M’Cheyne Bible Reading Plan
માંસ ખાવા વિષેના નિયમો
11 પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, 2 “તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો: 3 જે પ્રાણીઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તેને તમે જમી શકો.
4-6 “પરંતુ જે પ્રાણીઓની માંત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માંત્ર વાગોળતાં હોય તે પ્રાણીઓ તમાંરે જમવા જોઈએ નહિ, જેમ કે ઊટ, એ વાગોળે છે પણ એની ખરીને ફાટ નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું; ઘોર ખોદિયું અને સસલું, એ વાગોળે છે, પણ એના પગને ફાટ નથી; 7 તમાંરે એને અશુદ્ધ ગણવાં, ડુક્કરના પગે ફાટ હોય છે, પણ એ વાગોળતું નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું. 8 તમાંરે તેનું માંસ ખાવું નહિ કે તેમના શબને અડવું નહિ. તમાંરે તેમને અશુદ્ધ ગણવાં.”
દરિયાઈ ખાદ્યના નિયમો
9 “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો: ખારા પાણીનાં કે મીઠાં પાણીનાં બધાં પરવાળા તેમજ ભિંગડાઁવાળાં પ્રાણીઓ, 10 પરંતુ ખારા કે મીઠાં પાણીનાં નાનાં મોટાં જે પ્રાણીઓને કાં તો પર ન હોય કે ભિંગટાં પણ ન હોય તે તમે ખાઈ શકો નહિ, તમાંરા માંટે તે અશુદ્ધ છે. 11 તમાંરે તેમનું માંસ ખાવું જોઈએ નહિ કે તેમના શબને અડવું નહિ. 12 હું ફરીથી કહું છું કે જે કોઈ જળચર પ્રાણીને પર ન હોય કે ભિંગડાં ના હોય તે ખાવાની તમને મનાઈ છે.
અશુદ્ધ પક્ષીઓ
13 “આટલાં પક્ષીઓમાંથી નીચેના તમાંરે ન ખાવા અને અછુત ગણવા: ગરૂડ તથા ફરસ તથા ગીધ; 14 બાજ, સમડી; 15 કાગડા બધી જ દાતના, 16 શાહમૃગ, રાતશકરી, શકરો, શાખાફ બધી જ જાતના 17 ચીબરી, કરઢોક, ધૂવડ; 18 રાજહંસ, ઢીંચ, ગીધ; 19 બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ.
ખાદ્ય સર્પટિયાં વિષે નિયમો
20 “બધા પાંખવાળા ચોપગા કીડાઓને તમાંરે ખાવા નહિ, 21 પણ જેઓ ઠેકડા માંરી કૂદકા માંરે છે તેમનામાંથી આટલા તમે ખાઈ શકો: 22 બધી જ જાતનાં તીડ, બધી જ જાતનાં તમરાં, બધી જ જાતના તીતીધોડા, દરેક રણનાં તીડ.
23 “તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે. 24 “તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 25 જે કોઈ તેમના શબને ઉપાડી લે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા. વિધિ પ્રમાંણે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
પશુઓના અન્ય નિયમો
26-27 “જે પશુઓને ફાટવાળી ખરીઓ હોય પણ તેમના બરાબર બે સરખા ભાગ થતાં ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, અથવા જે જે ચોપગાં રાની પશુઓ પંજા ઉપર ચાલતાં હોય તે બધાં પશુઓને અશુદ્ધ ગણવા જે કોઈ તેમના શબને અડે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 28 અને જે કોઈ તેમના શબને ઉપાડે, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. કારણ કે તે માંટેની તમને મનાઈ કરેલી છે.
પેટે ચાલનારા પ્રાણીઓ વિષે નિયમો
29 “પેટે ચાલનારા આટલાં પ્રાણીઓની પણ તમને મનાઈ કરવામાં આવેલ છે: બધી જ જાતની ગરોળીઓ, નોળિયો, ઉદર, 30 ચંદન ધો, પાટલા ઘો, મગર સરડો તથા કાચીંડો. 31 પેટે ઘસીને ચાલનારાં પ્રાણીઓમાં આટલાંને તમાંરે અશુદ્ધ ગણવાં, જે કોઈ એમના શબને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
અશુદ્ધ પ્રાણીઓ વિષે નિયમો
32 “જે કોઈ વસ્તુ ઉપર એમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. એવી કોઈ પણ લાકડાની અથવા કપડાંની અથવા ચામડાની અથવા કંતાનની નિત્યના વપરાશની વસ્તુને પાણીમાં ધોઈ નાખવી. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તેનો ઉપયોગ થઈ શકે. 33 જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું. 34 જે કોઈ ખાવાના પદાર્થ પર એવાં માંટલામાંથી પાણી રેડયું હોય તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાંનું કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય. 35 જે કોઈ વસ્તુ પર આવા પ્રાણીનું શબ પડે તે અશુદ્ધ ગણાય, અને એ જો ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. કારણ કે એ અશુદ્ધ છે, અને તમાંરે એને અશુદ્ધ ગણવી જોઈએ.
36 “જો આવું શબ પાણીના ટાંકામાં, કૂવામાં કે ઝરણાંમાં કે કોઈ જળાશયમાં પડે તો તે પાણી અશુદ્ધ ન ગણાય, જો કે જે કોઈ તેમનાં શબને અડે તે અશુદ્ધ ગણાય. 37 જો એમાંના કોઈનું શબ વાવવાના દાણા પર પડે તો તે શુદ્ધ રહે. 38 પણ જો તે દાણા ભીના હોય અને તેના પર શબ પડે, તો તમાંરે તેને અશુદ્ધ ગણવા.
39 “તમને ખાવાની છૂટ આપવામાં આવી છે એવું પ્રાણી મરી જાય; તો તેના શબને જે કોઈ અડે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 40 જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
41 “જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ. 42 સર્વ પેટે ચાલનારાં ચોપગાં કે વધુ પગવાળાં જમીન પર પેટે ચાલનારાં નાનાં પ્રાણી પણ તમાંરે ખાવા નહિ કારણ કે તે અશુદ્ધ છે. 43 તમાંરે એ પ્રાણીઓને તમને આભડવા દેવા નહિ, તમાંરે અશુદ્ધ ન બનવું. 44 કારણ કે હું યહોવા તમાંરો દેવ છું. આ બાબતો વિષે તમે તમાંરી જાતને પવિત્ર રાખો, કારણ, હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલતાં કોઈ પ્રાણીથી તમાંરે તમાંરી જાતને અભડાવવી નહિ. 45 હું યહોવા છું, જે તમને મિસરમાંથી લાવ્યો હતો જેથી હું તમાંરો દેવ બની શકું. તમાંરે પવિત્ર થવું જ જોઈએ. કેમકે હું પવિત્ર છું.”
46 એટલે પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ અને જમીન પર પેટઘસીને ચાલનારા જીવોને લગતો નિયમ આ મુજબ છે. 47 એનો હેતું અશુદ્ધ અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય જીવોને જુદુ પાડવાનો છે.
પ્રસૂતિ પછી શુદ્ધિકરણ-સૂતકના નિયમો
12 પછી યહોવાએ મૂસાને જણાવ્યું, 2 “તું ઇસ્રાએલી પ્રજાને આ નિયમો જણાવ:
“જયારે કોઈ સ્ત્રીગર્ભ ધારણ કરે અને પુત્રને જન્મ આપે ત્યારે ઋતુકાળની જેમ તે સાત દિવસ સુધી તે અશુદ્ધ ગણાય તેથી તેને સાત દિવસ સૂતકના મર્યાદાના બંધનો લાગુ પડે. 3 તેના પુત્રની સુન્નત આઠમાં દિવસે અચૂક કરવી. 4 ત્યારબાદ તે સ્ત્રીઓ બીજા તેત્રીસ દિવસ સુધી તેનું લોહી શુદ્ધ થાય ત્યાં સુધી તેણે કોઈ અન્ય પવિત્ર વસ્તુને સ્પર્શ કરવો નહિ તથા મુલાકાતમંડપમાં દાખલ થવું નહિ. 5 વળી જો પુત્રી અવતરે તો તેના ઋતુકાળની જેમ તે ચૌદ દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેથી ત્યાં સુધી ઋતુકાળની જેમ તેણે રહેવું. અને બીજા છાસઠ દિવસ સુધી તેણે તેનું લોહી શુદ્ધ થવાની રાહ જોવી.
6 “તે પછી જયારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરોથાય ત્યારે એક છોકરી અથવા છોકરાની નવી માંતાએ દહનાર્પણ માંટે એક વર્ષનું ઘેટાનું બચ્ચું અને પાપાર્થાર્પણ માંટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકને આપી દેવું. 7 યાજક તેને યહોવા સમક્ષ ધરાવે અને તેના માંટે પ્રાયશ્ચિત કરે. એટલે તે તેના બાળકના જન્મ પછીના રકતસ્રાવની અશુદ્ધિમાંથી શુદ્ધ ગણાય. પ્રસૂતાને લગતો આ નિયમ ઉપર પ્રમાંણે છે. બાળકના જન્મ પછીની આ સર્વ વિધિ છે. 8 પરંતુ જો સ્ત્રીની શક્તિ ઘેટાનું બચ્ચું લાવવાની ના હોય, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં પણ લાવી શકે, એક દહનાર્પણ માંટે અને બીજું પાપાર્થાર્પણને માંટે. યાજકે પ્રાયશ્ચિત માંટેની વિધિ કરવી તે પોતાના લોહીની નુકસાનથી શુદ્ધ થશે.”
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
મૂર્ખ વિષે બોધ વચન
26 જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.
2 જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી.
3 ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે દંડો છે.
4 મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય.
5 મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ. જેથી તે જાણી શકે કે તે પોતાને માને છે તેટલો બુદ્ધિશાળી નથી.
6 તે વ્યકિત પોતાનો પગ કાપી નાખે છે તે પોતાની જાત સાથે હિંસા કરે છે. તેવીજ રીતે જે કોઇ મૂર્ખ મારફત સંદેશો મોકલાવે છે.
7 મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે.
8 જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.[a]
9 જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખના મોઢામાં સારી વાત.
10 મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે.
11 જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ કરેલી ભૂલ ફરી ફરીને કરે છે.
12 પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે.
13 આળસુ બહાના કાઢે છે, “રસ્તામાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે.”
14 જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે.
15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં થાક લાગે છે.
16 હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 જે વ્યકિત, તેનો પોતાનો ન હોય તેવા કજિયામાં દખલ કરે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે.
19 તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, “એ તો હું ગમત કરતો હતો.” એમ કહેનાર છે.
20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.
21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે.
22 નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે.
23 કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે. 24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે. 25 જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે. 26 વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે.
27 જે ખાડો ખોદે તે પડે, ને જો કોઇ વ્યકિત પથ્થર ગબડાવે તો તે પથ્થર ગબડીને તેના પર જ પાછો આવીને પડે.
28 જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે.
પ્રભુના આગમન માટે તૈયાર રહો
5 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી. 2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે. 3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ. 5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી. 6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ. 7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે. 8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે. 10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી. 11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
અંતિમ સૂચનાઓ અને શુભેચ્છાઓ
12 હવે ભાઈઓ અને બહેનો, અમે તમને જે લોકો તમારામાં પરિશ્રમ કરે છે અને પ્રભુમાં તમારા આગેવાનો છે અને તમને સૂચનો કરે છે તેઓનો તમે આદર કરો એમ અમે ઈચ્છીએ છીએ. 13 તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તેને ખાતર તેઓના તરફ પ્રેમ સાથે વધારે આદર દર્શાવો.
14 ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો. 15 એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.
16 સદા આનંદ કરો. 17 પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ. 18 દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે.
19 પવિત્ર આત્માનું કાર્ય કદાપિ અટકાવશો નહિ. 20 પ્રબોધને કદાપિ બિનમહત્વપૂર્ણ ન ગણશો. 21 પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો. 22 અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
23 અમે પ્રાર્થીએ છીએ કે દેવ પોતે જ, શાંતિદાતા તમને પૂરા પવિત્ર કરો; અને તેને જ પૂર્ણ આધિન બનાવે. અમે પ્રાર્થીએ છીએ કે તમારી સંપૂર્ણ જાત-આત્મા, પ્રાણ અને શરીર-સુરક્ષિત અને નિર્દોષ બની રહે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય. 24 તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો.
25 ભાઈઓ અને બહેનો, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. 26 જ્યારે તમે મળો ત્યારે સર્વ ભાઈઓ અને બહેનોને પવિત્ર ચુંબન કરજો. 27 પ્રભુના અધિકાર વડે હું તમને કહું છુ કે આ પત્ર દરેક ભાઈઓ અને બહેનોને વાંચી સંભળાવજો. 28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International