Chronological
યહોશુઆની વિરુદ્ધ ગિબયોનીઓની ચાલાકી
9 આ વસ્તુઓને યર્દન નદીની પશ્ચિમ દિશાના બધા રાજાઓ દ્વારા સાંભળવામાં આવી હતી. હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, હિવ્વીઓના રાજાઓ. તેઓએ તેમનું રાજ્ય પર્વતીય દેશમાં અને ભુમધ્ય સમુદ્રના સમગ્ર કિનારાથી છેક લબાનોન. 2 યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.
3 પણ જયારે ગિબયોનના લોકોએ યહોશુઆએ યરીખો અને “આય” ના નગરના શા હાલ કર્યા હતા તે સાંભળ્યું. 4 ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી. 5 તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા. 6 પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને મળ્યા અને તેઓએ યહોશુઆ તથા ઇસ્રાએલના લોકોને કહ્યું, “અમે દૂર દેશથી તમાંરી સાથે શાંતિના કરાર કરવાની માંગણી સાથે આવ્યા છીએ. અમાંરી સાથે સંધિ કરો.”
7 પરંતુ ઇસ્રાએલીઓએ હિવ્વીઓને કહ્યું, “તમે કદાચ અમાંરી પડોશમાં જ રહેતા હોવ એમ પણ બને. અને તમે પડોશમાં રહ્યાં હોય તો અમે તમાંરી સાથે સંધિ કેવી રીતે કરી શકીએ?”
8 એટલે તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમાંરા સેવકો છીએ.”
યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો અને તમે કયાંથી આવ્યાં છો?”
9 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે. 10 અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે. 11 તેથી અમાંરા આગેવાનોએ અને અમાંરા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરી માંટે જરૂરી ભાથું લઈને એ લોકોને જઈને મળો’ અને કહો કે, ‘અમે તમાંરા દાસ છીએ એટલે અમાંરી સાથે કૃપા કરીને સંધિ કરો. આ અમાંરા રોટલા જુઓ.’”
12 “અમે જયારે તમને મળવા માંટે ઘેરથી નીકળ્યા ત્યારે એ ગરમ હતા, પણ અત્યારે તમે જુઓ કે એ કેવા સૂકા અને ફુગાઈ ગયા છે! 13 અમે જયારે આ મશકોમાં દ્રાક્ષારસ ભર્યો ત્યારે એ નવા હતા, પણ અત્યારે એ બધા ફાટી ગયા છે, અમાંરાં કપડાં અને પગરખાં પણ લાંબા પ્રવાસને કારણે ઘસાઈ ને ફાટી ગયાં છે.”
14 ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ. 15 યહોશુઆએ તેમની સાથે શાંતિના કરાર કર્યા અને તેમને જીવનદાન આપવાનું વચન આપ્યું. અને ઇસ્રાએલના સમાંજના આગેવાનોએ તેને વચન આપીને મંજૂરી આપી.
16 પરંતુ સંધિ કર્યા બાદ ત્રણ દિવસ પછી સાચી હકીકત જાહેર થઈ કે એ લોકો તો તેમના નજીકના પાડોશીઓ જ હતા. 17 તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા. 18 પરંતુ આગેવાનોએ ઇસ્રાએલના દેવ યહોવાના નામ પર શપથ લીધાં હતા કે તેઓ તેમના પર હુમલો નહિ કરે, એટલે તેઓ તેમને માંરી શક્યાં નહિ, બધા લોકોએ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી. 19 તેથી આગેવાનોએ ભરી સભામાં જણાવ્યું, “આપણે ઇસ્રાએલના દેવ યહોવો સમક્ષ એ લોકોને સમ લઈને વચન આપ્યું છે, એટલે આ પ્રમાંણે કરીશું: 20 આપણે તેમને જીવતા રહેવા દઈશું; કારણ કે જો એમ વચનનો ભંગ કરીએ તો યહોવાનો કોપ આપણા પર આવી પડે. 21 તેથી એ લોકો જીવતા રહે. પણ તેઓએ સમાંજના કઠિયારા અને પખાલી થવું પડશે.” લોકો આગેવાનોના કહ્યાં પ્રમાંણે કરવાને કબૂલ થયા અને શાંતિના કરારનો ભંગ કર્યો નહિ.
22 યહોશુઆએ ગિબયોનના માંણસોને બોલાવડાવ્યા અને કહ્યું, “તમે અમાંરી નજીકમાં જ રહેતા હોવા છતાં, અમે દૂર દેશમાં રહીએ છીએ એ કહીને અમાંરી સાથે છેતરપિંડી શા માંટે કરી? 23 આથી તમે હવે શાપિત થયા છો. તમે બધા સદા માંટે અમાંરા ગુલામ થશો. તમે અમાંરા દેવના મંદિરના પખાલી અને કઠિયારા રહેશો.”
24 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું. 25 પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.”
26 તેથી યહોશુઆએ તે લોકોને માંરી નાખવાની પરવાનગી ઇસ્રાએલી લોકોને આપી નહિં અને તેઓને ઉગારી લીધા. 27 પણ ત્યાર પછી યહોશુઆએ આ લોકોને લાકડું કાપવા અને ઇસ્રાએલના લોકો માંટે અને યહોવાના મંદિર માંટે પાણી લાવવા ફરજ પાડી. આજ દિવસ સુધી તેઓ યહોવાએ પસંદ કરેલ જગ્યાએ આજ કામ કરી રહ્યાં છે.
તે દિવસે સૂર્ય પણ થંભી ગયો
10 જયારે યરૂશાલેમના રાજા અદોની સદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આયનગર કબજે કર્યુ છે અને તેણે જેમ યરીખોનો અને તેના રાજાનો નાશ કર્યો હતો તેમ આયનગરનો અને તેના રાજાનો પણ નાશ કર્યો છે, અને ગિબયોનની પ્રજાએ ઇસ્રાએલ સાથે શાંતિકરાર કરીને તેમની સાથે રહેવા માંડયું છે. 2 તે વિષે જાણ્યું ત્યારથી યરૂશાલેમના લોકો ઘણા જ ડરી ગયા, કારણ કે ગિબયોન તો મહાનગર હતું અને તે રાજનગર જેવું હતું અને તે આયનગર કરતાં વિશાળ હતું. તે નગરના લોકો બહાદુર હતાં, અને તેઓ તેના માંટે બહુ પ્રખ્યાત હતા. 3 તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો. 4 “માંરી સાથે આવ અને મને ગિબયોન પર આક્રમણ કરવા મદદ કર. ગિબયોને યહોશુઆ અને ઇસ્રાએલના લોકો સાથે શાંતિકરાર કર્યો હતો.”
5 એ પાંચ અમોરી રાજાઓ-યરૂશાલેમ હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના રાજાઓ ભેગા થઈને પોતાનાં લશ્કરો સાથે ઊપડયા અને ગિબઓનને ઘેરી લઈ તેમણે તેના ઉપર હુમલો કર્યો.
6 પરંતુ ગિબયોનના લોકોએ યહોશુઆને ગિલ્ગાલની છાવણીમાં સંદેશો મોકલાવ્યો કે, “અમે તમાંરા દાસો છીએ, અમને એકલા ન મૂકશો, વહેલા અમાંરી તરફ આવો અને અમાંરું રક્ષણ કરો, કારણ કે પર્વતીય પ્રદેશમાં બધા અમોરી રાજાઓ અમાંરી વિરુદ્ધ એક થઈ ગયા છે.”
7 આથી યહોશુઆ પોતાના લશ્કરના બધા શૂરવીર યોદ્ધાઓને લઈને ગિલ્ગાલથી ત્યાં પહોંચી ગયો. 8 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ લોકોથી ડરતો નહિં. હું તમને, તેઓને હરાવવા દઈશ અને તેમનામાંનો કોઈપણ તમને હરાવી શકશે નહિ.”
9 યહોશુઆએ ગિલ્ગાલથી નીકળી આખી રાત કૂચ કરીને તેમના ઉપર અચાનક છાપો માંર્યો.
10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા. 11 શત્રુનું સૈન્ય ઇસ્રાએલના સૈન્યથી ભાગીને બેથ-હોરોનના રસ્તે આવ્યું અને અઝેકાહ સુધીના સમગ્ર માંર્ગમાં યહોવાએ આકાશમાંથી તેમના ઉપર મોટા બરફના કરા વરસાવ્યા. ઇસ્રાએલી સૈનિકોને તરવારો કરતાં બરફના કરાઓથી વધારે શત્રુઓ માંર્યા હતાં.
12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું:
“ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા.
ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”
13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો. 14 તે દિવસ પહેલા અને ત્યાર પછી આવું કદી બન્યું નથી કે જ્યારે સૂર્ય અને ચંદ્ર થોભી ગયા હોય. એ બધું એક માંણસની પ્રાર્થનાના કારણે થયું હતું. જેથી યહોવાએ કોઈ માંણસનું સાંભળ્યું અને ઇસ્રાએલના લોકો માંટે લડયાં.
15 પછી યહોશુઆ ઇસ્રાએલીઓ સાથે ગિલ્ગાલની છાવણીમાં પાછા ગયા. 16 યુદ્ધ દરમ્યાન પેલા પાંચ રાજાઓ ભાગીને માંક્કેદાહની ગુફામાં છુપાઈ ગયા હતા. 17 તેઓને શોધવામાં આવ્યાં હતાં અને માંક્કેદાહ પાસેની ગુફામાં છુપાયેલા મળ્યા. જ્યારે યહોશુઆએ આના વિષે સાંભળ્યું. તેણે આમ કહીને જવાબ આપ્યો: 18 “ગુફાના મુખદ્વાર ને બંધ કરવા મોટા પથ્થરો મુકો અને રાજાઓ ભાગી ન જાય તે જોવા રક્ષકો મૂકો. 19 શત્રુ સૈન્યનો પીછો કરવાનું ચાલુ રાખો અને પાછળથી તેમના ઉપર હુમલા કરજો. તેમને તેમના શહેરમાં ફરવા દેશો નહિં. તમાંરા દેવ યહોવાએ આ લોકોને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”
20 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો. 21 ત્યારબાદ યહોશુઆના માંણસો તેમની માંક્કેદાહની છાવણી પર સુરક્ષિત પાછા ફર્યા. પછી કોઈએ ઇસ્રાએલના લોકો સામે કંઈ પણ કહેવા માંટે હિમ્મત કરી નહિ.
22 હવે યહોશુઆએ કહ્યું, “પેલી ગુફાનું મુખ ખોલો અને એ પાંચ રાજાઓને બહાર કાઢી માંરી પાસે લઈ આવો.” 23 એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા. 24 જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.
25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.”
26 પછી યહોશુઆએ તે રાજાઓને તરવારથી માંરી નાખ્યા. અને તેમનાં શબ પાંચ જાડ ઉપર લટકાવ્યાં, અને છેક સાંજ થતાં સુધી તે ત્યાં લકટતાં રહ્યાં. 27 પછી સૂર્યાસ્ત થવાના સમયે તેઓના મૃતદેહોને જાડ પરથી ઉતાર્યા અને તેઓ જે ગુફામાં સંતાઈ રહ્યાં હતા તેમાં ફેંકી દીધાં, પછી ગુફાના મુખદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા, જે આજે પણ છે.
28 યહોશુઆએ તે દિવસે માંક્કેદાહ કબજે કર્યું. અને તેના લોકોને તથા રાજાને મોતને ઘાટ ઉતાર્યા. નગરના બધા માંણસોનો તેણે સંહાર કર્યો. તેણે યરીખોના રાજાના જે હાલ કર્યા હતા તે જ હાલ માંક્કેદાહના રાજાના પણ કર્યા.
દક્ષિણના શહેરોની પ્રાપ્તિ
29 ત્યારબાદ યહોશુઆ અને તેની સેનાએ માંક્કેદાહ છોડ્યું અને લિબ્નાહ જઈને તે શહેર પર આક્રમણ કર્યુ. 30 યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.
31 એ પછી યહોશુઆ અને બધા ઇસ્રાએલી લોકો લિબ્નાહથી લાખીશ ગયાં. તેમણે તે શહેરને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો. 32 પછી યહોવાએ લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપી દીધું. બીજે દિવસે તેમણે તેનો કબજો લીધો અને લિબ્નાહમાં જે કર્યુ હતું તે જ ત્યાંના બધાં જ માંણસોનું કર્યુ. સૌને તરવારને ઘાટ ઉતાર્યા. 33 દરમ્યાનમાં ગેઝેરનો રાજા હોરામ લાખીશને મદદ કરવા આવ્યો પણ યહોશુઆએ અને તેના માંણસોએ તેમને બધાંને માંરી નાખ્યાં. તેનાં સૈન્યનો સંપૂર્ણ નાશ કર્યો.
34 ત્યારપછી યહોશુઆ અને તેનું સૈન્ય લાખીશથી એગ્લોન ગયું. તેમણે તેને ઘેરો ઘાલી હુમલો કર્યો. 35 તે જ દિવસે તેમણે તેને કબજે કર્યુ. અને લાખીશમાં કર્યું હતું તેમ ત્યાંનાં બધાં જ માંણસોનો સંહાર કર્યો.
36 એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું. 37 અને રાજાની સાથે, લોકો અને નજીકનાં શહેરોમાં રહેતાં બીજા લોકોને પણ માંરી નાખવામાં આવ્યાં હતાં. કોઈને પણ જીવતું છોડવામાં આવ્યું નહોતું. તેઓએ એગ્લોનને જેમ કર્યુ હતું તેમ કર્યું.
38 ત્યારબાદ યહોશુઆ અને તેના સૈન્યે પાછા દબીર જઈ તેના ઉપર હુમલો કર્યો. 39 તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.
40 આ રીતે યહોશુઆએ સંપૂર્ણ ભૂમિ હરાવી: પહાડી દેશ, નેગેબ, પશ્ચિમની તળેટીઓ, ઢોળાવો અને તેમના બધા રાજાઓ. તેણે કોઈને જીવતા જવા દીધાં નહિં. ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે એકએક પ્રાણીનો નાશ કર્યો.
41 યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ. 42 એક જ સમયે યહોશુઆ આ બધા રાજાઓ અને તેમની જમીન જીત્યો. કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ લોકોને પક્ષે રહીને લડતાં હતા. 43 આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા.
અન્ય નગરો અને રાજાઓ પર વિજય
11 આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા; 2 ઉત્તરના પર્વતીય પ્રદેશનાં બધાં રાજાઓ: યર્દનની ખીણ, કિન્નેરોથ તળાવનું દક્ષિણ, થી પશ્ચિમ તળેટીઓ અને પશ્ચિમમાં નાફ્રોથ દોર. 3 પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો. 4 આ સર્વ રાજાઓ ઇસ્રાએલને કચડી નાખવાના હેતુ સાથે પોતપોતાના આખા સૈન્યો સાથે નીકળી પડયા. એમાં સાગરકાંઠાની રેતીના કણોની જેમ ગણ્યા ગણાય નહિં એવા અસંખ્ય ઘોડા અને રથ હતા. વ્યૂહરચના કરીને અસંખ્ય લોકો મેરોમ સરોવરની આસપાસ એકત્ર થયા,
5 કારણ કે એ બધા રાજાઓએ ભેગા થઈને ઇસ્રાએલીઓ સામે લડવા માંટે મેરોમ સરોવર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો.
6 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ સૈન્યથી ગભરાઈશ નહિં. હું તમને તેઓને હરાવવા દઈશ. કાલ આ સમય સુધીમાં, તમે તે બધાને માંરી નાખ્યા હશે. તમે ઘોડાઓના પગો કાપશો અને તેઓના બધાં રથો બાળશો.”
7 આથી યહોશુઆ અને તેના માંણસોનું સૈન્ય એકાએક મેરોમ સરોવર આગળ આવીને તેમના ઉપર તૂટી પડ્યું. 8 યહોવાએ એ લોકોને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેમને હરાવ્યા અને ઉત્તર તરફ છેક મહાનગર સિદોન અને પૂર્વમાં મિસ્રેફોથ-માંઈમ સુધી અને પૂર્વ તરફ ઠેઠ મિસ્પેહની ખીણ સુધી તેમને ભાગતાં કર્યાં બધાં શત્રુઓ મરી ગયાં ત્યાં સુધી ઇસ્રાએલીઓએ લડવાનું ચાલું રાખ્યું. 9 જે યહોવાએ કહ્યું હતું યહોશુઆએ કર્યું યહોશુઆએ તેઓના ઘોડાઓનાં પગ કાપ્યાં અને તેમના રથ બાળ્યાં.
10 ત્યારબાદ યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું, અને તેના રાજાને મોતને ઘાટ ઉતાર્યો. તે સમયે હાસોર બધાં જ સંયુક્ત રાષ્ટ્રોનું પાટનગર હતું. 11 તેમણે ત્યાંના એકેએક માંણસને માંરી નાખ્યો. કોઈનેય જીવતો જવા દીધો નહિં; અને નગરનો અગ્નિમાં નાશ કર્યો.
12 યહોશુઆ એ બધા રાજાઓને અને તેમનાં નગરોને કબજે કર્યા, અને યહોવાના સેવક મૂસાએ જણાવ્યા મુજબ હત્યાકાંડ ચલાવી તેમનો નાશ કર્યો. 13 પણ ઇસ્રાએલી લોકો ટેકરીઓ પર બાંધેલા નગરોમાંથી હાસોર સિવાય કોઈપણને બાળ્યું ન હતું. 14 ઇસ્રાએલી લોકોને શહેરોમાંથી જે બધી વસ્તુઓ મળી તે પોતાનાં માંટે રાખી. તેઓએ શહેરમાં જે પ્રાણીઓ મળ્યાં તે રાખ્યાં. પણ તેઓએ ત્યાંના બધા માંણસોને માંરી નાખ્યાં. તેઓએ કોઈ લોકોને જીવતા ન છોડ્યાં. 15 જેમ યહોવાએ તેના સેવક મૂસાને આજ્ઞાંકિત કર્યો, ફક્ત તેમજ મૂસાએ યહોશુઆને આજ્ઞાંકિત કર્યો અને યહોશુઆએ તે પાળ્યું. તેણે તે બધું કર્યું જેના માંટે યહોવાએ મૂસાને આજ્ઞાંકિત કર્યો હતો:
16 આ રીતે યહોશુઆએ સમગ્ર ભૂમિ ડુંગરાળ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, સમગ્ર દક્ષિણનો પ્રદેશ, ગોશેનનો સમગ્ર પ્રદેશ, પશ્ચિમી ટેકરીઓ, યર્દનની ખીણ, ઇસ્રાએલનો પર્વતીય પ્રદેશ અને તેની ટેકરીઓ કબજે કરી. 17 તેણે સેઈર નજીક હાલાક પર્વતીય હેર્મોન પર્વત નીચે લબાનોનની ખીણમાં બઆલ-ગાદ સુધીની બધી જમીનનું શાસન લીધું. તેણે તે દેશોના રાજાઓને પકડયા અને તેઓને માંરી નાખ્યા. 18 આ બધા રાજાઓ સાથે યહોશુઆએ ખૂબ લાંબુ યુદ્ધ કર્યુ હતું. 19 ફક્ત ગિબયોનમાં રહેનારા હિવ્વીઓ સાથે યહોશુઆ અને ઇસ્રાએલીઓએ શાંતિકરાર કર્યો હતો. બીજા સર્વ નગરોને યુદ્ધમાં હરાવવામાં આવ્યાં. 20 કારણકે યહોવાએ શત્રુઓના મન કઠોર બનાવી નાખ્યા હતાં જેઓ ઇસ્રાએલ સામે લડવા કૃતનિશ્ચય હતા, જેથી યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ તેઓ નિર્દયી રીતે માંર્યા જાય.
21 ત્યારબાદ યહોશુઆએ પર્વતીય દેશ, હેબ્રોન, દબીર, અનાબ, યહૂદિયાના પર્વતીય પ્રદેશ અને ઇસ્રાએલના સમગ્ર પર્વતીય પ્રદેશમાં રહેનારા અનાકીઓનો નાશ કર્યો. 22 યહોશુઆએ બધા અનાકીઓનો તેમના નગરો સાથે નાશ કર્યો હતો. તેથી તેઓમાંનું કોઈ પણ ઇસ્રાએલીઓની ભૂમિમાં વચ્યું નહિં. બસ થોડા જ ગાજા, ગાથ અને આશ્દોદમાં બાકી રહ્યાં. 23 જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International