Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 33-35

“હું તમાંરી સાથે નહિ આવું”

33 યહોવાએ મૂસાને કહ્યું, “તું અહીંથી નીકળીને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશનું વચન આપ્યું છે ત્યાં દોરી જા, કેમ કે મેં વચન આપેલું છે કે, આ દેશ હું તમાંરા વંશજોને આપીશ. હું તારી આગળ માંરા એક દેવદૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ. હું દૂધ અને મધની જયાં રેલછેલ છે એવા દેશમાં તમને લઈ જઈશ, પણ હું તમાંરી સાથે નહિ આવું, કારણ કે તમે લોકો હઠીલા છો અને કદાચ હું તમાંરો રસ્તામાં જ સંહાર કરી નાખું.”

લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ. યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો, જો હું તમાંરી સાથે થોડી ઘડીવાર પણ આવું તો તમાંરો સંહાર કરી નાખું. એટલે તમે તમાંરાં દાગીના, ઘરેણાં ઉતારી નાખો, જ્યારે હું વિચારીશ કે માંરે તમાંરી સાથે શું કરવું?’” તેથી ઇસ્રાએલીઓએ પોતાનાં ઘરેણાં ઉતારી નાખ્યાં અને હોરેબ પર્વત છોડયા પછી ફરી પહેચાં નહિ.

મૂલાકાત મંડપની સ્થાપના

મૂસા હંમેશા છાવણીની બહાર દૂર માંડવો ઊભો કરતો હતો અને જે કોઈને યહોવાની ઈચ્છા જાણવી હોય તે છાવણી બહાર “મુલાકાતમંડપમાં” જતો. જે મૂસાએ છાવણી બહાર ઊભો કર્યો હતો. મૂસા જયારે જયારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાંસુધી તેને જોઈ રહેતા. મૂસા જયારે માંડવા પ્રવેશ કરતો એટલે વાદળનો થંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા. 10 વાદળના થંભને દેવ દરવાજા આગળ જોતાં જ દરેક માંણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.

11 યહોવા મૂસા સાથે એક માંણસ બીજા માંણસ સાથે વાત કરે એ રીતે મોઢામોઢ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો. તેનો નવયુવાન સેવક નૂનનો પુત્ર યહોશુઆ કદી તંબુમાંથી બહાર નીકળતો નહિ.

મૂસાને યહોવાનાં ગૌરવનું દર્શન

12 મૂસાએ યહોવાને કહ્યું, “તમે મને આ લોકોને લઈ જવાનું તો કહ્યું પણ તમે એ મને ન કહ્યું કે, તમે માંરી સાથે કોને મોકલવાના છો, તમે મને એમ પણ કહ્યું કે, ‘હું તને નામથી ઓળખું છું અને તારાથી પ્રસન્ન છું.’ 13 જો ખરેખર મેં તમને પ્રસન્ન કર્યા હોય, તો મને તમાંરા માંર્ગો શીખવાડો. માંરે તમને ઓળખવા છે. તો હું તમને પ્રસન્ન કરતો રહું. વળી, યાદ રાખજે કે આ લોકો તો તમાંરી જ પ્રજા છે.”

14 યહોવાએ જવાબ આપ્યો, “હું પોતે તારી સાથે જઈશ અને તને માંર્ગદર્શન આપીશ.”

15 કેમ કે મૂસાએ કહ્યું હતું, “તમે જો માંરી સાથે ન આવવાના હો તો અમને અહીંથી આગળ મોકલશો નહિ; 16 અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.”

17 જવાબમાં યહોવાએ મૂસાને કહ્યું હતું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ. કારણ કે હું તારા પર પ્રસન્ન છું અને તને બહુ સારી રીતે જાણું છું.”[a]

18 મૂસાએ વિનંતી કરી, “મને તમાંરા ગૌરવના દર્શન કરાવો.”

19 યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.” 20 વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.

21 “તેમ છતાં માંરી બાજુમાં આ ખડક પર ઊભો રહેજે. 22 અને માંરું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં મૂકી દઈશ. અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી માંરા હાથ વડે તને હું ઢાંકી દઈશ. 23 પછી હું માંરો હાથ લઈ લઈશ અને તું માંરી પીઠ જોવા પામીશ, પણ માંરું મુખ તને દેખાશે નહિ.”

કરારની નવી તકતીઓ

34 યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવ, અને તારા વડે ભાંગી ગયેલી તકતીઓ ઉપર જે વચનો લખેલાં હતાં તે હું તેના પર લખીશ. સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માંટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી ટોચ પર માંરી રાહ જોતો ઊભો રહેજે. તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.”

તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો. પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ “યહોવા” જાહેર કર્યુ. ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું. હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખું છું અને તેઓના પાપોની માંફી આપું છું. તેમ છતાં ગુનેગારને નિર્દોષ ઠરાવવા ના પાડું છું. અને પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી પુત્રો અને પૌત્રોને કરું છું!”

મૂસાએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. તેણે કહ્યું, “હે યહોવા, તમે કહો છો કે તમે માંરા પર પ્રસન્ન છો તે જો સત્ય હોય તો કૃપા કરી અમાંરી સાથે આવો. આ લોકો ગમે તેટલા હઠીલા હોય તો પણ તમે અમાંરો અધર્મ અને અમાંરાં પાપ માંફ કરો અને તમાંરાં પોતાના લોકો તરીકે અમાંરો સ્વીકાર કરો.”

10 યહોવાએ કહ્યું, “જુઓ, હું અત્યારે જ તમાંરી સાથે આ કરાર કરનાર છું. અગાઉ પૃથ્વી પર કોઈ પણ દેશમાં ન થયા હોય તેવા ચમત્કારો હું કરીશ. તારા લોકો તે જોશે કે હું, દેવ ખૂબ મહાન છું. હું જે તારા માંટે અદભુત કાર્યો કરીશ, તે લોકો જોશે.” 11 કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ. 12 પણ સાવધાન રહેજે. તું જે દેશમાં જાય છે, ત્યાંના વતનીઓ સાથે કરાર કરવો નહિ, નહિતર તેઓ તને જાળમાં ફસાવશે. 13 પણ યાદ રાખો, તમાંરે તેમની વેદીઓ તોડી પાડવાની છે, તેમના પૂજાસ્તંભો તોડી નાખવાના છે. અને તેઓની અશેરાહ દેવીની મૂર્તિઓ ભાંગી નાખવાની છે. 14 તમાંરે અન્ય કોઈ દેવોની પૂજા કરવી નહિ કારણ કે માંરું નામ યહોવા છે માંરું નામ હું એટલે કાનાહ છું-ઈર્ષાળુ દેવ.

15 “એ દેશના વતનીઓ સાથે કોઈ કરાર કરવો નહિ, નહિ તો તેઓ જયારે પોતાના દેવોને યજ્ઞ ચઢાવે, ત્યારે કદાચ તમને બોલાવે અને તમે એ યજ્ઞ ખાઓ. 16 કદાચ તમે તમાંરાં પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવો અને એ કન્યાઓ વ્યભિચારીની જેમ પોતાના દેવોની પૂજા કરે ત્યારે તમાંરા પુત્રોને પણ એ રસ્તે ચઢાવી દે અને પૂજા કરાવે. પછી તારા પુત્રો તેઓની પત્નીઓના દેવોની ઉપાસના કરીને માંરી વિરુદ્ધ પાપ આચરશે.

17 “તેઓની મૂર્તિઓ સાથે કોઈ સંબંધ હોય નહિ, તેથી તમાંરે તે દેવોની મૂર્તિઓ બનાવવી નહિ.

18 “મેં તમને આજ્ઞા કરી છે તે મૂજબ સાત દિવસ સુધી તમાંરે આબીબ મહિનામાં નક્કી કરેલ સમયે ખમીર વગરની રોટલી ખાવી. અને તમાંરે ખમીર વગરની રોટલીનો ઉત્સવ પાળવો; કારણ કે આબીબ મહિનામાં તમે મિસર દેશમાંથી બહાર નીકળ્યા હતા.

19 “બધાં પ્રથમ પ્રસવનાં સંતાન માંરાં છે; તમાંરા પશુઓનાં બધા પહેલા વેતરના નર માંરા છે, પછી એ ગાયનો હોય કે બકરીનો હોય. 20 જો તમે ગધેડાના પ્રથમ બચ્ચાંને રાખવા માંગતા હોય તો તેને બદલે હલવાન આપીને તેને ખરીદી શકાય. જો તું તેને ખંડી લેવા ના ઈચ્છતો હોય તો તેની ડોક ભાંગી નાખવી, અને તારા બધા જ પ્રથમજનિત પુત્રોને તારે ખંડી લેવાના છે. ભેટ લાવ્યા વિના કોઈએ માંરી સમક્ષ ખાલી હાથે આવવું નહિ.

21 “છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.

22 “તમાંરે અઠવાડિયાનો પર્વ ઊજવવો. આ પર્વ માંટે ધઉંનો પ્રથમ ફળ અને શરદ ઋતુમાં કાપણી નો પર્વ ઊજવવો.

23 “પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું.

24 “પ્રતિવર્ષ ત્રણ વાર તમે તમાંરા દેવ યહોવાના દર્શને જાઓ અને તે વખતે તમાંરા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ અને તેને જીતી લેશે નહિ. કારણ, તમાંરી ભૂમિ પરથી હું બીજી પ્રજાઓને હાંકી કાઢીને તમાંરી સરહદ વિસ્તારી આપીશ.

25 “તમાંરે યજ્ઞ ચઢાવીને એનું લોહી ખમીરવાળી રોટલી સાથે મને ધરાવવું નહિ.

“પાસ્ખાપર્વ યજ્ઞનો કોઈ ભાગ સવાર સુધી રાખી મૂકવો નહિ.

26 “પ્રતિવર્ષ તમાંરી જમીનનો પ્રથમ પાકનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા દેવ યહોવાના મંદિરમાં લઈને આવવું.

“તમાંરે લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”

27 યહોવાએ મૂસાને કહ્યું, “આ શબ્દો તું લખી લે, કારણ તારી સાથે અને ઇસ્રાએલ સાથે મેં એ પ્રમાંણે કરાર કર્યો છે.”

28 તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.

મૂસાનો પ્રકાશીત ચહેરો

29 છેલ્લે મૂસા કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઊતર્યો, ત્યારે તે જાણતો ન હતો કે યહોવાની સમક્ષ રહેવાથી તેનો ચહેરો પ્રકાશતો હતો. 30 હારુન અને ઇસ્રાએલીઓ મૂસાના ચહેરાને પ્રકાશતો જોઈને તેની પાસે જતાં ગભરાતાં હતાં. 31 આથી મૂસાએ તેઓને પાસે બોલાવ્યા ત્યારે હારુન અને લોકોના આગેવાનો મૂસા પાસે ગયા અને મૂસાએ તેમની સાથે વાત કરી. 32 તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા.

33 જ્યારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ ઢાંકી દીધો. 34 જ્યારે જ્યારે તે યહોવા સમક્ષ વાત કરવા જતો, ત્યારે ત્યારે ઘૂંઘટ દૂર કરતો અને બહાર આવતાં સુધી ઘૂંઘટ પાછો ઢાંકતો નહિ. પછી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઇસ્રાએલીઓને કહી સંભળાવતો, 35 તે સમયે ઇસ્રાએલીઓને મૂસાનો ચહેરો પ્રકાશતો દેખાયો તેથી તે યહોવા સાથે ફરી વાત કરવા જતાં સુધી ઉપર પાછો ઘૂંઘટ નાખી દેતો.

વિશ્રામવારના નિયમો

35 મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે:

“માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી. સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.”

મુલાકાતમંડપ માંટેની તૈયારી

પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને કહ્યું, “યહોવાએ આ આજ્ઞા આપી છે: દેવ માંટે ખાસ ભેટો ભેગી કરો. તમાંરામાંથી પ્રત્યેકે તમાંરા હૃદયમાં નક્કી કરવું કે તમાંરે શું આપવું છે. જેઓના હૃદય ઉદાર હોય તેઓ યહોવા પાસે અર્પણો લાવે: સોનું, ચાંદી અને કાંસા. ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ, ઘેટાનું પકવેલું ચામડું, કુમાંશદાર ચામડાં, બાવળનાં લાકડાં, દીવા માંટે તેલ, અભિષેકના તેલ માંટે અને ધૂપને માંટે તેજાના, સુંગધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો, યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો.

10 “તમાંરામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાએ જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે: 11 પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ: 12 પવિત્રકોશ અને તેની દાંડાઓ, ઢાંકણ અને દયાસન, પવિત્રસ્થાનને બંધ કરવાનો પડદો; 13 બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી. 14 દીપવૃક્ષ અને દીવાઓ, તેનાં સાધનો, કોડિયાં અને પૂરવાનું તેલ. 15 ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, અને મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માંટેનો પડદો. 16 આહુતિ માંટે વેદી, અને તેની કાંસાની જાળી; થાંભલાઓ અને વેદી પર વપરાતી બધી વસ્તુઓ અને કાંસાનું પહોળુ વાસણ અને તેનું તળ. વેદીને ઊચકવાનાં બધાં સાધનો, દાંડા, કડી અને તેની ધોડી; 17 આંગણાની ભીતો માંટેના પડદાઓ, સ્તંભો, તેઓની કૂભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માંટેના પડદાઓ; 18 મુલાકાતમંડપના અને તેના આંગણાં માંટેના સ્તંભો, આંગણાની ખૂટીઓ અને તેની દોરીઓ, 19 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.”

લોકોના ઉદાર આર્પણો

20 પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા. 21 પછી યહોવાના આત્માંથી જેઓના હૃદયોને સ્પર્શ થયો હતો, તે દરેક પોતાની રાજીખુશીથી મુલાકાતમંડપનાં સાધનો માંટે, તેની સામગ્રી માંટે અને પવિત્ર વસ્ત્રો માંટે તેઓનાં અર્પણો લઈને યહોવાને ભેટ ધરવા પાછા આવ્યા. 22 સ્ત્રીઓ અને પુરુષો પણ આવ્યા અને તેમણે દરેકે રાજીખુશીથી-કોઈએ નથ, તો કોઈએ લવિંગિયાં કોઈએ વીટી, તો કોઈએ હાર. એમ વિવિધ પ્રકારના સોનાનાં ઘરેણાં યહોવાને ભેટ ધર્યા.

23 બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં. 24 જે કોઈ યહોવાને ચાંદી કે કાંસાની ભેટ ધરાવી શકે તેમ હતા તે સૌ તે લાવ્યા, તો કેટલાક બાંધકામ માંટે જરૂરી બાવળનું લાકડું લાવ્યા. 25 જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું. 26 બીજી કેટલીક કુશળ સ્ત્રીઓએ બકરાંના વાળ કાંતીને કાપડ તૈયાર કરી આપ્યું.

27 યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં. 28 તેમ જ દીવા માંટે તથા અભિષેક અને સુગંધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.

29 આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં.

બઝાલએલ અને આહોલીઆબ

30 પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે. 31 અને તેનામાં દેવના આત્માંનો સંચાર કરીને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી તથા હોંશિયારી ભરપૂર આપ્યા છે. 32 સોનાચાંદી અને કાંસાના સાધનો બનાવવામાં, નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં, 33 રત્નોને પહેલ, પાડવામાં, જડવામાં, તથા લાકડામાં કોતરણી કરવામાં, તથા બધા પ્રકારના નકશીકામ કરવામાં તેને કુશળ બનાવ્યો છે. 34 યહોવાએ તેને અને દાનકુળના અહીસામાંખના પુત્ર આહોલીઆવને બીજાને શીખવવાની શક્તિ આપી છે. 35 તેણે તેમને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે; કોતરણીનું, સિલાઈનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓની ભાત તૈયાર કરવાનું, ભૂરાં, જાંબુડિયા અને કિરમજી ઊનના અને બારીક શણના ભરતગૂંથણનું અને વણાંટનું, તેઓ સર્વ પ્રકારનું કામ કરી શકે છે અને ભાત રચી શકે છે, સર્વમાં તેઓ શ્રેષ્ઠ પુરવાર થશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International