Chronological
22 “જો કોઈ માંણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાને બદલે ચાર ઘેટા આપવા. 2 જો કોઈ ચોર રાતના ખાતર પાડતા પકડાય અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ 3 જો તે સૂર્યોદય પછી ખાતર પાડીને ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને માંરી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માંલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીને કારણે પોતે વેચાઈ જાય. 4 પરંતુ જો ચોરેલી વસ્તુ તેના તાબામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય કે ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.
5 “જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
6 “જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
7 “જો કોઈ વ્યક્તિ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માંટે સોંપે અને તે પેલા માંણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું. 8 પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘર ધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજુ કરવો અને ન્યાયધીશ તેની ચોરીનો ફેસલો કરશે.
9 “જો કોઈ બે વ્યક્તિ બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ માંરુ છે.’ પણ બીજો કહે: ‘ના આ માંરુ છે’ તો બન્નેએ દેવ પાસે જવુંને દેવ ન્યાય આપશે કે કોણ ખોટુ છે. જે ખોટો નીકળે તેણે બીજા વ્યક્તિને બમણું ભરપાઈ કરી આપવું.
10 “જો કોઈ માંણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ, 11 તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. 12 પરંતુ જો પડોશી એ તે પશુની ચોરી કરી હોય, તો તેણે ધણીને નુકસાન ભરપાઈ કરી આપવું. 13 જો કોઈ જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલાં પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
14 “અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો. 15 ધણી તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફકત ભાડું ચુકવવાનું રહે.
16 “જો કોઈ વ્યક્તિ અપરણીત કુમાંરિકાને લલચાવીને તેની સાથે મેળાપ કરે, તો તેણે તેનું કન્યામૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરે. 17 જો તેનો બાપ તેની સાથે પરણાવાની ના પાડે, તો કુમાંરિકાના કન્યામૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.
18 “મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે.
19 “જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.
20 “માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.
21 “તમાંરે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેમના પર ત્રાસ કરવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.
22 “કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ. 23 જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ. 24 અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે.
25 “તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ. 26 જો તમે તમાંરા પડોશીનું વસ્ત્ર ગીરવે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમાંરે તે તેને પાછું આપવું. 27 કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
28 “તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.
29 “તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.
30 “તમાંરાં બળદો અને ઘેટાનું પ્રથમ જનિત મને આપવું. સાત દિવસ ભલે તે પોતાની માંતાની સાથે રહે. આઠમે દિવસે તમાંરે તે મને આપી દેવો.
31 “અને તમે લોકો માંરા પવિત્ર માંણસો થાઓ; તમાંરે જંગલી પશુએ માંરેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને નાખી દેવું.
23 “તમાંરે જૂઠી અફવા માંનવી નહિ, કે ફેલાવવી નહિ, દુષ્ટ માંણસને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ,
2 “બહુમતીથી દોરવાઈને તમાંરે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.
3 “માંણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન કરવો. જો તે સાચો હોય તો જ એનો પક્ષ લેવો.
4 “તમાંરા શત્રુનો બળદ કે ગધેડો ભટકતો નજરે પડે તો તમાંરે તેના માંલિકને ત્યાં પાછો પહોંચાડવો.
5 “જો તમે તમાંરા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એમને એમ છોડીને ચાલ્યા ન જતાં, તમાંરે તેને સહાય આપીને બેઠો કરવો પછી જ તેને છૂટું કરવું.
6 “તમાંરે ગરીબ માંણસને તેના ન્યાયશાસનમાં અન્યાય ન કરવો.
7 “જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું.
8 “તમાંરે કદાપી લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે, જેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માંણસને ખોટુ બોલતા કરે છે.
9 “તમાંરે વિદેશી લોકો પર ત્રાસ કરવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને જાણો છો.
વિશીષ્ટ પર્વો
10 “અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી. 11 પણ તમાંરે સાતમે વર્ષે કશુંય વાવ્યા વિના જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. જે કઈ ઉગે વાવ્યા વગર તે વર્ષે તે ગરીબોને લેવા દેવું અને વધેલું વનનાં પશુઓ ખાઈ શકે. વળી તમાંરે તમાંરી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાંણે કરવું.
12 “તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.
13 “અને મેં જે બધું તમને કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અને અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમાંરા મોઢેથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.
14 “પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું. 15 પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, એ મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ.
16 “બીજી રજા કાપણીના પર્વની હશે. આ રજા વહેલા ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે હશે.
“ત્રીજી રજા આશ્રયના પર્વમાં જ્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો ત્યારે રહેશે.
17 “પ્રતિવર્ષ ત્રણ વખત તમાંરામાંના પ્રત્યેક પુરુષોએ માંરી ખાસ જગ્યાએ, માંરી સાથે તમાંરા માંલિક સાથે હાજર રહેવું.
18 “તમાંરે માંરા યજ્ઞનું લોહી ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમજ માંરા પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
19 “તમાંરી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા યહોવા દેવના મંદિરમાં લઈ આવવો.
“વળી લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”
ઇસ્રાએલીઓને ભૂમિ પ્રાપ્તિ માંટે યહોવાની મદદ
20 “અને તમાંરા માંટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માંટે હવે હું તમાંરી આગળ એક દેવદૂત મોકલું છું તે રસ્તામાં તમાંરું રક્ષણ કરશે. 21 તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેના વિરુદ્ધ બળવો ન કરશો, તે તમાંરો ગુનો માંફ કરશે નહિ કારણ કે માંરુ નામ તેનામાં છે. 22 પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધુ કરશો, તો હું તમાંરી સાથે રહીશ અને તમાંરા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ.
23 “કારણ કે માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે, અને હું તેઓનો સર્વનાશ કરીશ.
24 “તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમાંરે તે લોકોની જેમ રહેવાનું નથી; તમાંરે તેઓની મૂર્તિઓને ઉથલાવી પાડવાની છે. અને તે લોકોના સ્તંભોના ભાંગીને ભુક્કા કરી નાખવાના છે. 25 વળી તમાંરે તમાંરા યહોવા દેવની જ સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ. 26 તમાંરા દેશમાં કોઈ પણ સ્ત્રીનો ગર્ભપાત થશે નહિ, તથા કોઈ સ્ત્રી વાંઝણી પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.
27 “તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.” 28 તદુપરાંત હું તમાંરી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિતી લોકોને તમાંરી આગળથી કાંકી કાઢશે. 29 હું એક જ વર્ષમાં એ બધાને હાંકી કાઢીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં જંગલી જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ. 30 તમાંરી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે હાંકી કાઢીશ.
31 “અને હું રાતા સમુદ્રથી ફ્રાત નદી સુધી તમાંરી સરહદ નક્કી કરી આપીશ. પલિસ્તીઓના સમુદ્ર પશ્ચિમી સરહદે રહેશે અને પૂર્વી સરહદે અરબી રણ રહેશે. અને એ દેશના વતનીઓને હું તમાંરા હાથમાં સોંપી દઈશ, અને તમે તેમને હાંકી કાઢજો.
32 “તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે તેમને તમાંરા શહેરમાં રહેવા ન દેશો. 33 નહિ તો તેઓ તમને ફસાવી, તેમના દેવોની પૂજા કરશે અને માંરી વિરુદ્ધ પાપ કરવા પ્રેરશે.”
ઇસ્રાએલ અને યહોવાએ કરાર કર્યો
24 દેવે મૂસાને કહ્યું, “તું અને હારુન, તથા નાદાબ તથા અબીહૂ તથા ઇસ્રાએલના વડીલોમાંના સિત્તેર માંરી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને માંરુ ભજન કરજો. 2 પછી તું એકલો માંરી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”
3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.”
4 પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં. 5 પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા.
6 અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું.
7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”
8 પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.”
9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો. 10 ત્યાં તેમણે ઇસ્રાએલના દેવના દર્શન કર્યા. તેમના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી-સ્વચ્છ નિર્મળ આકાશ જ જોઈ લો. 11 ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું આ દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.
મૂસાને દેવના કાનૂનની પ્રાપ્તિ
12 યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”
13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા, અને મૂસા દેવના પર્વત પર ગયો. 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમાંરી રાહ જુઓ. અને જુઓ, હારુન અને દૂર તમાંરી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તે એ બે જણ પાસે જાય.”
મૂસાની દેવ સાથે મુલાકાત
15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. 16 યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ એ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો. 17 અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું.
18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International