Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 રાજાઓનું 15-17

યહૂદાના અબીયામનો અમલ

15 ઇસ્રાએલના રાજા યરોબઆમના અઢારમાં વર્ષમાં અબીયામ યહૂદાનો રાજા બન્યો. તેણે ત્રણ વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માંઅખાહ તેની માંતા હતી.

તેના પિતાએ તેની પહેલાં જે પાપો કર્યા હતાં, તેણે તેજ બધાં કર્યા. તેના પિતા દાઉદ પોતાના દેવ યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો હતો તેવો તે ન રહ્યો; તેમ છતાં દાઉદ પ્રત્યેના પ્રેમને માંટે તેના દેવ યહોવાએ યરૂશાલેમમાં તેના કુટુંબનો દીવો બળતો રાખ્યો. તેણે તેને પુત્ર આપ્યો અને યરૂશાલેમને સુરક્ષિત રાખ્યું. ફકત ઊરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાને જે ન્યાયી લાગ્યું તે પ્રમાંણે જ કર્યું અને જીવનપર્યત સંપૂર્ણ પણે દેવને આજ્ઞાંકિત રહ્યો હતો.

રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં. અબીયામનાઁ શાસન વિષે અને શાસન દરમ્યાન બનેલા બીજાં બનાવો વિષે યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયેલા છે.

અબીયામ અને યરોબઆમના પુત્રો એકબીજા સાથે યુદ્ધો લડ્યાં. પછી અબીયામ મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો.

યહૂદાનો રાજા આસા

ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયકાળનાં વીસમાં વર્ષે આસા યહૂદાનો રાજા બન્યો. 10 તેણે યરૂશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની માંતાનું નામ માંઅખાહ હતું, તે અબીશાલોમની પુત્રી હતી.

11 તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું. 12 તેણે દેવદાસીઓ જે પ્રદેશનાં બીજા દેવોની સેવા કરતી હતી, તેને હાંકી કાઢી અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી. 13 તેણે તેની માંતા માંઅખાહને સુદ્ધા રાજમાંતાના પદેથી દૂર કરી, કારણ તેણે અશેરાહ દેવીની પૂજા માંટે એક ધિક્કારપાત્ર મૂર્તિ કરાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદૃોન નદીના તટ પરની ખીણમાં બાળી મૂકી, 14 જો કે ઉચ્ચ સ્થાનોની સમાંધિઓને દૂર કરવામાં આવી નહોતી, તેમ છતાં આસા જીવનભર યહોવાને પૂરેપૂરો વફાદાર રહ્યો. 15 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને સોનું, ચાંદી અને ચાંદીના વાસણો વગેરે યહોવાને અર્પણ કર્યુ.

16 ઇસ્રાએલના રાજા બાઅશા અને આસા વચ્ચે તેમના સમગ્ર શાસન દરમ્યાન એકબીજા સામે લડાઇ લડ્યા કરી. 17 ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદાને ઘેરી લીધું, અને રામાં નગરને કિલ્લેબંધી કરી, જેથી કોઇ પણ યહૂદાના રાજા આસાને મદદ કરી ન શકે. 18 ત્યારબાદ આસાએ મંદિરના તથા રાજમહેલના ખજાનામાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. બેનહદાદ ટાબ્રિમ્મોનનો પુત્ર અને હેઝયોનનો પૌત્ર હતો. અધિકારીઓ સાથે રાજાએ આ સંદેશો મોકલ્યો કે, 19 “તમાંરા પિતા અને માંરા પિતા વચ્ચે શાંતિકરાર હતો, તેવો આપણી વચ્ચે પણ છે. આ સાથે હું તમને સોનાચાંદીની ભેટ મોકલું છું. તમે ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો શાંતિકરાર તોડી નાખો એટલે તેણે માંરા પ્રદેશમાંથી હઠી જવું પડશે.”

20 બેનહદાદે આ કરાર માંન્ય રાખ્યો અને તેણે પોતાના સૈન્યને ઇસ્રાએલનાં કેટલાંક નગરો સામે લડવા મોકલ્યું. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માંઅખાહ, સમગ્ર કિન્નેરોથ અને નફતાલી પ્રદેશનાં તમાંમ નગરોનો નાશ કર્યો. 21 બાઅશાએ આ આક્રમણના સમાંચાર સાંભળ્યા, ત્યારે તેણે રામાં નગરનું બાંધકામ પડતું મૂકયું. અને પાછો તિર્સાહ ચાલ્યો ગયો. 22 પછી આસા રાજાએ સમગ્ર યહૂદામાં જાહેરાત કરી કે, દરેક સશકત પુરુષે “રામાં”નો નાશ કરવામાં મદદ કરવી અન તેનાં લાકડાં તથા પથ્થરો ઉઠાવી લાવવાં. રાજા આસાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પાહ બાંધવા માંટે કર્યોં.

23 આસાના રાજયના બીજા બધા પ્રસંગો, તેનાં વિજયો અને તેનાં બધાં કાર્યો, તેમજ તેણે બંધાવેલા નગરો તે બધું યહૂદાના રાજાઓના ઇતિહાસનાં ગ્રંથમાં લખેલું છે. વૃદ્ધાવસ્થામાં તેને પગનો રોગ લાગુ પડયો. 24 પછી તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોશાફાટ તેના પછી રાજગાદીએ આવ્યો.

ઇસ્રાએલનો રાજા નાદાબ

25 એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વર્ષે ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ. 26 તેણે યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ; તે પોતાના પિતાને પગલે ચાલ્યો; પિતાની જેમ પોતે પાપ કર્યુ, ને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યું.

27 અહિયાનો પુત્ર બાઅશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બળવો કર્યો. નાદાબે ઇસ્રાએલી સૈન્યની સાથે પલિસ્તીઓના નગર ગિબ્બથોનને ઘેરી લીધું હતું. ત્યારે બાઅશાએ કાવત્રુ કરીને તેનું ખૂન કર્યું. 28 રાજા આસાના યહૂદામાં શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન બાઅશાએ નાદાબને માંરી નાખ્યો અને પોતે રાજા બન્યો.

ઇસ્રાએલનો રાજા બાઅશા

29 જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી. 30 આ બધું બન્યું કારણકે યરોબઆમે પાપ કર્યું, અને ઇસ્રાએલીઓને પણ પાપ કરવા પ્રેર્યા અને આમ તેણે ઇસ્રાએલના દેવ યહોવાને ખુબ ગુસ્સે કર્યા.

31 નાદાબના શાસન વખતના બીજા બનાવો અને બીજુ જે કાઇ તેણે કર્યુ હતું તે ઇસ્રાએલના રાજાના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલું છે. 32 યહૂદાના રાજા આસા અને ઇસ્રાએલના રાજા બાઅશા વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કર્યો.

33 યહૂદાના રાજા આસાના શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન અહિયાનો પુત્ર બાઅશા ઇસ્રાએલનો રાજા બન્યો. બાઅશાએ તિર્સાહમાં ચોવીસ વર્ષ રાજ કર્યું, 34 યહોવાએ જેને અનિષ્ટ કહ્યું હતું તે જ તેણે કર્યું, અને તે યરોબઆમના ઉદાહરણને અનુસર્યો. તેના જેવા જ પાપ કર્યાં અને ઇસ્રાએલીઓને પાપના માંગેર્ દોર્યા.

16 તેના પછી યહોવાએ હનાનીના પુત્ર યેહૂને બાઅશા માંટે સંદેશો આપ્યો, તે સંદેશો આ હતો. “કે મેં તને સામાંન્ય માંણસમાંથી માંરા ઇસ્રાએલી લોકોનો રાજા બનાવ્યો. પણ તું યરોબઆમને પગલે ચાલ્યો, તેં માંરા લોકો ઇસ્રાએલીઓ પાસે એવાં પાપ કરાવ્યાં અને તેમના આ પાપોએ મને કોપાયમાંન બનાવ્યો. હવે હું તારો અને તારા કુટુંબનો ઉચ્છેદ કરી નાખીશ, નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનાં મેં જે હાલ કર્યા હતા, તેવા તારા પણ કરીશ. બાઅશાના કુટુંબના જે કોઈ નગરમાં મુત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાઈ જશે.”

બાઅશાનાઁ શાસનના બીજા બનાવો, અને તેનાં કાર્યો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામનાં ગ્રંથમાં લખેલ છે. પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો.

હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક, યહોવા તરફથી બાઅશા અને તેના કુટુંબ માંટે એક સંદેશો લાવ્યો. એનું કારણ એ કે, બાઅશાએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરીને યહોવાનો રોષ વહોરી લીધો હતો; તેણે યરોબઆમના કુટુંબના જેવું આચરણ કર્યું હતું, તેથી યહોવા તેના કુળનો પણ નાશ કરશે.

ઇસ્રાએલનો રાજા એલાહ

યહૂદાના રાજા આસાના શાસનના છવ્વીસમાં વર્ષે જ્યારે બાઅશાનો પુત્ર એલાહ તિર્સાહમાં રાજા થયો અને તેણે બે વર્ષ રાજય કર્યુ,

તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો. 10 ઝિમ્રી ત્યાં આવ્યો અને એલાહને ત્યાં માંરી નાખ્યો અને પછી રાજા બન્યો. આ યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમાં વર્ષ દરમ્યાન બન્યું.

ઇસ્રાએલનો રાજા ઝિમ્રી

11 તે જેવો ગાદીએ આવ્યો કે તરત જ તેણે આસાના સમગ્ર પરિવારને રહેંસી નાખ્યું. તેણે તેના કુટુંબમાંથી તેના ખૂબ દૂરના સગાસંબધી કે મિત્રોનાં એકેય માંણસને તેણે જીવતા રહેવા દીધા નહિ. 12 ઝિમ્રી દ્વારા બાઅશાનાઁ કુળના સભ્યોનો સંહાર થયો, જેની પ્રબોધક યેહૂએ ભવિષ્યવાણી કરી હતી અને આમ યહોવાના વચન સાચાં પડ્યાં. 13 બાઅશા અને તેના પુત્ર એલાહનાંઁ પોતાના જ અનિષ્ટ કૃત્યો અને દુષ્ટ કર્મોને લીધે તેઓનો સંહાર થયો. કેમકે તેઓ ઇસ્રાએલીઓને મૂર્તિઓની પૂજા કરવામાં દોરી ગયા અને ઇસ્રાએલના યહોવા દેવને સખત ક્રોધાયમાંન કર્યા.

14 એલાહનાઁ શાસનના બીજા બધાં બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલ છે.

15 યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમેં વર્ષે ઝિમ્રીએ તિર્સાહમાં સાત દિવસ રાજ્ય કર્યુ. તે વખતે ઇસ્રાએલી સૈન્યે ગિબ્બથોનના પલિસ્તીઓના શહેર પાસે પડાવ નાખ્યો. 16 જ્યારે સેનાને ખબર પડી કે ઝિમ્રીએ રાજા વિરુદ્ધ કાવતરું કરી, તેનું ખૂન કર્યુ છે. ત્યારે તેઓએ સેનાપતિ ઓમ્રીને નવા રાજા તરીકે જાહેર કર્યો. 17 ઓમ્રીએ અને સમગ્ર ઇસ્રાએલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાહને ઘેરો ઘાલ્યો. 18 જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો. 19 યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કરી તેણે જે પાપ કર્યું હતું તથા તેણે આચરેલા દુષ્કૃત્યોનું આ ફળ હતું. તે યરોબઆમને પગલે ચાલ્યો હતો. તેણે યરોબઆમની જેમ પાપ કર્યુ હતું, અને ઇસ્રાએલીઓ પાસે પણ પાપ કરાવ્યું હતું.

20 ઝિમ્રીના શાસનના બીજા બનાવો અને તેણે કરેલા બળવાની વાત ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલી છે.

ઇસ્રાએલનો રાજા ઓમ્રી

21 ત્યારબાદ ઇસ્રાએલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને ટેકો આપતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમ્રીને ટેકો આપતો હતો. 22 જે લોકો ઓમ્રીને ટેકો આપતા હતા, તેઓ વધુ બળવાન હતાં. તિબ્નીને માંરી નાખવામાં આવ્યો અને ઓમ્રીનો વિજય થયો, તેથી તેણે કોઈના વિરોધ વિના રાજ કર્યું.

23 જ્યારે આસા યહૂદાના રાજા તરીકે 31 વર્ષ રહ્યો. ઓમ્રી ઇસ્રાએલનો રાજા બન્યો, અને તેણે 12 વર્ષ રાજ્ય કર્યું. એમાંથી તેણે છ વર્ષ તિર્સાહમાં રાજય કર્યું, 24 ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.

25 ઓમ્રીએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું; દુષ્ટતામાં તે પોતાના બધા પૂર્વજો કરતાં વધી ગયો. 26 તેણે નબાટના પુ્ત્ર યરોબઆમને માંગેર્ ચાલી, યરોબઆમની જેમ પોતે પાપ કર્યા અને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યાં તથા મૂર્તિની પૂજા કરીને, ઇસ્રાએલના દેવ યહોવાને કોપાયમાંન કર્યા.

27 ઓમ્રીના શાસનના બીજા બનાવો અને તેનાં વિજયો ઇસ્રાએલીઓના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં નોંધેલાં છે. 28 પછી ઓમ્રી પિતૃલોકને પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આહાબ ગાદીએ આવ્યો.

ઇસ્રાએલનો રાજા આહાબ

29 યહૂદાના રાજા આસાના અમલમાં આડત્રીસમે વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇસ્રાએલનો રાજા બન્યો; અને તેણે સમરૂનમાં 22 વર્ષ રાજ કર્યું. 30 ઓમ્રીના પુત્ર આહાબે યહોવાની નજરે અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. અને પોતાના બધા પૂર્વજો કરતાં પણ તે વધારે ખરાબ નીવડયો. 31 તેને માંટે નબાટના પુત્ર યરોબઆમના પગલે ચાલવું એ પૂરતું ન હતું. તેથી તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે સિદોનના રાજા એથ્બઆલની પુત્રી હતી, અને બઆલ દેવની પૂજા કરી હતી. 32 તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી. 33 આહાબે અશેરાહ દેવીની પણ એક મૂર્તિ ઊભી કરી, અને બીજાં પાપો પણ કર્યા, પરિણામે તેણે તેની સામે બીજા ઇસ્રાએલી રાજાઓ કરતાં પણ વધુ ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો.

34 તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.

એલિયાની દુષ્કાળ અંગેની આગાહી

17 એલિયા ગિલયાદના તિશ્બેનો હતો, તેણે આહાબને કહ્યું કે, “ઇસ્રાએલના દેવ યહોવા જેની સંમુખ ઊભો રહું છું તેનો હું સેવક છું, અને હું માંરા જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ પડવાના નથી.”

ત્યારબાદ તેને યહોવા તરફથી આ સંદેશો મળ્યો. “આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીથના વહેળા પાસે સંતાઈ જા. ઝરણાનું પાણી પીજે, અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે.” તેણે યહોવાનાં કહ્યાં પ્રમાંણે કર્યુ. તે યર્દન નદીની બાજુમાં આવેલ કરીથના વહેળા પાસે ગયો. કાગડાઓ સવાર-સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા, અને તે ઝરણામાંથી પાણી પીતો.

પણ થોડા સમય પછી, નાની નદીનું પાણી સુકાઈ ગયું કેમકે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. પછી યહોવાએ એલિયાને કહ્યું, “તું ઊઠ, અને સિદોન નગરની પાસેના સારફત ગામમાં જઈને રહે, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તે તારું પોષણ કરશે, તે માંટે મેં તેને આજ્ઞા આપી છે.”

10 આથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે, તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેનું અભિવાદન કર્યુ અને કહ્યું, “જરા મને કૂંજામાં થોડું પાણી પીવા લાવી આપોને.” 11 તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને બૂમ પાડીને કહ્યું, “માંરે માંટે ટૂકડો રોટલીનો પણ લાવજો.”

12 પણ તે વિધવા બોલી, “તમાંરા દેવ યહોવાના સમ માંરી બરણીમાં મુઠ્ઠી લોટ અને કૂજામાં થોડું તેલ છે; એ સિવાય માંરી પાસે કશું ખાવાનું નથી. હું અહીં આ થોડા લાકડાં ભેગાં કરવા આવી છું, જેથી જઈને મરતાં પહેલાં માંરે માંટે ને માંરા પુત્રના છેલ્લા ભોજન માંટે કંઈ રાંધી શકું.”

13 એલિયાએ કહ્યું, “ગભરાઈશ નહિ, જા ને હું કહું છું એ પ્રમાંણે કર. પહેલાં માંરા માંટે એક નાની રોટલી બનાવજે, પછી એક તારા માંટે બનાવ, અને ત્યાર પછી એક તારા પુત્ર માંટે બનાવ. 14 કારણ, ઇસ્રાએલના યહોવા દેવનાં વચન છે કે, ‘યહોવા ભૂમિ પર વરસાદ ન મોકલે, ત્યાં સુધી બરણી માંનો લોટ અને તેલનો કૂંજો કદી ખાલી થશે નહિ.’”

15 આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યુ; અને લાંબા સમય સુધી એલિયાને, તે સ્રીને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું. 16 એલિયા માંરફતે યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી અને તે પ્રમાંણે લોટની બરણી અને તેલનો કૂંજો કદી ખાલી થયા નહિ.

17 ત્યારબાદ તે ઘરવાળી સ્રીનો પુત્ર માંદો પડયો, તેની માંદગી એટલી ભારે હતી કે તેનું મૃત્યુ થયું. 18 ત્યારે તેણે એલિયાને કહ્યું, “ઓ યહોવાના માંણસ, તમે શા માંટે આવીને માંરા એ પાપ વિષે યાદ કરાવો છો? જેને લીધે માંરો પુત્ર મરી ગયો હતો?”

19 એલિયાએ તેને કહ્યું, “તારા પુત્રને માંરી પાસે લાવ.” એમ કહીને એલિયાએ તેના ખોળામાંથી બાળકને લઈ લીધો અને પોતે રહેતો હતો તે માંળ ઉપરની ઓરડીમાં લઈ જઈ તેને પોતાની પથારીમાં નીચે મૂક્યો. 20 પછી તેણે યહોવાને પ્રાર્થના કરતાં કહ્યું, “ઓ માંરા યહોવા દેવ, હું જેને ત્યાં ઊતર્યો છું, તે વિધવાને તમાંરે સાચેજ નુકસાન પહોંચાડવું છે? એના પુત્રને તમે શા માંટે માંરી નાખ્યો?” 21 તેણે પોતે બાળક તરફ ખેંચાઇને ત્રણ વખત લાંબા થઈને યહોવાને મોટેથી પ્રાર્થના કરી કે, “ઓ માંરા દેવ, આ બાળકને ફરી જીવતો કરી દે.”

22 યહોવાએ તેનો પોકાર સાંભળ્યો. પેલા બાળકને ફરીથી જીવતો કર્યો. 23 એલિયાએ તેને ઉપાડી લઈ ઘરના પરના માંળપરની ઓરડીમાંથી તેને તેની માંતા પાસે લઇ આવ્યો. તે બાળકને તેની માંતાને સુપ્રત કરીને તેણે કહ્યું, “જો, તારો પુત્ર તો જીવે છે.”

24 તેથી તે સ્ત્રીએ કહ્યું, “હવે હું ખાતરી પૂર્વક જાણું છું કે તમે દેવના માંણસ છો, અને તમે બોલો છો તે યહોવાનું વચન છે તે સત્ય છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International