Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 શમુએલનું 4-7

શાઉલના પરિવાર ઉપર મુશ્કેલીઓ

જયારે શાઉલના પુત્ર ઇશબોશેથે સાંભળ્યું કે આબ્નેરને હેબ્રોનમાં માંરી નાખવામાં આવ્યો છે, ત્યારે તે ઘણો ગભરાઇ ગયો અને આખું ઇસ્રાએલ ભયથી ધ્રૂજી ઊઠયું. બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે. બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.

શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.

બએરોથી રેખાબના પુત્રો રિમોન અને બાઅનાહ શાઉલના પુત્ર ઇશબોશેથને ધરે બપોરના ગયા. ઇશબોશેથ બહુ ગરમી ને કારણે આરામ કરતો હતો. રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો. તેઓએ તેને છરો ભોંકી માંરી નાંખ્યો પછી તેનઁુ માંથુ કાપી નાખ્યું અને ઘરથી નાસી જતી વખતે તેને સાથે લઇને ગયા. તેઓએ આખી રાત અરાબાહ સપાટ ભૂમિ પર પ્રવાસ કર્યો અને હેબ્રોન પહોચ્યા.

પછી રાજા દાઉદને મળવા ગયા અને તેની સમક્ષ ઇશબોશેથનું મસ્તક રજૂ કરીને કહ્યું, “જુઓ! તમને માંરી નાખવાનો પ્રયત્ન કરનાર તમાંરા દુશ્મન શાઉલના પુત્ર ઇશબોશેથનું આ મસ્તક તમાંરે માંટે લાવ્યાં છીએ. આજે યહોવાએ માંરા પ્રભુ રાજાનું વેર શાઉલ અને તેના કુળ ઉપર વાળ્યું છે.”

દાઉદે રિમ્મોનના પુત્રોને રેખાબ અને તેના ભાઈ બાઅનાહને ઉત્તર આપ્યો, “મને તમાંમ સંકટોમાંથી ઉગારનાર યહોવાના સમ ખાઈને હું કહું છું. 10 જે માંણસ મને શાઉલના મૃત્યુના સમાંચાર આપવા આવ્યો હતો, તે પોતે સમજતો હતો કે તે માંરા માંટે સારા સમાંચાર લાવ્યો છે અને હું તેને ઇનામ આપીશ. પણ મે તેને પકડીને સિકલાગમાં માંરી નાખ્યો. 11 તેથી હવે માંરે તમને બન્ને દુષ્ટોને માંરી નાખવા જોઇએ, કેમકે તમે એક નિર્દોષ માંણસને એના શયનખંડમાં પથારી પર માંરી નાખ્યો છે. હવે હું તેનુ લોહી તમાંરા હાથોમાંથી માંગું છું અને હું તમને ધરતી પરથી રવાના કરીશ!”

12 દાઉદે પોતાના યુવાનોને હુકમ કર્યો, એટલે તેમણે રેખાબ અને બાઅનાહને માંરી નાખ્યા. અને તેમના હાથપગ કાપી નાખીને હેબ્રોનના તળાવ પાસે લટકાવ્યા. તેમણે હેબ્રોનમાં આવેલી આબ્નેરની કબરમાં ઇશબોશેથનું માંથું દાટી દીધું.

ઇસ્રાએલીઓએ દાઉદને રાજા બનાવ્યો

પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ. ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે જ ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું જ છે, તું જ તેમનો શાસનકર્તા થનાર છે.’”

તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.

દાઉદ રાજગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. તેણે 40 વરસ રાજય કર્યુ. તે હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના લોકો ઉપર સાડા સાત વર્ષ રાજય કર્યુ. ત્યારબાદ તેણે યરૂશાલેમમાં રહીને સમગ્ર ઇસ્રાએલ અને યહૂદાના લોકો ઉપર 33 વર્ષ રાજય કર્યું.

દાઉદે યરૂશાલેમ શહેરને જીત્યું

ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ. પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.

તે દિવસે દાઉદે તેના સૈન્યના માંણસોને કહ્યું, “પાણીના વહેળા વચ્ચે થઈને જાઓ, અને આંધળા તથા લંગડા શત્રુઓ સુધી પહોચો.”આથી લોકો કહે છે કે, “આંધળા અને લંગડા ઘરમાં પ્રવેશી શકશે નહિ.”

દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા. 10 આ રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી.

11 સૂરના રાજા હીરામે કાસદો, સુથારો, પથ્થરકામ કરનારા અને દેવદાર કાષ્ટના, દાઉદને માંટે તેનો મહેલ બાંધવા મોકલ્યા. 12 દાઉદને પ્રતીતિ થઈ “કે દેવે તેને રાજા બનાવ્યો છે અને તેના રાજયને ઇસ્રાએલને માંટે પદ ગૌરવ તેના લોકો માંટે વધારી આપ્યું હતું.”

13 હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાંથી વધારે પત્નીઓ તથા ઉપપત્નીઓ કરી; અને તેને અનેક દીકરા તથા દીકરીઓ થયાં. 14 યરૂશાલેમમાં જન્મેલાં તેનાં સંતાનોનાં નામ નીચે પ્રમાંણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાંન, 15 યિબ્હાર, એલીશૂઆ, નેફેગ, યાફીયા, 16 અલીશામાં, એલ્યાદા અને અલીફેલેટ.

દાઉદ પલિસ્તીઓ વિરુદ્ધ યુદ્ધમાં ગયો

17 પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો. 18 પલિસ્તીઓ આવી પહોંચ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.

19 દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?”

યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”

20 તેથી દાઉદે બઆલ-પરાસીમમાં તેઓને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેમ તૂટેલા બંધમાંથી પાણીના પૂરની જેમ યહોવાએ માંરા શત્રુઓમાં ભંગાણ પાડયું છે.” તેથી એ જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું છે. 21 પલિસ્તીઓ પોતાના દેવની મૂર્તિઓ બઆલ-પરાસીમમાં મૂકીને ભાગી ગયા હતા. દાઉદ અને તેના સૈનિકોએ તેઓની મૂર્તિઓ કબજે કરી હતી.

22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.

23 દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે. 24 જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”

25 દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.

દેવનો પવિત્ર કોશ યરૂશાલેમમાં ખસેડાયો

દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.

આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા. જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો. આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો. યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે.

તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?” 10 આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો. 11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા.

12 જયારે દાઉદને આ સમાંચાર મળ્યા કે “દેવે ઓબેદ-અદોમને તેના કુટુંબને અને તેની માંલિકીની દરેક વસ્તુને આશીર્વાદ આપ્યાં ત્યારે તે આનંદ પામ્યો અને ખુશીથી કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગર લઈ આવ્યો.” 13 જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો. 14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં. 16 પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.

17 પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.

18 પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો. 19 અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.

મીખાલે દાઉદને ઠપકો આપ્યો

20 જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.”

21 દાઉદે મીખાલને કહ્યું, “હું યહોવાની સમક્ષ નાચતો હતો. તેમણે મને પસંદ કર્યો, તારા પિતા અને તારા કુટંબના માંણસોને નહિ. અને યહોવાએ સમગ્ર ઇસ્રાએલીઓની સામે મને તેઓનો આગેવાન બનાવ્યો. તેથી તેમની આગળ હું માંરો આનંદ દર્શાવતો હતો અને તેમની સામે નાચતો હતો. 22 અને એટલું જ નહિ, હું હજી પણ નમ્ર બની માંરી જાતને હજી વધારે નમાંવીશ, તું કદાચ મને માંન નહિ આપે. પરંતુ તું જે દાસીઓ વિષે વાત કરે છે તેઓ સર્વથા મને માંન આપશે.”

23 શાઉલની પુત્રી મીખાલ મરતાં સુધી નિ:સંતાન જ રહી.

દાઉદે મંદિર બાંધવા માંગ્યું

રાજા પોતાના મહેલમાં સ્થાયી થયા અને યહોવાએ તેને ચારે બાજુના શત્રુઓથી સુરક્ષા આપી. રાજાએ પ્રબોધક નાથાનને કહ્યું, “હું અહીં સુંદર મહેલમાં રહું છું અને યહોવાનો પવિત્રકોશ મંડપમાં છે.”

ત્યારે નાથાને રાજાને કહ્યું, “ઠીક, આપના મનમાં જે હોય તે પ્રમાંણે કરો. કારણ, યહોવા આપની સાથે છે.”

પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઈ કે,

“તું જઈને માંરા સેવક દાઉદને કહે કે, ‘આ યહોવાનાં વચન છે: માંરા માંટે મંદિર બાંધનાર તું એક જ છે. કારણ, હું ઇસ્રાએલીઓને મિસરમાંથી લઈ આવ્યો ત્યારથી આજ સુધી હું કદી કોઈ મકાનમાં રહ્યો નથી, હું તંબૂમાં જ ફરતો રહ્યો છું. ઇસ્રાએલીઓ સાથેના માંરા પ્રવાસ દરમ્યાન મેં કદી ઇસ્રાએલની કોઇપણ જાતિને કે જેને મેં માંરા ઇસ્રાએલના લોકો પર નિયંત્રણ કરવાનો હૂકમ કર્યો હતો કે, તમે માંરે માંટે દેવદારના લાકડાનું મંદિર બંધાવો?’

“તો તારે માંરા સેવક દાઉદને એમ કહેવું પડશે કે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું જ્યારે બહાર ચરાણમાં ઘેટાંઓનું ધ્યાન રાખતો હતો. ત્યારે હું તને લઇ આવ્યો અને તને માંરી ઇસ્રાએલ પ્રજાનો આગેવાન મેં બનાવ્યો. તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ. 10-11 મેં માંરી ઇસ્રાએલી પ્રજા માંટે એક જગા પસંદ કરી છે. હું ત્યાં તેઓને વસાવીશ. તે તેઓનું પોતાનું સ્થાન બનશે. અને કોઈ તેઓને ત્યાંથી દૂર કરશે નહિ. મેં એમના માંર્ગદર્શન કરવા ન્યાયાધીશો નીમ્યા ત્યારથી આજ સુધી દુષ્ટ લોકો તેમને રંજાડતા આવ્યા છે; પણ હવે એમ નહિ થાય. સર્વ શત્રુઓ તરફથી હું તને શાંતિ આપીશ. યહોવા પોતે તને કહે છે કે તે તારા માંટે તારું કુટુંબ સ્થાપન કરશે.

12 “‘તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ. 13 માંરા માંટે તે સુંદર મંદિર બાંધશે, અને હું તેના રાજયાસનને સદાને માંટે સ્થાપન કરીશ. 14 હું તેનો પિતા થઈશ, અને તે માંરો પુત્ર થશે. અને તે જે કંઇ પણ ખોટું કરશે, તો હું તેને બાપની જેમ સજા કરીશ, તેને સજા કરવા હું બીજા લોકોનો ઉપયોગ કરીશ, તેઓ માંરા ચાબખા બનશે. છતાં 15 તારા પુરોગામી શાઉલ ઉપરથી મેં માંરો પ્રેમ અને કૃપા લઈ લીધાં, તેમ હું તેના ઉપરથી માંરી કૃપાદૃષ્ટિ ઉઠાવી લઈશ નહિ. 16 તારું કુળ અને તારું રાજય માંરી નજર સમક્ષ કાયમ રહેશે અને તારી રાજગાદી સદાકાળ રહેશે.’”

17 નાથાને દાઉદને તેને યહોવાએ સંદર્શનમાં જે કાંઈ કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.

દાઉદની દેવને પ્રાર્થના

18 ત્યાર બાદ દાઉદે મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ બેસીને પ્રાર્થના કરી,

“હે યહોવા દેવ, માંરા જેવા તુચ્છ માંણસ ઉપર તમે શા માંટે તમાંરા આશીર્વાદોની વૃષ્ટિ કરી છે? 19 અને તેમ છતાં પણ આ આશીર્વાદ પૂરતા ના હોય તેમ તમે માંરા કુળને ભવિષ્ય માંટે પણ આશીર્વાદ આપ્યા છે, ઓ યહોવા માંરા પ્રભુ, તમે હંમેશા લોકો સાથે આ પ્રમાંણે વ્યવહાર કરતાં નથી. શું તમે, કરો છો? 20 અને હવે હું બીજું કહું પણ શું? હું કેવો છું, તે તમે કયઁા નથી જાણતા. તમે તમાંરા સેવકને બરાબર ઓળખો છો. 21 તમે આ બધા અદ્ભૂત કાર્યો કરો છો કારણકે તમે કહ્યું, તમે તે કરશો કારણકે એમ કરવાની તમાંરી ઇચ્છા હશે. આ બાબત મને તમાંરા સેવકને જણાવવાનું તમે કહ્યું હતું. 22 ઓ યહોવા દેવ, તમે મહાન છો, અમે જે સાંભળ્યું છે તે પ્રમાંણે તમે જ એક માંત્ર દેવ છો અને તમાંરા વિના અન્ય કોઈ દેવ નથી.

23 “આ પૃથ્વી ઉપર તમાંરી ઇસ્રાએલી પ્રજા જેવા બીજા લોકો છે જેમને તમે ગુલામીમાંથી મુકિત અપાવી અને તમાંરા પોતાના લોકો બનાવ્યા? તમે મિસરમાં અમને ગુલામીમાંથી મુકત કર્યા. તમે અમને બીજા દેશો અને તેઓના દેવોમાંથી છોડાવ્યા, તમે મહાન અને અદ્ભૂત કાર્યો તમાંરી પ્રજા અને ઇસ્રાએલ માંટે કર્યા. 24 તમે તમાંરા લોકો ઇસ્રાએલીઓને તમાંરા પોતાના ગણ્યા અને સદાને માંટે તમાંરા પોતાના બનાવી અપનાવી લીધા છે, અને ઓ યહોવા, તમે પોતે તેઓના દેવ બન્યા છો.

25 “પણ હવે, ઓ યહોવા દેવ! તમે તમાંરા સેવકને માંટે અને ફકત એને માંટે નહિ પણ તેના ભવિષ્યના વંશજો માંટે પણ વચન આપ્યું છે તો, હવે મહેરબાની કરી, તમે વચન આપેલ બાબતો પૂર્ણ કરો; માંરા કુળને રાજાનુંકુળ સદા માંટે બનાવો. 26 જેથી સદાકાળ તમાંરા નામનો મહિમાં થાય, અને લોકો કહેશે કે, ‘સર્વસમર્થ યહોવા દેવ, ઇસ્રાએલ પર રાજ્ય કરે છે! આમ તમાંરી સમક્ષ તમાંરા સેવક દાઉદનું કુળ સદા સ્થિર સ્થાવર સ્થાપિત રહે.’

27 “ઓ સર્વસમર્થ યહોવા, ઇસ્રાએલના દેવ, તમે આ બાબતો માંરી સામે પ્રગટ કરી, તમે કહ્યું: ‘હું તારા કુળને મહાન બનાવીશ,’ તેથી હવે હું તમાંરો સેવક તમાંરી આગળ આ પ્રાર્થનાની અભ્યર્થના કરું છું. 28 ઓ સર્વસમર્થ યહોવા, તમે જ દેવ છો અને તમાંરાં વચનો સત્ય છે. તમે આ સર્વ આશીર્વાદોનું વચન મને આપ્યું છે. 29 કૃપા કરીને તમાંરા સેવકના કુળને તમાંરી સમક્ષ સદા રહેવા માંટે આશીર્વાદ આપો, કારણકે તમે માંરા દેવે આમ કહ્યું હતું, તમે માંરા કુળને યુગો પર્યંત કાયમ રહે એવા આશીર્વાદ આપ્યા છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International