Beginning
5 “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું?
તું હવે ક્યા દેવદૂતને શરણે જશે?
2 ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે,
ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે.
3 મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે,
પણ પછી અચાનક આફત આવી પડે છે.
4 તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે.
અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.
5 તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે,
થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે.
તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!
6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી,
અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી.
7 પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે
તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે.
8 છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ
અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ.
9 દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી.
તે અગણિત ચમત્કારો કરે છે.
10 તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે
અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
11 તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે;
તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.
12 તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે
જેથી તેઓ સફળ ન થાય.
13 કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે.
દેવ તેમના દુષ્ટકર્મોનો નાશ કરે છે.
14 ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે,
તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.
15 દેવ ગરીબને મોતમાંથી બચાવે છે.
તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે.
16 તેથી ગરીબને આશા રહે છે
અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.
17 દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે,
માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ.
18 કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;
ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે.
19 તેઓ તમને છ આફતોમાંથી બચાવશે,
સાતમીથી તમને દુ:ખ થશે નહિ.
20 તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી
અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
21 નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ,
અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.
અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ,
23 તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે,
જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે.
24 તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ,
અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે.
25 તને પુષ્કળ સંતાનો થશે
અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
26 તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ,
તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ.
27 “અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે.
તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”
અયૂબનો જવાબ
6 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:
2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે
તોળી શકાય એમ હોત તો!
3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત.
મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે.
4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે.
તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે.
દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.
5 જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી.
જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી.
6 મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય?
અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે?
7 હું તેને અડકવા નથી માગતો;
એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું.
8 “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે
અને મારી આશા પૂરી કરે!
9 મને થાય છે દેવ મને કચરી નાખે,
જરા આગળ વધે અને મને મારી નાખે.
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે,
મને એક વાતની ખુશી થશે,
કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.
11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં?
અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું?
શું મારું શરીર પિત્તળનું બનેલું છે?
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે
મારી પાસેથી સફળતા લઇ લીધી છે.
14 “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ,
કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.
15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા.
હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ;
તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.
16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે.
17 પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે,
અને એમના પેટ સૂકાઇ જાય છે;
18 વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે
અને તેઓ અશ્ય થઇ જાય છે.
19 તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે.
શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.
20 તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે,
પરંતુ તેઓ નિરાશ થયા હતા.
21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી
અને મને મદદ કરવાની ના પાડી હતી.
22 મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?
23 શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો?
હેરાન કરનારાઓથી મને મુકત કરો?
પણ તમે મને મુકત રીતે તમારી સલાહ આપી.’
24 “મને કહો મેં શું પાપ કર્યુ છે?
મને શીખવો અને હું તમને અટકાવીશ નહિ.
25 સત્ય વચન ઘણાં અસરકારક હોય છે.
પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી.
26 શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો?
પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે.
27 અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે
તમે કદાચ જુગાર પણ રમો એવા છો.
અથવા તમારા મિત્રોના ભોગે નફો કરો છો.
28 મારી સામે જુઓ!
હું તમારી આગળ જૂઠું નહિ બોલું.
29 આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો,
આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી.
30 તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું?
સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”
7 અયૂબે કહ્યું:
“શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી?
શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?
2 એ તો આતુરતાથી છાંયડાની રાહ જોનાર સેવક
અને પોતાના પગારની રાહ જોનાર મહેનતાણુ લઇ કામે રહેલા કામદાર જેવી છે.
3 મારે અર્થહીન મહિનાઓ
અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે.
4 હું જ્યારે સૂવા જાઉ છું
‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’
રાત્રિ પસાર થયા કરે છે. હું
સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.
5 મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે.
મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે.
6 “મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે,
અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.
7 દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે.
હું ફરી કંઇ સારું જોઇશ નહિ.
8 દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી
તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.
9 જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે,
જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ.
10 તે પોતાને ઘેર ફરી કદી પાછો ફરશે નહિ,
તે કુટુંબથી અને ઘરથી હમેશ માટે દૂર થઇ જશે.
11 “મને મારો ઊભરો ઠાલવવા દો,
મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ.
હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
12 હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી?
શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છું કે તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 જ્યારે હું એમ કહું છું, હવે પથારીમાં સૂઇ જાઉં
ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.
14 ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો.
અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને
મરી જાઉ તો વધારે સારું.
16 હવે હું ત્રાસી ગયો છું.
મારે કાયમ માટે જીવવું નથી.
મને એકલો રહેવા દો.
મારા જીવનનો કોઇ અર્થ નથી!
17 દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો?
તમારે શા માટે તેને માન આપવું જોઇએ?
તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?
18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો
અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 શા માટે તમે મને છોડી દેતાં નથી?
હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી?
20 દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય,
કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું?
તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે?
જેથી હું બોજારૂપ થઇ ગયો છું?
21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી?
તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી?
થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ.
તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International