Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લેવીય 7

દોષાર્થાર્પણ માંટે વધુ નિયમો

“દોષાર્થાર્પણ માંટે લવાતાં અતિ પવિત્ર અર્પણો માંટેના નિયમો આ પ્રમાંણે છે: દોષાર્થર્પણ માંટેના અર્પણના પશુનો વધ, જયાં દહનાર્પણના પશુનો વધ થતો હોય ત્યાં કરવો અને તેનું લોહી વેદી પર અને ફરતું છાંટવું.

“યાજકે એની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી, જાડી પૂંછડી, આંતરડા પરની ચરબી, બંને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી, અને કાળજાનો ચરબીવાળો ભાગ આ સર્વ આહુતિ માંટે એક બાજુ રાખવું. યાજકે યહોવાને ચઢાવવામાં આવેલી આહુતિ તરીકે વેદી પર હોમી દેવી. એ દોષાર્થાર્પણની આહુતિ છે.

“યાજકના પરિવારનો કોઈ પણ પુરુષ સભ્ય તે જમી શકે. તે અતિ પવિત્ર છે; તેથી તે પવિત્ર જગ્યાએ જ જમવું. પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ માંટે એક જ નિયમ છે. એ યજ્ઞ કરનાર યાજકને મળે. કોઈ વ્યક્તિને ચઢાવેલા દહનાર્પણના પશુનું ચામડું હોમનાર યાજકને મળે. ભઠ્ઠીમાં બનાવેલું, અથવા કડાઈમાં તળેલુ કે તવામાં શેકેલું ખાદ્યાર્પણ તેને ધરાવનાર યાજકનું થાય. 10 અન્ય બીજાં બધાં ખાદ્યાર્પણો તેલમાં મોહ્યેલા કે મોહ્યા વગરના હારુનના પુત્રોની-યાજકોની સહિયારી માંલિકીના ગણય. તેથી બધા યાજકોએ તે સરખે ભાગે વહેંચી લેવાં.

શાંત્યર્પણો

11 “યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે. 12 જો કોઈ વ્યક્તિ આભાર માંટે અર્પણ ચઢાવતો હયો, તો શાંત્યર્પણ ઉપરાંત તેણે મોંયેલી બેખમીર રોટલી, તેલ ચોપડેલી બેખમીર ખાખરા તથા મોંયેલા લોટની પોળીઓ ચઢાવવા. 13 શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલી ભેગી મુકવી. 14 આમાંની એક રોટલી જે યાજક શાંત્યર્પણનુ લોહી છાંટે તેને આપવામાં આવશે. 15 જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.

16 “જો કોઈ વ્યક્તિ બાધાનો કે સ્વેચ્છાનો અર્પણ ચઢાવતો હોય તો તે ચઢાવે તે જ દિવસે અને તે પછીના દિવસે પણ જમી શકાય. 17 પણ ત્રીજા દિવસ સુધી જે વધે તેને બાળી નાખવું. 18 કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.

19 “જો માંસ કોઈ અપવિત્ર વસ્તુને અડેલું હોય, તો તે જમી શકાય નહિ, તેથી તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય તે શાંત્યર્પણનું માંસ જમી શકે છે. 20 જો કોઈ માંણસ અશુદ્ધ હોય છતાં શાંત્યર્પણમાંથી તે જમે તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

21 “જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”

22 પછી યહોવાએ મૂસાને કહ્યું, 23 “ઇસ્રાએલી પ્રજાને કહે કે તમાંરે કોઈ બળદ, ઘેટાં કે બકરાની ચરબી ખાવી નહિ. 24 કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ માંરી નાખેલા પશુની ચરબીનો બીજો ગમે તે ઉપયોગ કરવો પણ તમાંરે તે ખાવું નહિ. 25 જો કોઈ વ્યક્તિ યહોવાને આહુતિ તરીકે ધરાવેલા પશુની ચરબી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.

26 “તમે ગમે ત્યાં રહેતા હોય, પણ તમાંરે પશુનું કે પંખીનું લોહી ખાવું નહિ. 27 છતાં જો કોઈ લોહી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.”

આરતી અર્પણ માંટેના નિયમો

28 પછી યહોવાએ મૂસાને કહ્યું, 29 “ઇસ્રાએલી લોકોને આ કહે કે જે કોઈએ યહોવાને શાંત્યર્પણ ચઢાવવા લાવે તેણે તેનો અમુક ભાગ યહોવાને વિશેષ ભેટ તરીકે ધરાવવો. 30 તેણે પોતાને હાથે એ ભાગ લાવવો. તેણે ચરબી અને પ્રાણીની છાતી યાજક પાસે લાવવા. યાજકે છાતીને ઉચી કરવી અને આરતી અર્પણ કરીને યહોવાને અર્પણ કરવી. 31 યાજકે ચરબી વેદીમાં હોમી દેવી, પણ છાતીનો ભાગ હારુનના વંશના યાજકોનો થાય. 32 તમાંરા શાંત્યર્પણના પશુની જમણી જાંઘ પણ યાજકને આપવી. 33 એ જમણી જાંઘ જે યાજક શાંત્યર્પણને પશુનું લોહી અને તેની ચરબી ધરાવે તેના ભાગમાં જાય. 34 ઇસ્રાએલીઓએ ધરાવેલા આરતીનાં પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉ છું અને યાજક હારુનને અને તેના વંશજોને આપું છું. ઇસ્રાએલીઓ તરફથી એમને મળવું જોઈતું આ કાયમનું દાપું છે.”

35 જે દિવસે હારુન અને તેના પુત્રોનો યાજક પદે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને યહોવાને ધરાવેલા અભિષેકના હિસ્સામાંથી એ દાપુ આપ્યું હતું. 36 જે દિવસે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાએ આ ભાગો તેમને આપવાની ઇસ્રાએલીઓને આજ્ઞા કરી હતી, આ નિયમ સદા માંટે તેમના બધા વંશજોને માંટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.

37 દહનાર્પણ, ખાદ્યાર્પણ, પાપાથાર્પણ અને દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણને લગતા નિયમો આ પ્રમાંણે છે. 38 સિનાઈના રણમાં યહોવાએ ઇસ્રાએલપુત્રોને અર્પણ ચઢાવવા માંટેની આજ્ઞા કરી હતી, ત્યારે તે દિવસે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાંણે આજ્ઞા કરી હતી.

ગીતશાસ્ત્ર 7-8

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

નીતિવચનો 22

22 વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે.

દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને સર્જ્યા છે.

ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.

ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.

બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ.

ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.

જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.

ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

10 ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.

11 જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે.

12 યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.

13 આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.

14 પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઇ જેવું છે, જે તેમાં પડે છે તેના ઉપર યહોવાનો કોપ ઉતરે છે.

15 બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.

16 જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.

ત્રીસ બોધવચનો

17 જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ, અને હું તને જે સલાહ આપું છું તેમાં તારું ચિત્ત લગાડ. 18 જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે. 19 હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે. 20 મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે, 21 આના દ્વારા તું સત્ય જ્ઞાન પામીશ અને તેથી તું ભરોસા પાત્ર અહેવાલ લઇને તને જેણે મોકલ્યો છે તેની પાસે જઇ શકે.

– 1 –

22 ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ. 23 કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે.

– 2 –

24 ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર. 25 રખેને તું તેના જેવું વર્તન કરતાં શીખે અને જીવને જોખમમાં નાખે.

– 3 –

26 કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ. 27 જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે.

– 4 –

28 તારા પિતૃઓએ તોડેલા જૂના સીમાના પથ્થર હઠાવીશ નહિ.

– 5 –

29 પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

1 થેસ્સલોનિકીઓ 1

પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામા રહેતી મંડળી, તે મડંળી જોગ, દેવ બાપમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને કૃપા અને શાંતિ થાઓ.

થેસ્સલોનિકાના લોકોનો વિશ્વાસ અને જીવન

જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. જ્યારે અમે દેવ બાપને પ્રાર્થીએ છીએ ત્યારે તમારા વિશ્વાસને કારણે તમે જે કાર્યો કર્યા છે તેના માટે અમે સતત દેવનો આભાર માનીએ છીએ. અને તમારા પ્રેમને લીધે તમે જે કાર્યો કર્યો છે તેના માટે પણ અમે દેવનો આભાર માનીએ છીએ. અને તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશામાં દૃઢ બની રહો તે માટે અમે તેનો આભાર માનીએ છીએ.

ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે. અમે તમને સુવાર્તા પહોંચાડી પરંતુ અમે ફક્ત શબ્દોનો જ ઉપયોગ ન કર્યો, અમે સુવાર્તાને સાર્મથ્યસહિત લઈ આવ્યા. અમે તેને પવિત્ર આત્મા અને પૂર્ણ જ્ઞાન સહિત લઈ આવ્યા જે સત્ય છે. તમારી સાથે અમે ઉપસ્થિત હતા ત્યારે અમે કેવું જીવન જીવતા હતા તે પણ તમે જાણો છો. અમે તમને મદદકર્તા થઈએ એ રીતે જીવ્યા હતા. અને તમે અમારા જેવા અને પ્રભુ જેવા બન્યા. તમે ઘણું સહન કર્યુ, પરંતુ તમે આનંદપૂર્વક પ્રભુની વાત સ્વીકારી. પવિત્ર આત્માએ તમને તે આનંદ આપ્યો.

તમે મકદોનિયા અને અખાયામાં તમામ વિશ્વાસીઓ માટે નમૂનારૂપ બન્યા. તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં પ્રભુની વાત ફેલાઈ અને દેવ પ્રતિ તમારો વિશ્વાસ સર્વત્ર પ્રગટ થયો છે. તેથી તમારા વિશ્વાસ વિષે અમારે કાંઈ કહેવાની જરુંર નથી. અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે. 10 તમે મૂર્તિપૂજા બંધ કરી અને હવે તમે આકાશમાંથી દેવનો દીકરો આવે તેની પ્રતીક્ષા કરો છો. દેવે તે દીકરાને મૂએલામાંથી ઉઠાડયો તે ઈસુ છે, કે જે આપણને દેવના આવનારા ન્યાયમાંથી બચાવે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International