Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 શમુએલનું 25-27

દાઉદ અને મુર્ખ નાબાલ

25 થોડા સમય બાદ શમુએલનું અવસાન થયું. સર્વ ઇસ્રાએલીઓ તેના દફન માંટે ભેગા થયા અને તેના અવસાન પર તેઓએ શોક જાહેર કર્યો, અને રામાંમાં તેને ઘરમાં દફનાવ્યો.

એ પછી દાઉદ પારાનના રણમાં ચાલ્યો ગયો. ત્યાં માંઓનમાં એક માંણસ રહેતો હતો, તે ઘણો ધનવાન હતો, તેની પાસે 3,000 ઘેટાઁ અને 1,000 બકરાં હતાં. તે કામેર્લમાં તેના ઘેટાઁના ઊન કાપવાની દેખરેખ કરી રહ્યો હતો. તેનું નામ નાબાલ હતું; અને તેની પત્નીનું નામ અબીગાઈલ હતું, તે ખૂબ રૂપાળી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. પરંતુ તેનો પતિ અસભ્ય અને તોછડો હતો. તે કાલેબ વંશનો હતો.

દાઉદને વગડામાં ખબર મળી કે, નાબાલ ઘેટાંનું ઊન ઉતરાવે છે. એટલે તેણે દસ જુવાન માંણસોને બોલાવ્યા અને કહ્યું, “તમે કામેર્લ પહોંચી જાઓ, અને નાબાલને ‘પ્રણામ’ કરજો અને માંરા અભિનંદન કહેજો.” તમાંરે માંરા ભાઈને એમ કહેવું કે, “દાઉદ તમાંરી, તમાંરા કુટુંબની અને તમાંરી સંપત્તિની સુરક્ષા, આબાદી અને વૃદ્ધિ ઈચ્છે છે. મેં સાંભળ્યું છે કે તમાંરા સેવકો તમાંરા ઘેટાઁનું ઊન ઉતારી રહ્યા છે. તમાંરા ઘેટાઁપાળકો થોડા સમય માંટે કામેર્લમાં અમાંરી સાથે હતા અને અમે તેમને હેરાન કર્યા નહોતા, અથવા ઈજા કરી નહોતી અને તેમનું કશું ચોર્યુ ન હતું. જો તમે એમને પૂછશો તો તેઓ કહેશે, આથી માંરા માંણસોનો સત્કાર કરજો, કારણ અમે ઉત્સવના દિવસે તમાંરી પાસે આવીએ છીએ. કૃપા કરીને તમને જે મળે તે અમને તારા સેવકોને તથા તારા પુત્ર દાઉદને આપજે.”

દાઉદના માંણસોએ આવીને નાબાલને દાઉદના નામે સંદેશો પહોંચાડયો, તેઓ બોલી રહ્યા એટલે 10 નાબાલે દાઉદના માંણસોને કહ્યું, “દાઉદ કોણ છે? આ યશાઇનો પુત્ર કોણ છે? આજકાલ કેટલાય ગુલામો ધણી પાસે થી ભાગી જાય છે! 11 મે રોટલી, દ્રાક્ષારસ અને માંસ માંરા સેવકો જે ઊન ઉતારવાનું કરે છે તેમના માંટે રાખ્યા, તેને માંટે માંરે એ લોકોને સોંપી દેવા, જેઓને હું જાણતો પણ નથી?”

12 દાઉદના માંણસો પાછા ફર્યા અને તેમણે દાઉદને આ બધું કહી સંભળાવ્યું. 13 દાઉદે કહ્યું, “દરેક જણ તરવાર બાંધી લે!” બધાએ તરવાર બાંધી લીધી. દાઉદે પણ તરવાર બાંધી લીધી, અને 400 માંણસો તેની સાથે ગયા અને સામાંન સાચવવા માંટે 200 માંણસો પાછળ રહ્યા.

મુસીબત ટાળતી અબીગાઇલ

14 તે દરમ્યાન નાબાલના એક સેવકે નાબાલની પત્ની અબીગાઈલને કહ્યું, “દાઉદે જગંલમાંથી કેટલાક સંદેશવાહકો માંરફતે આપણા ધણીને પ્રણામ કહેવડાવ્યા; પણ એ તેમના પર ઉકળી ઊઠયો. 15 પરંતુ એ લોકો અમાંરી સાથે બહુ દયાથી ર્વત્યા હતા. એ લોકોએ અમને કોઈ ઇજા કરી નહોતી અને અમે એમની સાથે ચરામાં હતા ત્યારે અમાંરું કંઈ ખોવાયું નહોતું; 16 વળી જયારે અમે ઘેટાં સંભાળતા હતા, ત્યારે રાતદિવસ તેઓ અમાંરું રક્ષણ કરતા હતા. 17 તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”

18 એટલે અબીગાઈલે તરત જ 200 રોટલી, દ્રાક્ષારસની બે મશકો, પાંચ રાંધેલાં તૈયાર ઘેટાઁ, એક બુશેલ શેકેલી ધાણી, સો ઝૂમખાં સૂકી દ્રાક્ષ, તથા સૂકાં અંજીરનાં 200 ચકતાં લઈને ગધેડાં ઉપર ચડાવી દીધાં. 19 પછી તેણે સેવકોને કહ્યું, “તમે આગળ જાઓ, હું તમાંરી પાછળ આવું છું,” અને તેણે પોતાના પતિને કશુ કહ્યું નહિ.

20 ગધેડા પર બેસીને તે એક ટેકરી ઉપર વળાંક લેતી હતી, ત્યાં દાઉદ અને તેના માંણસો તેને સામાં મળ્યા.

21 દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો! 22 હું જો સવાર સુધીમાં એનો એક પણ માંણસ જીવતો રહેવા દઉં તો દેવનો શાપ માંરા પર ઉતરો.”

23 દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચું મોઢુ કરીને નમી. 24 અબીગાઇલ દાઉદના પગે પડી અને કહ્યું “ધણી, જે થયું તેના માંટે મને દોષ આપો. કૃપા કરીને મને તમને કઇંક કહેવા દો. આ તમાંરી દાસી તમને એનઁુ સાંભળવા કહે છે. 25 તમે એ દુરાચારી માંણસ ઉપર ધ્યાન આપશો નહિ, એનું નામ નાબાલ છે અને તે એના નામ જેવો જ છે તે ખરેખર એક દુષ્ટ છે. ધણી, તમે કેટલાક માંણસોને મોકલ્યા, પણ મે તેમને જોયા નહિ. 26 અને, માંરા માંલિક, યહોવાએ જ આપને ખૂનરેજીથી અને પોતાને હાથે વેરનો બદલો લેવાથી રોકયા છે. હું યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે આપના દુશ્મનો અને આપનું ભૂંડું ઇચ્છનારાઓના હાલ નાબાલ જેવા થશે. 27 જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો. 28 માંરો જો કોઈ અપરાધ થયો હોય તો ધણી માંફ કરે. યહોવા આપને અને આપનાં વંશજોને સદાને માંટે રાજપદે સ્થાપનાર છે. કારણ કે આપ યહોવાની લડાઈ લડી રહ્યા છો અને જીવન ભર આપને કોઈ આફત આવે તેમ નથી. 29 હું કહુ છું, જો કોઈ માંણસ આપની પાછળ પડે અને આપનો જીવ લેવા માંગે, તો આપના દેવ યહોવા આપના જીવનનું રક્ષણ કરશે, પણ યહોવા તમાંરા દુશ્મનોનો જીવ ગોફણમાંથી પથરાની જેમ ફેંકી દેશે. 30 અને જયારે યહોવા આપનું ભલું કરવાનાં બધાં વચનો પૂરાં કરશે અને આપને દેવ ઇસ્રાએલના રાજા બનાવશે, 31 તમે નિર્દોષ માંણસની હત્યાંનાં અપરાધી નહિ બનો, તમે આમ પડશો નહિ. અને યહોવા જ્યારે તમને વિજય અને સફળતા આપે ત્યારે તમાંરી આ દાસીને યાદ કરજો.”

32 દાઉદે અબીગાઈલને કહ્યું, “ધન્ય છે ઇસ્રાએલના દેવ યહોવાને, જેણે આજે તમને મળવા માંટે મને મોકલી! 33 વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો. 34 તમને ઇજા કરતાં મને રોકનાર ઇસ્રાએલના દેવ યહોવાના સમ ખાઈને કહું છું કે, જો તું મને અહીં મળવા માંટે વહેલી તકે આવી ન હોત તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માંણસ જીવતો રહ્યો ન હોત.”

35 ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”

નાબાલનું મૃત્યુ

36 અબીગાઈલ પાછી ઘેર ગઈ ત્યારે નાબાલ કોઈ રાજાને છાજે એવી ઉજાણી માંણતો હતો; તે લહેરમાં આવ્યો હતો અને તે ઘણો પીધેલો હતો, આથી અબીગાઈલે તેને સવાર થતાં સુધી કંઈજ કહ્યું નહિ. 37 સવારે તેનો દ્રાક્ષારસનો નશો ઊતરી ગયો, ત્યારે અબીગાઈલે તેને બધું કહી સંભળાવ્યું. જ્યારે તેણે બધું સાંભળીલીધુ ત્યારે તેને હૃદય પર હુમલો થયો અને તે પથ્થર જેવો કઠણ થઈ ગયો. 38 દસ દિવસ પછી યહોવાએ તેનુ મરણ નિપજાવ્યુ.

39 જયારે દાઉદે જાણ્યું કે, નાબાલ મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું, “ધન્ય છે યહોવાને જેણે માંરું અપમાંન કરવા બદલ નાબાલને સજા કરી. એણે પોતાના આ સેવકને ખોટું કરતાં રોકયો! અને તેના દુષ્ટ કાર્યોને લીધે નાબાલનું મરણ નિપજાવ્યુ.”

પછી દાઉદે અબીગાઈલને સંદેશો મોકલ્યો કે તે તેણીને પરણવા ઇચ્છે છે. 40 દાઉદના માંણસોએ કામેર્લમાં અબીગાઈલ પાસે આવીને કહ્યું, “દાઉદે અમને તને તેની પત્ની તરીકે લઈ જવાને મોકલ્યા છે.”

41 અબીગાઈલે જમીન સુધી વાંકી વળીને નમન કર્યું કહેતા, “આ દાસી માંરા ધણીના સેવકોના ચરણ ધોવા તૈયાર છે.”

42 પછી અબીગાઈલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની સ્ત્રી થઈ. 43 દાઉદ પરણેલો હતો અને હવે તેને બે પત્નીઓ હતી. તેઓ છે: યિઝએલી અહીનોઆમ અને કામેર્લની અબીગાઇલ. 44 દેરમ્યાનમાં શાઉલે પોતાની પુત્રી મીખાલ જે દાઉદની પત્ની હતી તેને ગાલ્લીમના વતની લાઈશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.

દાઉદ અને અબીગાઈલ શાઉલની છાવણીમાં ગયાં

26 ઝીફના લોકોએ ગિબયાહમાં શાઉલની પાસે આવીને કહ્યું કે, “દાઉદ યહૂદાના વગડાની સામે આવેલા હખીલાહના પર્વતમાં છૂપાયેલો છે.”

એ સાંભળીને શાઉલ ઊઠયો, ઇસ્રાએલના 3,000 ચૂંટી કાઢેલા માંણસોને પોતાની સાથે લઈને તે ઝીફના રાનમાં દાઉદની શોધ કરવાને પહોંચી ગયો. શાઉલે હખીલાહના ડુંગરાંમાં છાવણી નાખી.

તે રસ્તાની બાજુમાં હતી. દાઉદ રણમાં રહેતો હતો, અને તેને ખબર પડી કે શાઉલ હખીલાહ આવ્યો છે. તેથી દાઉદે અમુક જાસૂસોને મોકલ્યા અને તેઓએ પાકુ કર્યુ કે શાઉલ ખરેખર હખીલાહ આવ્યો છે. ખબર મેળવી કે શાઉલ અમુક સ્થળે પહોંચ્યો છે. પછી દાઉદ શાઉલની છાવણી પર ગયો. તેણે શાઉલ અને તેનો સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર કયાં સૂતેલા છે તે જોઈ લીંધુ. શાઉલ છાવણીની વચ્ચે સૂતેલો હતો અને લશ્કર શાઉલની આસપાસ હતું.

દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?”

અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

આથી દાઉદ અને અબીશાય રાત્રે છાવણીમાં ગયા. તેમણે શાઉલને સૈનિકોની વચ્ચે છાવણીની મધ્યે સૂતેલો જોયો. તેનો ભાલો તેના માંથા આગળ જમીનમાં ખોસેલો હતો. આબ્નેર અને લશ્કર તેની ફરતે સૂતેલા હતા. અબીશાયે દાઉદને કહ્યું, “દેવે આજે તારા દુશ્મનને તારા હાથમાં સુપ્રત કર્યા છે. હું એને ભાલાના એક જ ઘાથી ભોંય સાથે જડી દઈશ. માંરે બીજો ઘા કરવો પડે નહિ.”

દાઉદે અબીશાયને કહ્યું, “શાઉલની હત્યા કરીશ નહિ, રાજા યહોવાનો પસંદ કરાયેલો છે, જે કોઇ તેની હત્યા કરશે તેને સજા થશે? 10 દાઉદે વધુમાં કહ્યું, યહોવાના સમ, યહોવા જ એને પૂરો કરશે; અથવા તો એનો સમય ભરાશે ને તે મરી જશે, અથવા તે યુદ્ધે ચઢશે અને તેમાં તેનો નાશ થશે. 11 પણ યહોવાને હું પ્રાર્થના કરું છું કે તેમને અભિષેક કર્યો છે તે રાજા ઉપર મને ઇજા ન કરવા દે! હવે તું એના માંથા આગળથી ભાલો અને પાણીનો કૂજો લઈ લે અને આપણે અહીંથી ચાલતા થઈએ.”

12 આથી દાઉદે શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને પાણીનો કૂંજો લીધો અને ચાલ્યો ગયો. પણ કોઇએ દાઉદ અને અબીશાયને શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને કૂંજો લઇ જતા જોયા નહિ. કોઇએ કઇજ જોયું નહિ. છાવણી માં બધાં ઊંઘતા હતા અને યહોવાએ તેમને બધાને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.

શાઉલને ફરી શરમાંવતો દાઉદ

13 પછી દાઉદ બીજી બાજુએ ચાલ્યો ગયો અને દૂર એક ટેકરી ઉપર જઈને ઊભો રહ્યો. તેમની વચ્ચે અંતર ઘણું હતું. 14 દાઉદે લશ્કરને અને નેરના પુત્ર આબ્નેરને હાંક માંરી કહ્યું, “આબ્નેર, જવાબ આપ!”

આબ્નેર બોલ્યો, “એ કોણ રાજાને ઘાંટો પાડે છે?”

15 દાઉદે આબ્નેરને કહ્યું, “બધા ઇસ્રાએલીઓમાં તું એમ સમજે છે કે તું બીજા માંણસ કરતા સારો છે, તે એમ છે? તો તે તારા ધણી રાજાને માંરી નાખવા એક સામાંન્ય માંણસ આવ્યો ત્યારે શા માંટે રક્ષણ કર્યુ નહિ? 16 જે તે કર્યુ છે તે સારુ ન હતુ, કારણ તેઁ તારા ધણીનું રક્ષણ નથી કર્યુ, આપણા યહોવાએ તેને રાજા બનાવ્યો છે અને તે એની રક્ષા નથી કરી, તું અને તારા માંણસો મરવાને લાયક છો! રાજાના માંથા પાસે હતો તે ભાલો અને કૂંજો ક્યાં છે તે જુઓ.”

17 શાઉલે દાઉદનો અવાજ ઓળખ્યો અને કહ્યું, “આ કોણ માંરો પુત્ર દાઉદ બોલે છે કે?”

દાઉદે કહ્યું, “હાં માંરા ધણી અને રાજા હું છું! 18 આપ માંરી તમાંરા સેવકની પાછળ કેમ પડ્યાં છો? મેં શો ગુનો કર્યો છે? મેં કયું કાવતરું કર્યુ છે? 19 માંરા ધણી અને રાજા, માંરુ સાંભળો, તમાંરા સેવકને વાત કરતા: જો યહોવાએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય, તો તેઓ માંરા અર્પણો સ્વીકારે, પણ જો માંણસોએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય તો ભલે દેવથી એમના માંટે ખરાબ થાય. યહોવાએ આપણને આપેલ ભૂમિમાંથી લોકોએ મને બહાર હાંકી કાઢયો. તેઓએ કહ્યું ચાલ્યો જા, અને બીજા વિદેશી દેવોની સેવા કર. 20 મને યહોવાની હાજરીથી દૂર માંરી નાખતા નહિ ઇસ્રાએલના રાજા માંત્ર માંખીની પાછળ પડ્યાં છે, તમે તો પર્વતો ઉપર તેતરનો શિકાર કરે એ માંણસ જેવા છો.”

21 ત્યારે શાઉલે કહ્યું, “માંરી ભૂલ થઈ, માંરા પુત્ર દાઉદ, તું પાછો આવ; આજે તેઁ મને બતાવ્યું છે કે માંરો જીવ તારા માંટે કિંમતી છે. હવે હું તને કદી ઇજા નહિ કરું અને ફરી કદી મૂર્ખાઇથી વર્તીશ નહિ. મેં બહું ખોટું કર્યુ છે.”

22 દાઉદે જવાબ આપ્યો, “આ રહ્યો રાજાનો ભાલો. તમાંરા કોઈ માંણસને મોકલીને મંગાવી લો. 23 ભલે યહોવા માંણસને તેના સાચા કાર્યો અને વિશ્વાસુપણા પ્રમાંણે બદલો આપે. આજે યહોવાએ તને માંરા હાથમાં સોપી દીધો હતો પરંતુ યહોવાએ તને રાજા બનાવ્યો છે. તેથી હું એમના પસંદ કરેલા માંણસને ઇજા ન કરી શકું. 24 જેમ મેં તમાંરો જીવ બચાવ્યો છે જે આજે કિંમતી છે, તેમ યહોવા બતાડશે કે માંરો જીવ એમને કિંમતી છે! બધી મુશ્કેલીઓથી તેઓ માંરુ રક્ષણ કરશે.”

25 પછી શાઉલે દાઉદને કહ્યું, “માંરા પુત્ર, દાઉદ, હું તને આશીર્વાદ આપુ છું. તને આશીર્વાદ મળે, તું મહાન કાર્યો કરે અને વિજયી બને.”

પછી દાઉદ પોતાને રસ્તે પડયો અને શાઉલ પોતાને ઘેર પાછો ફર્યો.

પલિસ્તીઓ વચ્ચે દાઉદ

27 દાઉદે પોતાના મનમાં વિચાર કર્યો, “કોઈ દિવસ શાઉલ મને માંરી નાખશે, એટલે હું પલિસ્તીઓના પ્રદેશમાં નાસી જાઉં એ જ ઉત્તમ છે. તો શાઉલ માંરી આશા છોડી દેશે; અને આખા ઇસ્રાએલમાં માંરી શોધ કરવાનું માંડી વાળશે અને હું સુરક્ષિત રહી શકીશ.”

આથી દાઉદ અને તેના 600 માંણસો ઊપડયા અને ગાથના રાજા માંઓખના પુત્ર આખીશ પાસે ચાલ્યા ગયા. દાઉદ અને તેના માંણસો પોતપોતાનાં કુટુંબોની સાથે આખીશની પાસે ગાથમાં સ્થાયી થયા. દાઉદની સાથે તેની બે પત્નીઓ હતી: યિઝએલી અહીનોઆમ તથા નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલ, જયારે શાઉલને ખબર પડી કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, ત્યારે તેણે તેને શોધવાનું છોડી દીધું.

દાઉદે આખીશને કહ્યું, “તમે જો માંરાથી પ્રસન્ન હોવ તો, મને ગ્રામ પ્રદેશના એકાદ નગરમાં એક જગ્યા આપો. હું તો માંત્ર એક સેવક છું તેથી માંરે આપ નામદાર સાથે પાટનગરમાં શા માંટે રહેવું જોઈએ?”

આથી તે દિવસે આખીશે તેને સિકલાગ આપ્યું; તેથી સિકલાગ આજ સુધી યહૂદાના રાજાની મિલકત છે. સોળ મહિના સુધી દાઉદ પલિસ્તીઓના હાથમાં રહ્યો.

રાજા આખીશને મૂર્ખ બનાવતો દાઉદ

દાઉદ અને તેના માંણસો ગશૂરીઓ, ગિઝીર્ઓ, અને અમાંલેકીઓના પ્રદેશમાં ધાડ પાડવા નીકળી પડતા. એ લોકો જૂના જમાંનાથી શૂર અને મિસર સુધીના પ્રદેશમાં વસતા હતા. દાઉદ કોઈ દેશ પર હુમલો કરતો ત્યારે ત્યાં સ્ત્રી કે પુરુષ કોઈને જીવતા જવા દેતો નહિ; ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટ અને વસ્ત્રો સુદ્ધાં હરી લેતો અને પાછો આખીશ પાસે આવતો.

10 આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” 11 દાઉદ કદી કોઈ સ્ત્રીને કે પુરુષને જીવતાં ગાથ લાવતો નહિ, રખેને તેઓ દાઉદ અને તેનાં માંણસોની વિરુદ્ધ કહે કે, “દાઉદે આમ કર્યુ છે.”

દાઉદ પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો; તે બધો સમય આ પ્રમાંણે જ કરતો. 12 આખીશને દાઉદ ઉપર વિશ્વાસ હતો, કારણ, તે એમ ધારતો કે, “તે એના લોકો ઇસ્રાએલમાં એવો અકારો થઈ પડયો છે કે, તે હંમેશા માંરો દાસ થઈને રહેશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International