Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 19-21

ઇસ્રાએલના લોકો સાથે દેવનો કરાર

19 મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પ્રથમ દિવસે જ ઇસ્રાએલના લોકો સિનાઈના રણમાં આવી પહોંચ્યા. પછી તેઓ રફીદીમથી નીકળીને સિનાઈના રણમાં આવ્યા અને ત્યાં આગળ સિનાઈ પર્વતની સામે નજીકમાં જ મૂકામ કર્યો. ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે: ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો. તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું. તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.”

આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. તે સાંભળીને સર્વ લોકોએ એક સાથે જવાબ આપ્યો, “યહોવાએ જે ફરમાંવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.”

અને લોકોએ જે જવાબ આપ્યો તે મૂસાએ દેવને પહોંચાડ્યો. પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.”

અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં.

10 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજ અને આવતી કાલે તેઓ દેહશુદ્ધિ કરે, અને તેઓ પોતાનાં વસ્ત્રો ધુએ, 11 અને ત્રીજા દિવસને માંટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત ઉપર ઊતરનાર છું. 12 અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે. 13 જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે માંરવો અથવા તીરથી વીંધી નાખવો, પછી તે પશુ હોય કે માંણસ હોય, તે બચશે નહિ, જયારે રણશિંગડુ ફૂંકાય, ત્યારે માંત્ર એ લોકો પર્વત પર ચઢી શકશે.”

14 આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને લોકોએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.

15 અને પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસ સુધીમાં તૈયાર થઈ જજો. સ્ત્રી સંગ કરશો નહિ.”

16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. 17 એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં. 18 અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રધ્રૂજવા લાગ્યો. 19 અને પછી જ્યારે રણશિંગડાનો અવાજ વધારને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલતો અને દેવ તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો.

20 અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો.

21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ માંરા દર્શનાર્થે હદ ઓળંગીને ઘસી આવે નહિ, નહિ તો ઘણા લોક માંર્યા જશે. 22 વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.”

23 એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.”

24 એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.”

25 એટલે મૂસાએ નીચે ઉતરીને તેઓને એ વાત કરી.

દશ આજ્ઞાઓ

20 પછી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે,

“હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:

“માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.

“તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ. તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ. પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.

“તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી.

“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો. છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે. 10 તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે, 11 છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.

12 “તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.

13 “તમાંરે ખૂન કરવું નહિ.

14 “તમાંરે વ્યભિચાર કરવો નહિ.

15 “તમાંરે ચોરી કરવી નહિ.

16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ.

17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.”

લોકોને દેવ પ્રત્યે ભય

18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા. 19 પછી તેઓએ મૂસાને કહ્યું, “અમાંરી સાથે તમે જ બોલો, તો અમે સાંભળીશું, પણ દેવ અમાંરી સાથે ન બોલે. નહિ તો અમે બધા મરી જઈશું.”

20 એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે દેવ તો તમાંરી કસોટી કરવા આવ્યા છે, જેથી તમે બધા ગભરાતા રહો અને પાપ ન કરો.”

21 પરંતુ લોકો તો તેમ છતાં દૂર જ ઊભા રહ્યાં, ને મૂસા ઘનઘોર વાદળ નજીક જયાં દેવ હતા ત્યાં ગયો.

22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને એ પ્રમાંણે કહે કે, મેં તમાંરી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે. 23 તેથી માંરી આગળ તમાંરે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમાંરે આ ખોટા દેવો બનાવવા નહિ.

24 “માંરા માંટે તમે લોકો એક માંટીની વેદી બનાવજો, અને તેના પર તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરોમાંથી મને દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. અને જે સર્વ જગાએ હું માંરું નામ સ્થાપીશ, ત્યાં હું તમાંરી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ. 25 જો તમે માંરા માંટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની ન કરાવશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય. 26 તેમ જ તમાંરે પગથિયાં ઉપર થઈને માંરી વેદી ઉપર ચઢવું નહિ, જેથી તમાંરી નગ્નતા દેખાય નહિ.”

અન્ય કાનૂનો અને આજ્ઞાઓ

21 પછી દેવે મૂસાને કહ્યું, “હવે તારે કાનૂનો તેઓની આગળ રજૂ કરવાના છે તે આ છે:

“જો તમે કોઈ હિબ્રૂ દાસ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમાંરી સેવા કરે અને સાતમે વરસે તે છૂટો થઈ જાય અને તેણે ચુકવવાંનુ નહિ રહે. ગુલામ થતાં પહેલા જો તે પરણેલો નહિ હોય, તો તે પત્નીના સિવાય છુટો થઈ જાય અને એકલો ચાલ્યો જાય. પરંતુ જો ગુલામ થતી વખતે જો તે પરણેલો હશે, તો છૂટો થતી વખતે તે તેની પત્નીને સાથે લઈને જશે. જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય.

“પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે; ‘હું તો માંરા ધણીને તથા માંરી પત્નીને તથા માંરાં બાળકોને ચાહું છું; માંરે તો છૂટવું નથી.’ જો આવું બને તો ગુલામના ધણીએ તેને ન્યાયધીશોને સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઉભો રાખીને સોય વતી તેનો કાન વીંધવો; એટલે તે તેના ધણીનો સદાને માંટે દાસ બની રહેશે.

“અને જો કોઈ વ્યક્તિ પોતાની દીકરીને દાસી તરીકે વેચે, તો તેને છુટી કરવાના કાયદા, પુરુષોને છુટા કરવાના કાયદા જેવા નથી. જે વ્યક્તિએ તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે છે, જો ધણીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હોય, તો તે તેણે બીજા લોકોને વેચવાનો હક્ક ગુમાંવે છે. પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માંટે રાખી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.

10 “જો તે બીજી પત્ની કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના ખોરાક-પોષાક કે તેનાં પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ. 11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો કરી ન શકે, તો તે મફત એટલે પૈસા ચૂકવ્યા વગર એમને એમ છૂટી થઈ શકે.

12 “જો કોઈ એક વ્યક્તિને માંરી તેની હત્યા કરે, તો તેને મોતની સજા કરવી. 13 પરંતુ જો એ વ્યક્તિએ કોઈ ચોક્કસ હેતુપૂર્વક ખૂન ના કર્યુ હોય, અને આકસ્મિક રીતે તેનું મૃત્યુ થયું હોય, તો તે વ્યક્તિને માંરી પસંદ કરેલી જગ્યાએ નાસી જશે, જ્યાં લોકો પોતાની રક્ષા માંટે ભાગી શકે છે. 14 પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી માંરી નાખે; તો તેને માંરી વેદી આગળથી પણ લઈ જઈને મૃત્યુદંડ આપવો.”

15 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને માંરે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.

16 “જો કોઈ ચોરીછૂપીથી માંનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.”

17 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.”

18 “અને જો કોઈ બે માંણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને એક માંણસ બીજા માંણસને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો માંરે કે તે મરી ન જાય પરંતુ ખાટલે પડે; 19 પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માંણસે તેને માંર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માંણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી આધાર આપવો.

20 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને. 21 પરંતુ જો તે દાસ કે દાસી મરી ન જાય અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો ધણીને સજા ન કરવી. કારણ એ દાસ કે દાસી તેની પોતાની મિલકત છે.”

22 “જો કોઈ માંણસો લડતાં-ઝઘડતાં હોય ત્યારે કોઈ માંણસ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલા જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માંગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાંણે આપવો. 23 પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ. 24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ. 25 ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ રીતે બદલો લેવો.

26 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા. 27 અને જો તે પોતાના દાસનો કે પોતાની દાસીનો દાંત તોડી પાડે, તો તેના દાંતની માંટે નુકસાનીના બદલામાં તેને છોડી દેવો.

28 “અને જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું માંરેને તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા માંરીને માંરી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદના ધણીને ગુનેગાર ગણવો નહિ. 29 પણ જો તે બળદને પહેલાંથી શિંગડું માંરવાની ટેવ હોય, ને તેનો ધણી તે જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય, અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને માંરી નાખે, તો તે બળદને પથ્થરો માંરીને માંરી નાખવો અને તેના ધણીને પણ મોતની સજા કરવી. 30 પરંતુ મૃત્યુદંડને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો તેના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવ્યું હોય તે તેણે ચૂકવવું.

31 “અને જો તેણે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માંર્યુ હોય, તો પણ આ જ કાનૂન લાગું પડે. 32 જો એ બળદ કોઈ દાસ કે દાસીને શિંગડું માંરે તો તેના ધણીએ દાસ કે દાસીને ધણીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો માંરીને માંરી નાખવો.

33 “જો કોઈ વ્યક્તિ કુવાનું ઢાંકણુ ખોલી નાખે અથવા કોઈ વ્યક્તિ ખાડો ખોદેને તેને ઢાંકે નહિ, ને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે. 34 તો ખાડાના ધણીએ નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના ધણીને નાણામાં બદલો આપવો. અને મરેલું પશુ પોતે લઈ જવું.

35 “અને જો કોઈ માંણસનો બળદ બીજાના બળદને શિંગડું માંરે અને તે મરી જાય, તો તે બન્ને જીવતો બળદ વેચી નાખે અને તેની કિંમત તથા મરેલું પશુ વહેંચી લે. 36 અથવા જો અને પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી માંરવાની ટેવ છે અને એના ધણીએ એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ તેનું થાય.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International