Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 શમુએલનું 8-9

દાઉદ અનેક યુદ્ધો જીતે છે

ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો. તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.

રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો. દાઉદે તેની પાસેથી 1,700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા[a].

દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા. દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો. પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી.

જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે. 10 એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો. 11 દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી. 12 દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં. 13 વળી, દાઉદે મીઠાની ખીણમાં જ 18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી, 14 અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.

દાઉદનું શાસન

15 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું. 16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો. 17 અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો. 18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનો[b] અંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.

દાઉદની શાઉલના કુળ પ્રત્યે દયા

દાઉદે એક દિવસ વિચાર્યુ, “શાઉલના કુટુંબમાં કોઈ હજુ સુધી જીવંત હશે શું? જેના ઉપર હું યોનાથાનને કારણે કૃપાદૃષ્ટિ રાખી શકું?”

શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?”

“જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો.

રાજાએ કહ્યું, “શાઉલના કુટુંબમાં એવું કોઇ છે જેના પર હું યહોવાને નામે દયા કરી શકું?”

સીબાએ કહ્યું, “હાજી, યોનાથાનનો બંને પગે લગંડો એક દીકરો હજુ જીવંત છે.”

દાઉદે પૂછયું, “તે કયાં છે?”

સીબાએ કહ્યું, “તે લોદબારમાં આમ્મીએલના પુત્ર માંખીરના ઘરમાં છે.”

આથી દાઉદે યોનાથાનના પુત્રને લોદબારના આમ્મીએલના પુત્ર માંખીરને ત્યાંથી તેડી મંગાવ્યો. તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું.

દાઉદે કહ્યું, “મફીબોશેથ?”

તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”

ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”

મફીબોશેથે પુન:લાંબા થઈને પ્રણામ કર્યા. અને કહ્યું, “હું તો મરેલા કુતરા જેવો છું, માંરા ઉપર આપ આટલી બધી કૃપાદ્રષ્ટિ શા માંટે રાખો છો?”

પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું. 10 તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.”

સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા. 11 સીબાએ જવાબ આપ્યો, “આપ નામદારની બધી આજ્ઞા આ સેવક ઉઠાવશે.”

આમ, મફીબોશેથના રાજાના કુંવરની જ જેમ રાજા સાથે ભોજન કરતો. 12 મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં. 13 પણ મફીબોશેથ મહેલમાં રહેવા માંટે યરૂશાલેમ ગયો અને ત્યાં રાજાની સાથે ભોજન લેતો હતો. એ બંને પગે અપંગ હતો.

1 કાળવૃત્તાંતનું 18

દુશ્મનો પર દાઉદનો વિજય

18 એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં.

તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

એ પછી દાઉદે ફ્રાત નદીની આસપાસના પ્રદેશ પર કબજો જમાવવા જતા સોબાહના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો. દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.

દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદારએઝેરની વહારે આવ્યાં તો દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા. અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.

દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો. વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.

હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે, 10 તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો. 11 તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.

12 સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા. 13 સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

દાઉદના મહત્વના કામદારો

14 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં. 15 સરૂયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International