથી યોટબાથાહ ગયા. ત્યાં પાણીના ઝરણાં પુષ્કળ હતાં. 8 અહીં યહોવાએ લેવીના કુળને જુદું પાડીને ખાસ સેવા સોંપી: યહોવાએ આપેલી દશ આજ્ઞાઓ જેમાં હતી તે પેટી તેઓ ઊચકે, યહોવાની સેવામાં ઊભા રહી તેમની સેવા કરે અને યહોવાના નામે આશીર્વાદ આપે. આજપર્યંત લેવીના કુળનું કામ એ જ રહ્યું છે. 9 તેથી લેવીના વંશજોને જમીનનો કોઇ ભાગ આપવામાં આવ્યો નહિ; જેમ બીજા કુળસમૂહોને આપવામાં આવતો. તમાંરા દેવ યહોવાએ તેમને કહ્યું હતું તે મુજબ, યહોવા પોતે જ તેઓનો ભાગ છે.)
10 “પહેલાંની જેમ હું 40 દિવસ અને 40 રાત પર્વત પર રહ્યો અને યહોવાએ ફરીથી માંરી યાચના સાંભળી અને તમાંરો નાશ નહિ કરવા તે સંમત થયા. 11 પછી યહોવાએ મને કહ્યું, ‘ચાલ, આ લોકોની આગેવાની લેવા તૈયાર થા, જેથી મેં એમના પિતૃઓને જે પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તેનો એ લોકો ત્યાં જઈને કબજો મેળવી શકે.’
દેવની સંપૂર્ણ શરણાગતિની માંગણી
12 “હે ઇસ્રાએલીઓ, કાળજીપૂર્વક સાંભળો. યહોવા તમાંરા દેવ તમાંરી પાસેથી શું ઈચ્છે છે? તે ફકત તમને તેનાથી ડરવા, તેના દ્વારા બતાવાયેલા માંગેર્ ચાલવા, તેને પ્રેમ કરવા, અને તેની હૃદય અને આત્માંમાં ઊડેથી સેવા કરવા કહે છે. 13 અને આજે હું તમને યહોવાની જે આજ્ઞાઓ અને નિયમો આપું છું તેનું પાલન તમાંરા પોતાના ફાયદા માંટે કરો.
14 “પૃથ્વી પરનું સર્વસ્વ અને ઊચામાં ઉચા આકાશો પણ તમાંરા યહોવા દેવનાં છે. 15 તેમ છતાં યહોવાનો તમાંરા પિતૃઓ પરનો પ્રેમ એટલો તો દ્રઢ હતો કે, તેણે બધી પ્રજાઓમાંથી તેમના વંશજોને-તમને પસંદ કર્યા અને આજે પણ તમે એની પસંદ કરેલી પ્રજા છો.
16 “તેથી તમાંરાં પાપી હૃદયોને શુદ્વ કરો, ને હઠ છોડી દો, 17 કારણ કે, તમાંરા દેવ યહોવા દેવાધિદેવ છે, તે મહાન, પરાક્રમી અને ભીષણ છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી. 18 તે વિધવાઓને તથા અનાથોને ન્યાય આપે છે, પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19 તેથી તમાંરે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં વિદેશી હતા.
20 “તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ. 21 તમાંરે એમની જ સ્તુતિ કરવી, તે જ તમાંરા દેવ છે. તેમણે તમાંરા માંટે જે મહાન અને અદભૂત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે. 22 જયારે તમાંરા પિતૃઓ મિસર ગયા હતા ત્યારે તેઓ ફકત સિત્તેર જ હતા. પણ અત્યારે તમાંરા દેવ યહોવાએ તમને આકાશના તારાની જેમ અસંખ્ય અને અગણિત બનાવ્યા છે.
1 હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 હે પૃથ્વીના ન્યાયાધીશ,
ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
કેટલી વધારે?
4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
અનાથની હત્યા કરે છે.
7 તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 હે મૂર્ખ લોકો,
ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
તમે ક્યારે ડાહ્યાં થશો?
9 જે કાનનો ઘડનાર છે,
તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
હિઝિક્યાના આયુષ્યમાં પંદર વર્ષની વૃદ્ધિ
38 એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.’”
2 હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી: 3 “હે યહોવા, હું તમારી સાક્ષીએ એકનિષ્ઠાથી અને સચ્ચાઇપૂર્વક જીવન વીતાવુ છું. અને તમારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું.” પછી તે કટુતાપૂર્વક ખૂબ રડ્યો.
4 પછી યહોવાએ યશાયાને બીજો એક સંદેશો કહ્યો: 5 “તું પાછો જઇને હિઝિક્યાને કહે કે, આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાના વચન છે; ‘મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયાં છે. હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારી આપીશ. 6 હું તને અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઇશ.’”
7 યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યાં છે, તે તે પૂરાં કરશે. તેની આ નિશાની છે: 8 જુઓ, આહાઝના છાયાયંત્ર પ્રમાણે એ સૂર્યના પડછાયાને દશ આંક પાછો હઠાવશે! અને તરત જ પડછાયો દશ આંક પાછો હઠી ગયો.”
9 હિઝિક્યા રાજાએ માંદગીમાંથી સાજા થયા પછી પોતાનો અનુભવ વિષે આ ગીત લખ્યું:
10 મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે,
મારા આયુષ્યના શેષ વર્ષો કપાઇ જાય છે.
11 “હવે પછી કદી આ જીવલોકમાં હું યહોવાને જોવા નહિ પામું.
આ દુનિયામાં વસતા માણસને હું કદી નજરેય નહિ નિહાળીશ.
12 મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ,
મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે.
સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.
13 આખી રાત મેં કલ્પાંત કર્યુ છે;
જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય,
સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.
14 ટિટોડીની જેમ હું ટળવળું છું,
હોલાની જેમ હું આક્રંદ કરું છું,
મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે!
હે યહોવા મારા માલિક,
હું મુશ્કેલીમાં છું,
તમે મને ઉગારી લેવાનું વચન આપો.”
15 હું શું કહું?
મારા માલિકને શું કહું?
તેણે જ આ કર્યુ છે,
મારા જીવની વેદનાને લીધે
હું આખી જીંદગી સુધી હળવે હળવે ચાલીશ.
16 હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે.
હું કેવળ તારે માટે જ જીવીશ.
તેં મને સાજો કર્યો છે
અને જીવવા દીધો છે.
17 મારી બધી વેદના શમી ગઇ છે,
તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે.
તેં મારા બધાં પાપોને
તારી પીઠ પાછળ નાખી દીધાં છે.
18 જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં,
નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા.
જેઓ શેઓલમાં પહોંચી ગયા છે
તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.
19 હું આજે કરું છું તેમ, જીવંત, હા,
ફકત જીવંત વ્યકિત તારી સ્તુતિ કરી શકે છે.
વડવાઓ પોતાના સંતાનોને તેં પાળેલા વચન અને વિશ્વાસુપણાની વાત કરે છે.
20 “યહોવા મને તમે બચાવી લીધો છે,
તેથી જીવનભર અમે તારા મંદિરમાં, વીણા વગાડતાં વગાડતાં ગીતો ગાઇશું.”
21 યશાયાએ કહ્યું હતું, “અંજીરીમાંથી લેપ બનાવી તેના ગૂમડા પર લગાવો, એટલે તે સાજો થશે.”
22 વળી હિઝિક્યાએ પૂછયું હતું, “હું યહોવાના મંદિરમાં જઇશ તેની કઇ નિશાની યહોવા આપશે?”
સાતમી મુદ્રા
8 જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. 2 અને મેં દેવ આગળ ઊભા રહેનારા તે સાત દૂતોને જોયા. તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા હતાં.
3 ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી. 4 દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. 5 પછી દૂતે ધૂપદાનીને વેદીના અગ્નિથી ભરી. તે દૂતે ધૂપદાની જમીન પર ફેંકી દીધી. પછી ત્યાં વીજળીઓના ચમકારા, ગર્જનાઓઅને વાણીઓ સાથે ધરતીકંપ થવાં લાગ્યાં.
તે સાત દૂતો તેમનાં રણશિંગડા ફૂંકે છે
6 પછી જેમની પાસે સાત રણશિંગડાં હતાં. તે સાત દૂતો તેમના રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા.
7 પ્રથમ દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી રક્તમિશ્રિત કરા તથા અગ્નિ પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં; અને પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું જ લીલું ઘાસ બળી ગયું.
8 બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, 9 જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.
10 તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો. તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો. 11 તે તારાનું નામ કડવાદૌના[a] છે; અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો. ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં.
12 તે ચોથા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી સૂર્યના ત્રીજા ભાગ પર અને ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, તેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરુંપ થાય. દિવસ અને રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.
13 જ્યારે મેં જોયું તો અંતરિક્ષમાં ઊંચે ઊડતાં એક ગરુંડને સાંભળ્યું, તે ગરુંડે મોટે સાદે કહ્યું કે, “અફસોસ! અફસોસ! પૃથ્વી પર રહેનારાં લોકોને માટે અફસોસ! બીજા ત્રણ દૂતો વગાડશે અને તેઓનાં રણશિંગડાના અવાજ પછી આફતો આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International