Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 શમુએલનું 22-24

દાઉદની આભારસ્તુતિનું ગાન

22 યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં.

યહોવા માંરો ખડકછે તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે.
    ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું
તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ;
    માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.
યહોવા જે સ્તુતિપાત્ર છે,
    તેને હું હાંક માંરીશ;
    એમ હું માંરા શત્રુઓથી બચી જઇશ.

માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં,
    અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.
કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:
    મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.
મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો,
    માંરા દેવને મેં પોકાર કર્યો;
યહોવાએ પોતાના મંદિરમાં સાદ સાંભળ્યો;
    અને માંરી અરજ તેને કાને પહોચી.
પૃથ્વી હાલી અને કાંપી ઊઠી,
    આકાશોના પાયા ધ્રૂજયા;
    કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં.
તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે,
    દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે
    અને તે થી કોલસાં સળગે છે.
10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યાં,
    અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.
11 યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં,
    તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં.
12 દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં.
    તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું.
13 તેમની સામે રહેલા પ્રકાશમાંથી
    અગ્નિના કોલસા સળગ્યા.
14 યહોવાએ ત્રાડ પાડી,
    પરાત્પર દેવે પોતાનો અવાજ સંભળાવ્યો.
15 યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા.
    તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.

16 યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે;
    પવન તેમના મોઢામાંથી બહાર ફૂંકાયો, સાગરનાં પાણી પાછા ઠેલાયા,
સાગરના તળિયાં દેખાવા લાગ્યા,
    પૃથ્વીના પાયા હચમચી ગયા.

17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો;
    તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.
18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો,
    માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો.
19 અણધારી આફત માંરા ઉપર આવી,
    અને માંરા પર શત્રુઓએ હુમલો કર્યો.
20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો;
    તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.
21 હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી.
    મને યહોવા પાસેથી હંમેશા માંરા કર્મ પ્રમાંણે બદલો મળે છે.
22 હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું,
    દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.
23 મેં સાચા હૃદયથી સદા
    તેમના આદેશનું પાલન કર્યુ છે.
24 હું નિર્દોષ છું ને પોતાને દેવ સન્મુખ,
    પાપથી દૂર રાખ્યો છે.
25 તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો,
    એમની દ્રષ્ટિમાં મેં કોઇ ખોટું કામ કર્યુ નથી.

26 ભલાની સાથે તમે ભલા બનો છો,
    ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો.
27 જેઓ સીધા છે તેમની સાથે તમે સીધા રહો છો,
    પણ મહાપ્રપંચી લોકોની ચાલાકી પણ નકામી થઇ જાય છે.
28 નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો,
    ને ગવિર્ષ્ઠોને તમે શરમિંદા બનાવો છો.
29 હે યહોવા, તમે જ માંરા દીપક છો,
    તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો.
30 યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું,
    દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું.

31 દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે;
    જે કોઈ તેમનામાં વિશ્વાસ રાખે છે,
    તેનુ હંમેશા રક્ષણ થશે.
32 એકલા યહોવા આપણા એક માંત્ર દેવ,
    ને એ જ આપણા તારણહાર છે.
33 દેવ એ માંરો મજબૂત ગઢ છે,
    તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે.
34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે,
    અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે.
35 યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે,
    અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે.

36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે.
    અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.
37 યહોવા માંરા પગો અને પગની ઘૂંટીઓને આપ મજબૂત કરો,
    જેથી હું લથડ્યા વગર ચાલી શકું.
38 હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ;
    જયાં સુધી હું તેઓ સવેર્નો નાશ નહિ કરું ત્યાં સુધી હું ફરીશ નહિ.
39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે,
    મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે.
તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ,
    તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.

40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યો,
    અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.
41 તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત:
    હું તેઓને હરાવી શકુ છું.
42 તેઓએ પરિણામ વગર
    મદદ મેળવવા પ્રયત્નો કર્યા,
તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા.
    પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.
43 મેં માંરા શત્રુઓને માંરીને
    ટૂકડાં કરી નાખ્યા હતા.
તેઓ રસ્તાની ધૂળ જેવા થઇ ગયાં હતાં.
    હું તેઓ પર, જાણે તેઓ ધૂળ હોય તેમ ચાલ્યો.

44 જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા.
    તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો.
    જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.
45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે.
    તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.
46 અન્ય દેશોના લોકો ભયભીત થશે,
    તેઓ પોતાના છૂપાવાના સ્થાનોથી ભયથી થરથર ધ્રૂજતા બહાર આવશે.

47 યહોવા જીવંત છે,
    હું ખડકની પ્રશંસા કરૂં છું.
    દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.
48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું,
    તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.
49     માંરા દુશ્મનોથી મને છોડાવે છે;

ને માંરા વિરોધીઓ સામે માંરું મસ્તક ઊંચું રાખે છે;
    ને હિંસાથી તે માંરું સદા રક્ષણ કરે છે.
50 એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ.
    હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ.
    અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ.

51 યહોવા તેના રાજાને ઘણા યુદ્ધોમાં વિજયો અપાવવામાં મદદ કરે છે.
    યહોવા તેમના પસંદ કરેલા રાજાને સાચો પ્રેમ અને દયા દર્શાવે છે.
    દેવ દાઉદ અને તેનાં વંશજો પ્રત્યે, સદાકાળને માંટે કર્તવ્ય પાલન કરે છે.

દાઉદના અંતિમ વચનો

23 દાઉદનાં અંતિમ વચનો આ છે:

“આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે.
    આ વચનો એ માંણસ તરફથી છે
કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો,
    જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.
યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે,
    અને તેમનાં વચનો માંરા હોઠ ઉપર છે.
ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે.
    ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે,
‘જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે.
    જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે.
તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ
    જેવો વાદળ વિનાની સવાર જેવો થશે;
વર્ષા પછી સૂર્યપ્રકાશથી ઊગી
    નીકળતાં કૂમળા ઘાસ જેવો તે થશે.’

“દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું,
    દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે,
તે દરેક રીતે સુરક્ષિત છે.
    દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે.
તે માંરી બધી ઇચ્છાઓ
    અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.

“પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે;
    કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી.
    તેઓ તેમને ફેંકી દે છે.
જો કોઇ વ્યકિત તેમને અડવા જાય
    તો લોખંડના લાકડાના ભાલાની જેમ વાગે છે.
એમને તો આગમાં ફેંકી દેવામાં આવશે.
    અને સદંતર નાશ કરી દેવામાં આવશે.”

ત્રણ શૂરવીરો

દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે:

પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો.

દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું. 10 તે થાકી ગયો ત્યાં સુધી પલિસ્તીઓની સાથે લડ્યો છતાં પણ તેણે તરવાર હાથમાં પકડી રાખી હતી. તે દિવસે દેવે ઇસ્રાએલીઓને મહાન વિજય આપ્યો. એલઆઝારે પલિસ્તાનીઓને હરાવ્યા પછી ઇસ્રાએલીઓ દુશ્મન સૈનિકોના મૃતદેહો આગળથી ફકત લૂંટેલો માંલ લેવા ગયા.

11 ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં. 12 પણ શામ્માંહ ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યુ અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો.

13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.

14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી. 15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!” 16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું. 17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”

અન્ય શૂરવીર યોદ્ધાઓ

18 યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો. 19 તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.

20 યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો. 21 વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો. 22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું. 23 તે ત્રીસ વીરો કરતાં પણ વધારે વિખ્યાત હતો, પણ તે ત્રણ વીરોમાંનો એક નહોતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો મુખ્ય અધિકારી બનાવ્યો હતો.

ત્રીસ શૂરવીરો

24 બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાંણે છે:

યોઆબનો ભાઈ અસાહેલ,

બેથલેહેમમાંથી દોદોનો પુત્ર એલ્હાનાન;

25 હરોદમાંથી શામ્માંહ અને અલીકા;

26 પાલટીમાંથી હેલેસ,

તકોઈમાંથી ઇકેકેશનો પુત્ર ઇરા,

27 અનાથોથમાંથી અબીએઝેર;

હુશાથમાંથી મબુન્નાય;

28 અહોહમાંથી સાલ્મોન;

નટોફાથમાંથી માંહરાય;

29 નટોફાથી બાઅનાહનો પુત્ર હેલેબ;

બિન્યામીન ગિબયાહમાંથી રીબાયનો પુત્ર ઇત્તાય;

30 પિરઆથોનમાંથી બનાયા;

ગાઆશના નાળામાંથી હિધ્રાય;

31 આર્બાથી અબીઆલ્બોન;

બાર્હુમીમાંથી આઝમાંવેથ;

32 શાઆલ્બોનમાંથી એલ્યાહબા;

યાશેનના પુત્રોમાંથી

યોનાથાન; 33 હારારથી શામ્માંહ, પુત્ર,

અરારમાંથી શારારનો પુત્ર અહીઆમ;

34 માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો

અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;

35 કામેર્લમાંથી હેસ્રોઇ,

આર્બામાંથી પ્રાય.

36 સોબાહમાંથી નાથાનનો પુત્ર યિગઆલ;

ગાદમાંથી બાની;

37 આમ્નોનમાંથી સેલેક;

બએરોથમાંથી નાહરાય; નાહરાય સરૂયાના પુત્ર યોઆબનો શસ્ત્રવાહક હતો.

38 યિથામાંથી ઇરા અને ગારેબ,

39 ઊરિયા હિત્તી,

એમ બધા મળીને કુલ સાડત્રીસ માંણસો હતા.

સૈૈન્ય ગણતરીનો દાઉદનો નિર્ણય.

24 યહોવા ફરી એક વાર ઇસ્રાએલીઓ ઉપર કોપાયમાંન થયા; અને તેણે દાઉદને ઇસ્રાએલીઓનો વિરોધી બનાવ્યો તેણે તેને કહ્યું, “જા ઇસ્રાએલની વસ્તી અને યહૂદાના લોકોની ગણતરી કર.”

તેથી દાઉદે યોઆબને અને તેના લશ્કરના સેનાપતિને કહ્યું, “જાઓ, અને દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલના કુળની વસ્તીની ગણતરી કરી આવ. માંરે જાણવું છે માંરા લોકોની સંખ્યા કેટલી છે.”

પણ યોઆબે કહ્યું, “આપના દેવ યહોવા આપને સો ગણા વધારે લોકો આપે. અને આપની આંખો આ થતી જૂઓ! પણ આપને લોકોની સંખ્યા ગણવાનો આ વિચાર શાથી આવ્યો?”

પરંતુ રાજાએ સખ્તાઇથી આગળ યોઆબ અને લશ્કરના અમલદારોને લોકોની ગણતરી કરવાનો હુકમ કર્યો તેથી તેઓ રાજાની પરવાનગી લઇ ઇસ્રાએલના લોકોની સંખ્યા ગણવા ગયા. તેઓએ યર્દન નદી ઓળંગી અને યાઝેર પાસે ગાદની ખીણની વચમાં નગરની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.

પછી તેઓ ગિલયાદ ગયા અને છેક નીચે તાહતીમ હોદશી ગયા. ત્યાર પછી તેઓ ઉત્તર તરફ દાન યાઆન થઇને સિદોન ગોળ ફરીને આવ્યા. પછી તેઓ સૂરના મજબૂત કિલ્લામાં તથા હિવ્વીઓનાં ને કનાનીઓનાં સઘળાં નગરોમાં આવ્યાં; અને યહૂદાના દક્ષિણ ભાગમાં બેર-શેબા ગયા. આમ, તેઓ આખા દેશમાં ફર્યા અને નવ મહિના ને વીસ દિવસ પછી તેઓ પાછા યરૂશાલેમ આવ્યા.

યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં.

યહોવા એ દાઉદને સજા કરી

10 દાઉદનું અંત:કરણ વસ્તી ગણતરી કરાવ્યા પછી ડંખવા લાગ્યું. તેણે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તે ખોટું છે. કૃપા કરીને માંરી આ મૂર્ખતાભરી દુષ્ટતા બદલ મને ક્ષમાં કરો.”

11 પણ બીજે દિવસે જ્યારે દાઉદ ઊઠયો ત્યારે દાઉદના પ્રબોધક ગાદને યહોવા તરફથી આ સંદેશો મળ્યો હતો કે, 12 “દાઉદને જઈને કહે કે, ‘યહોવા આ પ્રમાંણે કહેવડાવે છે; હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તું ગમે તે એક પસંદ કર એટલે હું તે પ્રમાંણે કરીશ.’”

13 તેથી પ્રબોધક ગાદે દાઉદ પાસે જઈને કહ્યું, “તારા દેશમાં ત્રણ વરસ દુષ્કાળ પડશે, અથવા તારે ત્રણ મહિના સુધી દુશ્મનોથી ભાગતા ફરવું પડશે, અથવા તારા દેશમાં ત્રણ દિવસે રોગચાળો ફાટી નીકળે, તને શું પસંદ છે? હવે વિચાર કરીને મને કહે કે મને મોકલનાર દેવને માંરે શો જવાબ આપવો?”

14 દાઉદે ગાદને કહ્યું, “આ બાબતમાં નિર્ણય કરવો અતિ મુશ્કેલ છે. પરંતુ માંણસોના હાથમાં પડવું તેના કરતાં હું દેવના હાથમાં સોંપાવું પસંદ કરું છું કારણ કે તેઓ મહાદયાળુ છે.”

15 આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસો[a] મરણ પામ્યા. 16 ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, “બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.

દાઉદે અરાવ્નાહની ખળી ખરીદી

17 દાઉદે દૂતને લોકોનો સંહાર કરતા જોયો એટલે તેણે યહોવાને કહ્યું, “દોષ માંરો છે, પાપ મેં કર્યું છે, પણ આ ગરીબ લોકો, એમણે શું કર્યુ છે? સજા કરવી હોય તો મને અને માંરા કુટુંબને કરો.”

18 તે વખતે દિવસે ગાદે દાઉદની પાસે આવીને કહ્યું, “તું અરાવ્નાહની ખળીમાં જા અને યહોવાને માંટે તે જગ્યાએ એક વેદી બંધાવ.” 19 તેથી યહોવાની આજ્ઞાથી ગાદે આમ કહ્યું અને દાઉદ અરાવ્નાહહ ગયો. 20 અરાવ્નાહએ સામે જોયું તો તેણે રાજાને અને તેના અમલદારોને પોતાના તરફ આવતા જોયા, એટલે તે સામો આવ્યો અને ભૂમિ ઉપર લાંબો થઈને રાજાના પગમાં પડયો. 21 તેણે પૂછયું, “તમે માંરા રાજા, તમે તમાંરા સેવકને ત્યાં કેમ પધાર્યા છો?”

દાઉદે ઉત્તર આપ્યો, “હું તારી આ જમીન ખરીદવા માંટે આવ્યો છું. અહીં હું યહોવાને માંટે યજ્ઞની વેદી બનાવીશ, જેથી લોકોમાં ફેલાયેલો મરકીનો રોગચાળાનો અંત આવે.”

22 અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.” 23 અરાવ્નાહએ એ બધું રાજાને આપી દીધું અને કહ્યું, “આપના દેવ યહોવા આપના ઉપર પ્રસન્ન થાઓ!”

24 પણ રાજાએ કહ્યું, “ના, માંરે તને એના પૈસા આપવા જોઈએ. માંરા દેવ યહોવાને હું મફતનું દહનાર્પણ નહિ ધરાવું.”

આથી દાઉદે પચાસ ચાંદીના શેકેલ આપીને ખળી અને બળદ ખરીદી લીધાં. 25 અને ત્યાં દાઉદે દેવ માંટે યજ્ઞવેદી બાંધી અને તેના પર દહનાર્પણ અને શાંત્યર્પણ અર્પણ કર્યા ત્યારે યહોવાએ દેશ માંટેની તેની પ્રાર્થના સાંભળી, અને તેણે યજ્ઞમાં અર્પણ કર્યા પછી ઇસ્રાએલનાં લોકોની માંદગી ચાલી ગઇ અને બધું સારું થયું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International