Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 શમુએલનું 18-20

યોનાથાન દાઉદનો નજીકનો મિત્ર બન્યો

18 દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો. તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ. યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી. અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.

દાઉદની સફળતા નોંધતો શાઉલ

શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું. દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી. તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે,

“શાઉલે હજારોને સંહાર્યા છે
    પણ દાઉદે તો લાખોને.”

શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.” તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.

દાઉદથી ડરતો શાઉલ

10 અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો. 11 શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો.

12 શાઉલ ત્યારથી દાઉદથી ડરવા લાગ્યો, કારણ, યહોવા શાઉલ પાસેથી જતા રહ્યા હતા અને દાઉદની સાથે હતા. 13 તેથી શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના સૈન્યમાં સહસ્ત્રાધિપતિ તરીકે નીમ્યો. પછી તે લોકોને યુદ્ધમાં દોરી જતો હતો અને પાછા લાવતો હતો. 14 દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથે હતા. 15 દાઉદની સફળતા જોઈને શાઉલ તેનાથી વધારે ડરવા લાગ્યો, 16 પરંતુ ઇસ્રાએલના અને યહૂદાના બધા લોકો તેના ઉપર પ્રેમ રાખતા હતા, કારણ તે યુદ્ધમાં ટૂકડીઓને દોરવતો હતો.

પોતાની પુત્રીના લગ્ન કરવા ઇચ્છતો શાઉલ

17 પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તું યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ.

18 દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?”

19 પણ જયારે દાઉદ સાથે શાઉલની પુત્રી મેરાબનો પરણાવવાનો સમય આવ્યો ત્યારે શાઉલે મહોલાથના આદ્રીએલ સાથે તેને પરણાવી દીધી.

20 ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો. 21 તેણે વિચાર્યું, “હું મીખાલને દાઉદ સાથે પરણાવીશ. તે દાઉદને ફસાવશે અને પછી તે પલિસ્તીઓને હાથે મૃત્યુ પામશે.” આથી શાઉલે બીજી વાર દાઉદને કહ્યું, “તારે માંરા જમાંઈ થવાનું છે.”

22 શાઉલે પોતાના દરબારીઓને કહ્યું, “તમે ખાનગી રીતે દાઉદને એમ કહો કે, ‘રાજા તારા ઉપર ઘણા પ્રસન્ન છે અને રાજાના બધા અમલદારો પણ તારા પર પ્રેમભાવ રાખે છે. રાજાના જમાંઈ થવા માંટે તારા માંટે આ ખરો સમય છે.’”

23 શાઉલના માંણસોએ દાઉદના કાને આ વાત નાખી, ત્યારે દાઉદે કહ્યું, “શું તમે રાજાના જમાંઈ થવાનું એટલું સહેલું માંનો છો કે, માંરા જેવો એક ગરીબ અને સામાંન્ય માંણસ પણ રાજાનો જમાંઈ થઈ શકે?”

24 શાઉલના અમલદારોએ જયારે દાઉદના શબ્દો તેમને કહ્યાં ત્યારે શાઉલે જણાવ્યું, 25 “તેણે તેમને કહ્યું કે, દાઉદને કહો કે, ‘રાજાને તારી પાસેથી દહેજમાં ફકત સો પલિસ્તીઓની ઇન્દ્રીયની ચામડી જ જોઈએ છે તેને તેના દુશ્મનો ઉપર વેર વાળવું છે.’” શાઉલના મનમાં એવું હતું કે, આ રીતે દાઉદ પલિસ્તીને હાથે માંર્યો જશે.

26 દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું. 27 દાઉદે અને તેના માંણસોએ જઈને બ સો પલિસ્તીઓને માંરી નાખ્યા; દાઉદે તેમની ઇન્દ્રિયની ચામડી લાવીને રાજાને આપી; જેથી પોતે રાજાનો જમાંઈ થઈ શકે. આથી શાઉલે પોતાની પુત્રી મીખાલ દાઉદને પરણાવી.

28 શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે, 29 આથી તે દાઉદથી વધુને વધુ ડરવા લાગ્યો અને તેનો જીવનભર દુશ્મન બની ગયો.

30 જયારે પલિસ્તીઓનું સૈન્ય હુમલો કરતું, ત્યારે દરેક વખતે શાઉલના બીજા અમલદારો કરતા દાઉદને વધારે સફળતા મળતી અને આથી દાઉદનું નામ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યું.

યોનાથાને દાઉદને મદદ કરી

19 શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો. તેથી તેણે દાઉદને ચેતવ્યો કે, “માંરા પિતા શાઉલ તારો જીવ લેવાની તક શોધે છે, માંટે આવતી કાલે સવારે સાવધાન રહેજે; કોઈ ગુપ્ત જગ્યાએ છુપાઈ રહેજે. પછી હું માંરા પિતાની સાથે તું જે ખેતરમાં છુપાયો હશે ત્યાં આવીશ, અને તેની સાથે તારા વિષે વાત કરીશ, અને મને જે કઈ જાણવા મળશે તે હું તને જણાવીશ.”

બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે. તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિર્દોષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”

આખરે શાઉલ તેની સાથે સંમત થયો અને યહોવાના નામે પ્રતિજ્ઞા કરી કે, “માંરે દાઉદને માંરી નાખવો નહિ.”

યોનાથાને દાઉદને બોલાવીને આ બધી વાત કહી સંભળાવી. પછી તેને શાઉલ પાસે લઈ ગયો. દાઉદ ફરી પહેલાંની માંફક રાજાની સેવા કરવા લાગ્યો.

દાઉદને માંરવા ફરી પ્રયત્ન કરતો શાઉલ

તે પદ્ધી ટૂંક સમયમાં ફરી યદ્ધ ફાટી નીકળ્યું. અને દાઉદે પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો; અને તેમને એવા હરાવ્યા કે, તેઓ જીવ લઈને ભાગ્યાં. એક દિવસે શાઉલ પોતાના ઘરમાં બેઠો બેઠો દાઉદનું વણાવાદન સાંભળી રહ્યો હતો ત્યારે તેના હાથમાં તેનો ભાલો હતો. અચાનક તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્માં આવ્યો; અને શાઉલમાં પ્રવેશ્યો. 10 અને શાઉલે દાઉદને પોતાના ભાલા વડે ભીંત સૅંથે જડી દેવાનો પ્રયત્ન કર્યો; પણ દાઉદે ઘા ચુકાવ્યો અને શાઉલનો ભાલો ભીંતમાં પેસી ગયો; એ રાત્રે દાઉદ ત્યાંથી ભાગી ગયો.

11 દાઉદના ઘર પર નજર રાખવા સારુ શાઉલે સૈનિકો મોકલ્યા અને તેઓને જણાવ્યું કે સવારે દાઉદ ઘરની બહાર નીકળે કે તરત તેને માંરી નાખવો. પરંતુ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો આજે રાત્રે તું નાસી નહિ જાય તો કાલે સવારે નણ્ી તું મૃત્યુ પામશે.” 12 મીખાલે દાઉદને એક બારીમાંથી નીચે ઉતાર્યો અને તે ભાગી ગયો અને બચી ગયો. 13 પદ્ધી મીખાલે કુળદેવતાની મૂર્તિ લઈને પથારીમાં મુકી, તેને કપડા વડે ઢાંકી દીધી, પદ્ધી તેને બકરાંના વાળ તેના માંથા પર નાખી દીધાં.

14 જયારે શાઉલના માણસો દાઉદને પઢડવા આવ્યા, ત્યારે મીખાલે કહ્યું, “એ બિમાંર છે.”

15 પણ શાઉલે એ લોકોને દાઉદને નજરો નજર જોવા પાછા મોકલ્યા અને કહ્યું, “તેને પથારી સહિત અહીં ઉપૅંડી લાવો એટલે હું તેને માંરી નાખું.”

16 શાઉલના મૅંણસો અંદર ગયા, અને જોયું તો પથારીમાં કૂળદેવતાની મૂર્તિ માંત્ર હતી.

17 એટલે શાઉલે મીખાલને કહ્યું, “માંરા શત્રુને ભાગી જવા દઇને, તેઁ મને શા માંટે છેતર્યો.”

મીખાલે શાઉલને જવાબ આપ્યો, “દાઉદે એમ કહ્યું કે, જો ભાગી જવામાં હું તેની મદદ નહિ કરું તો તે મને માંરી નાખશે.”

રામાંના તંબૂઓમાં દાઉદ

18 આમ દાઉદ ભાગીને રામાંમાં શમુએલ પાસે ગયો અને શાઉલે તેને જે બધું કર્ચું તે કહ્યું. પદ્ધી દાઉદ અને શમુએલ નાયોથ જઈને ત્યાં રહ્યાં.

19 શાઉલને સમાંચાર મળ્યા કે, દાઉદ રામાં ખાતે આવેલા નાયોથમાં છે, 20 તેથી શાઉલે તેના મૅંણસો દાઉદને પઢડવા માંટે મોકલ્યા. તેમણે ત્યાં કેટલાક પ્રબોધકોને તેમના આગેવાન શમુએલ સૅંથે પ્રબોધ કરતા જોયા. શાઉલના માણસોમાં દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.

21 જયારે શાઉલને ખબર પડી કે શું બન્યું હતું ત્યારે તેણે વધારે માણસોને દાઉદને પઢડવા માંટે મોકલ્યા, અને તેઓમાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા તેથી તેણે ત્રીજી વાર બીજા મૅંણસોને મોકલ્યા તો તેમની પણ એ જ હાલત થઈ અને તેઓ પ્રબોધ કરવા લાગ્યાં. 22 આખરે તે પોતે રામાં જવા નીકળ્યો, અને સેખુમાંના મોટા કૂવા નધ્ક આવીને તેણે પૂછયું, “શમુએલ અને દાઉદ કયાં છે?”

લોકોએ જવાબ આપ્યો, “તેઓ તો રામાં ખાતે નાયોથમાં છે.”

23 પરંતુ તે ત્યાં જતો હતો ત્યારે તેનામાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તે પણ નાયોથ સધી પ્રબોધ કરતો ગયો. 24 શાઉલ ત્યાં ગયો, પોતાનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને શમુએલની સામે પ્રબોધ કર્યો. એ ત્યાં આખો દિવસ અને રાત નવસ્ત્રો જ પડી રહ્યો.

આથી લોકો કહેવા લાગ્યાં, “શાઉલ પણ પ્રબોધક થઈ ગયો કે શું?”

યોનૅંથાન અને દાઉદની સંધિ

20 દાઉદે રામાંમાં આવેલા નાયોથમાંથી ભાગીને યોનાથાન પાસે જઈને તેને કહ્યું, “મેં શું કર્યુ છે? માંરો શો ગુનો છે? તારા પિતા કેમ માંરો જીવ લેવા પાછળ પડયા છે?”

યોનાથાને કહ્યું, “આ ખ્યાલ ખોટો છે. તારો જીવ લેવાનો કોઈ ઇરાદો નથી. માંરા પિતા મને જણાવ્યા વિના કોઈ મહત્વનું કે બિનમહત્વનું કામ કરતા જ નથી. તેથી તે આ વાત માંરાથી છુપાવે શા માંટે? ના, એ સાચું નથી.”

દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”

યોનાથાને કહ્યું, “તો હું તારા માંટે શું કરું?”

દાઉદે કહ્યું, “આવતી કાલે અમાંસનો પર્વ છે. આ ઉજવણી ના દિવસે માંરે રાજા સાથે જમવાનું હોય છે, પણ હવે ખેતરમાં છુપાવા દો અને બીજે દિવસ પણ ત્યાં રહીશ. પહેલાં હું આ ઉત્સવમાં હંમેશા તારા પિતા પાસે રહેતો હતો, પણ આવતી-કાલે હું સીમમાં સંતાઈ રહીશ અને ત્રીજા દિવસની સાંજ સુધી હું ત્યાં જ રહીશ. જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાર્ષિક યજ્ઞોત્સવ છે.’ જો તે એમ કહે કે ‘સારું’ તો સમજવું કે, મને આંચ આવે એમ નથી. પણ જો તે ગુસ્સે થઈ જાય તો તારે ચોક્કસ સમજવું કે, તેણે માંરું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે. યહોવાના નામે આપણે ભાઈઓ તરીકે કરાર કરેલો છે, તેથી તું માંરે માંટે આટલું કર, અથવા તારા પિતાની વિરુદ્ધ મેં પાપ કર્યુ હોય તો તું જાતે જ મને માંરી નાખ, પણ મને તારા પિતાને સ્વાધીન કરતો નહિ!”

યોનાથાને કહ્યું, “તું એ ખ્યાલ જ મગજમાંથી કાઢી નાખ. મને જો ચોક્કસ ખબર હોત કે, માંરા પિતાએ તારું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે, તો મેં તને કહ્યું ન હોત?”

10 ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો તારા પિતા તારી સાથે કઠોરતાથી વાત કરશે તો એની જાણ મને કોણ કરશે?”

11 યોનાથાને દાઉદને કહ્યું, “આપણે ખેતરની અંદર જઇએ.” પછી તે બંને ખેતરમાં ગયા.

12 ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપું છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ. 13 જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો. 14 હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી માંરા ઉપર દયા રાખજે, 15 અને જો હું મૃત્યુ પામું તો માંરા કુટુંબ ઉપર દયા દેખાડવાનું બંધ ન કરતા. જ્યારે યહોવા આ જગતમાંથી તારા બધા દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ માંરા સંતાનો પર દયા રાખજે.” 16 આ પ્રમાંણે યોનાથાને દાઉદ સાથે એક સંધિ કરી,[a] કહેતા, યહોવા દાઉદના દુશ્મનોને સજા કરે.

17 યોનાથાનને દાઉદ પ્રાણ સમાંન વહાલો હતો, આથી તેણે ફરી દાઉદ પાસે મૈત્રીની પ્રતિજ્ઞા કરાવી.

18 પછી તેણે દાઉદને કહ્યું, “આવતીકાલે અમાંસ છે; અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે. 19 ત્રીજે દિવસે પહેલાં જયાં તું સંતાયો હતો તે જ જગ્યાએ જજે. તે પર્વત પાસે રાહ જોજે. 20 પછી હું ત્યાં આવીને જાણે કે નિશાન તાકતો હોઉં તેમ ખડક ઉપર ત્રણ તીર છોડીશ. 21 પછી હું માંરા નોકરને મોકલીશ અને કહીશ કે, તીર શોધી લાવ. જો હું નોકરને એમ કહું કે, ‘તીર તારી આ બાજુએ છે, ઉપાડી લે,’ તો તારે સમજવું કે તું સુરક્ષિત છે, અને બહાર આવવું, હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે તારા માંથે જરાપણ ભય નહિ હોય. 22 પણ જો હું તેને એમ કહું છું કે ‘તીર હજી આગળ છે જા અને લઇ આવ.’ તો તારે ભાગી જવું કારણ, યહોવા પોતે જ તને મોકલી દે છે. 23 આપણે એકબીજા સાથે કરેલા કરારને પાળવાનું આપણે યાદ રાખીએ યહોવા આપણી મદદ કરશે કારણકે તે આપણા સદાના સાક્ષી છે.” 24 આથી દાઉદ ખેતરમાં સંતાઈ ગયો.

શાઉલનો ખાવા પ્રત્યે અભિગમ

અમાંસ આવી એટલે રાજા ભોજનમાં ભાગ લેવા આવ્યો. 25 અને પોતાનું હંમેશનું દિવાલ પાસેનું આસન લીધું. આબ્નેર તેની જોડેના આસન ઉપર બેઠો. અને યોનાથાન સામેના આસન પર બેઠો. 26 દાઉદનું આસન ખાલી હતું. પણ તે દિવસે શાઉલ કંઈ બોલ્યો નહિ, તેણે ધાર્યું કે, “કંઈક થયું હોવું જોઈએ, જેથી દાઉદ અશુદ્વ થયો હશે.”

27 શાઉલે જોયું કે અમાંસ પછીના દિવસે પણ દાઉદનું આસન ખાલી હતું. એટલે શાઉલે યોનાથાનને પૂછયું, “શા માંટે યશાઇનો પુત્ર ગઈકાલે અને આજે જમવા ન આવ્યો?”

28 યોનાથાને શાઉલને જવાબ આપ્યો, “દાઉદે માંરી પાસે બેથલેહેમ જવાની રજા માંગી હતી. 29 તેણે કહ્યું હતું કે, ‘કૃપા કરીને મને જવા દો, કારણ, અમાંરું કુટુંબ ગામમાં યજ્ઞ ઊજવે છે, અને માંરા ભાઈએ મને હાજર રહેવા જણાવ્યું છે; એટલે જો તને માંરે માંટે લાગણી હોય, તો મને માંરા ભાઈઓને મળવા જવા દે.’ તેથી તે રાજાના ભોજનમાં ગેરહાજર છે.”

30 શાઉલ યોનાથાન ઉપર ગુસ્સે થઈ ગયો, અને કહ્યું, “તું એક ગુલામ સ્રીનો દીકરો છે જે આજ્ઞા પાળવાની મનાઇ કરે છે? તને ખબર નથી કે યશાઇનાં દીકરાનો પક્ષ લેવાથી તું તારા કુટુંબને અપમાંનિત કરીશ અને તારી માંતાની બદનામી કરીશ. 31 જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”

32 અને યોનાથાન તેના પિતા શાઉલ પાસે આવ્યો અને કહ્યું, “શા માંટે આપણે તેને માંરી નાખવો જોઈએ? તેણે શું કર્યુ છે?”

33 એટલે શાઉલે યોનાથાનને માંરવા માંટે ભાલો ઉગામ્યો, એટલે યોનાથાન સમજી ગયો કે માંરા પિતાએ દાઉદનો જીવ લેવાનો નિશ્ચય કર્યો છે. 34 તેથી યોનાથાન ગુસ્સે થઈને ખાણા પરથી ઊઠી ગયો. અને બીજને દિવસે તેણે કશું ય ખાધું નહિ, કારણ કે તેના પિતાએ દાઉદનું અપમાંન કર્યુ એથી તેને ઘણું દુ:ખ થયું હતું.

ફરી મળીશું કહેતા યોનાથાન અને દાઉદ

35 બીજે દિવસે સવારે યોનાથાન દાઉદ સાથે નક્કી કર્યા મુજબ એક છોકરાને લઈને ખેતરમાં ગયો. 36 તેણે છોકરાને કહ્યું, “હું હમણા જે તીર છોડું છું તેને દોડીને લઇ આવ.” છોકરો દોડયો અને યોનાથાને તેના માંથાની ઉપરથી તીરો છોડ્યાં. 37 છોકરો તીર જયાં પડ્યાં હતાં ત્યાં પહોંચી ગયો ત્યારે યોનાથાને તેને બૂમ પાડીને કહ્યું, “તીર તો ઘણા આગળ છે.” 38 “જલદી દોડ, ઉતાવળ કર, વિલંબ ન કરીશ.” છોકરો તીર ઉપાડી લઈને તેના ધણીની પાસે પાછો આવ્યો. 39 ફકત યોનાથાન અને દાઉદ જ આનો અર્થ સમજતા હતા. છોકરાને કશી ખબર નહોતી. 40 યોનાથાને પોતાનાં હથિયાર છોકરાને આપીને કહ્યું, “પાછો શહેરમાં લઈ જા.”

41 છોકરાના ગયા પછી તરત જ દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, અને યોનાથાનને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા; અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું. અને એકબીજાને ભેટીને રડ્યા. દાઉદ યોનાથાન કરતાં વધારે રડતો હતો.

42 યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિથી જા, કારણ તારી અને માંરી વચ્ચે અને તારા કુટુંબ અને માંરાં કુટુંબ વચ્ચે એક સંધિ છે અને યહોવા તેના સાક્ષી છે. આપણે પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે યહોવા આપણી વચ્ચે સદા માંટે સાક્ષી રહેશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International