Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઓબાદ્યા

અદોમ સજા પામશે

આ ઓબાદ્યાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે:

યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે.
    દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટ્રો માટે આ સંદેશો આપ્યો છે.
ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઠીએ.”

યહોવા અદોમને કહે છે

“હું તને રાષ્ટ્રો વચ્ચે સૌથી નાનું બનાવીશ.
    તું અતિશય ઘૃણિત છે.
ઓ ઊંચા પહાડો પર
    અને ખડકોની બખોલમાં વસનાર,
    તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે.
તું તારા મનમાં એમ વિચારે છે કે,
    ‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?’”

અદોમને નીચું પાડવામાં આવશે

“ગરૂડની જેમ તું ઘણે ઊંચે ચઢીશ
    અને તારાઓ મધ્યે તારો માળો બાંધીશ તો,
    ત્યાંથીય હું તને નીચે પાડીશ એમ યહોવા કહે છે.
જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત.
    ધાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત.
તેઓએ ફકત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત.
    જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત.
તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત,
    પણ તારો સંપૂર્ણ નાશ થશે.
એસાવનો દેશ કેવો લૂંટાઇ ગયો!
    તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા!
તારી સાથે મૈત્રી કરાર કર્યો છે,
    તેઓ તને સરહદ બહાર કાઢી મુકશે.
તેઓ તને છેતરશે.
    તારા બધા મિત્રો તને હરાવશે.
તેઓ તારો રોટલો તારી નીચે
    જાળની જેમ રાખે છે.
‘તને તેની સમજ નહિ હોય.’”

યહોવા કહે છે, “તે દિવસે આખા અદોમમાં એક
    પણ શાણો માણસ હશે નહિ કારણકે
    હું એસાવ પર્વત પરના સર્વ શાણા માણસોનું શાણપણ હરી લઇશ.
હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે
    અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ
    અને સંહાર કરવામાં આવશે.
10 હે અદોમ, તારા ભાઇ યાકૂબ પર
    થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઇ જઇશ
    અને તારો સદાને માટે નાશ થશે.
11 જે દિવસે દુશ્મન પરદેશીઓ
    યરૂશાલેમનાં દરવાજાઓમાં પ્રવેશ્યા
અને તેની સંપત્તિ કબજે કરી
    અને ચિઠ્ઠીઓ નાખી તેના ભાગ કર્યા,
    તું જોતો ઉભો રહ્યો અને તેઓમાંનો એક બન્યો.
12 પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઇ જવાયો હતો
    ત્યારે તારે ખુશ થવું જોઇતું ન હતું,
યહૂદાના નાશના દિવસે
    તારે આનંદ માણવો જોઇતો ન હતો,
જ્યારે તેઓ પિડીત હતા,
    ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઇતી ન હતી.
13 તારે મારા લોકોની આપત્તિને દિવસે એમના શહેરનાં
    દરવાજામાં દાખલ થવું જોઇતું નહોતું.
તેમની મુશ્કેલીના સમયે તારે તેમની વિપત્તિ વિષે ખુશ થવું જોઇતું ન હતું.
    તેમની મુશ્કેલીના સમયે તારે તેમની સંપત્તિ લુંટવી જોઇતી ન હતી.
14 તારે તારા ભાગી જતા ભાઇઓની હત્યા કરવા
    રસ્તાના ફાંટા આગળ ઊભા રહેવું જોઇતું નહોતું.
    મુશ્કેલીનાં સમયમાં તારે બચેલા લોકોને બંદીવાન કરી લેવા જોઇતા ન હતાં.
15 યહોવા ટૂંક સમયમાં જ
    સર્વ રાષ્ટ્રો પર વેર લેશે.
તમે જેવું ઇસ્રાએલ સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે.
    તમારા કૃત્યો તમારા જ માથાં પર પાછા અફળાશે.
16 જેમ તેઁ મારા પવિત્ર પર્વત પર પીધું,
    તેથી બધાં રાષ્ટ્રો પણ સતત પીશે અને ગળશે,
જ્યાં સુધી તેમનું અસ્તિત્વ
    સમાપ્ત થાય ત્યાં સુધી.
17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે,
    અને તે પવિત્ર થશે,
યાકૂબના વંશજો પોતાનો
    વારસો પાછો મેળવશે.
18 યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું
    અને યૂસફનું કુટુંબ જવાળા જેવું બનશે.
તેઓ એસાવના વંશજોને
    સૂકા ખેતરની જેમ સળગાવી અનેનષ્ટ કરશે.
કોઇ પણ અદોમથી પલાયન થશે નહિ.”
    કારણકે યહોવાએ તેમ કહ્યું છે.
19 દક્ષિણ યહૂદાના લોકો એસાવના પર્વતનો કબજો લેશે;
    પશ્ચિમની તળેટીના લોકો પલિસ્તીયોનો કબજો લેશે;
તેઓ એફ્રાઇમના અને સમરૂનના પ્રદેશનો પણ કબજો લેશે.
    બિન્યામીનના લોકો ગિલયાદનો કબજો લેશે.
20 ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે.
    કનાનથી સારફત સુધીના લોકો વચ્ચે,
અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે,
    તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે.
21 ઉધ્ધારકો સિયોન પર્વત પર જશે
    અને એસાવના પર્વતનો ન્યાય કરશે
    અને યહોવા પોતે રાજા બનશે.

યૂના 1-4

યૂનાનો દેવની આજ્ઞાનો અનાદર

અમિત્તાયના પુત્ર યૂનાને યહોવાનો એવો સંદેશો મળ્યો કે, “ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ: તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”

પરંતુ યૂના યહોવાની હજૂરમાંથી તાશીર્શ ભાગી જવાને ઊઠયો અને યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાશીર્શ જતું વહાણ મળી ગયું. આથી તે ભાડું ચૂકવીને યહોવાથી દૂર તેઓની સાથે તાશીર્શ જવા માટે વહાણમાં ચઢી ગયો.

ભયંકર તોફાન

પરંતુ યહોવાએ સમુદ્રમાં ભારે પવન મોકલ્યો અને શકિતશાળી વાવાઝોડું થયું અને વહાણ તૂટવાના આરે હતું. ત્યારે ખલાસીઓ બહું ગભરાઇ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. તેઓએ વહાણને હલકું કરવા તેમાંનો માલસામાન દરિયામાં ફેકી દીધો.

પણ યૂના વહાણમાં ચાલ્યો ગયો હતો અને નીચે સૂતો પડ્યો હતો. વહાણના કપ્તાને કહ્યું, “શા માટે તું સુતો છે? ઉભો થા! તારા દેવને પ્રાર્થના કર! કદાચ તે આપણા પર દયા દર્શાવે અને આપણે મરીએ નહિ.”

આ તોફાન કેમ આવ્યું?

તેથી ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઇએ કે કોને લીધે આપણા પર આ વિધ્ન આવ્યું છે.”

આથી તેમણે ચિઠ્ઠીઓ નાખી અને યૂનાની પસંદગી થઇ. એટલે તેઓએે “યૂના”ને પૂછયું, “શાના લીધે અમારા પર આ મુસીબત ઉતરી છે? તારો વ્યવસાય શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? અને તું કઇ જ્ઞાતિનો માણસ છે?”

તેથી યૂનાએ કહ્યું, “હું મિસરી છું, અને હું સૈન્યોનો દેવ યહોવાનો ભકત છું, જેણે ધરતી અને સમુદ્ર બંનેનું સર્જન કર્યું છે.”

10 આથી તે માણસો વધારે ડરી ગયા, તેઓએ તેને કહ્યું, “તેઁ આ શું કર્યું? કારણકે તેના કહેવાથી તેમણે જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી ભાગી જાય છે.”

11 સમુદ્ર વધારે ને વધારે વિષમ થયો, એટલે તેઓએ તેને કહ્યું, “અમે તને શું કરીએ તો સમુદ્ર શાંત થાય?”

12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચડીને દરિયામાં તેને શાંત કરવા માટે નાખી દો. કારણ મને ખબર છે કે મારે કારણે તમે આ શકિતશાળી વાવાઝોડામાં સપડાયા છો.”

13 પરંતુ કિનારે પહોંચી જવાને માટે બહુ જ હલેસા મારવા પ્રયત્ન કર્યા, પણ તેઓ સફળ થયા નહિ, કારણ દરિયો વધારે ને વધારે વિષમ થતો જતો હતો.

યૂનાને સજા

14 તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.”

15 પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો. 16 આથી ખલાસીઓ યહોવાથી ખૂબ ડરી ગયા, અને તેઓએ યહોવાને બલિ અપ્યો,ર્ અને તેને વિશિષ્ટ વચનો આપ્યાં.

17 યૂનાને ગળી જવા માટે યહોવાએ એક મોટી માછલી નિમિર્ત્ત કરી હતી; અને ત્રણ દિવસ અને ત્રણ રાત યૂના માછલીના પેટમાં રહ્યો.

યૂનાની પ્રાર્થના

તે વખતે યૂનાએ માછલીના પેટમાંથી યહોવાને પ્રાર્થના કરી.

તેણે કહ્યું, “મારી વિપત્તિમાં
    મેં યહોવાને બોલાવ્યા
    અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો;
મૃત્યુની ઊંડી ખીણમાં
    મેં મદદ માટે રૂદન કર્યુ
    અને તમે મને સાંભળ્યો.

“કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો,
    પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.
ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’
    તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.

“પાણીની ભીંસથી હું
    મરવા જેવો થઇ ગયો હતો,
    મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો,
મારા માથા ફરતે દરિયાઇ
    વેલા વીંટાઇ ગયા હતા.
હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો,
    પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો.
તોપણ હે મારા દેવ,
    યહોવા તેઁ મને ઉંડી
કબરમાંથી બહાર કાઢયો.

“જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું.
    મેં યહોવાને યાદ કર્યાં;
મારી પ્રાર્થના તારા
    પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી.

“લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે
    તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.
પણ હું બલિઓ અપીર્શ
    અને તમને ધન્યવાદ આપીશ.
હું મારા વચનો જાળવીશ.
    તારણ યહોવાથી છે.”

10 યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.

દેવનું આમંત્રણ અને યૂનાનુ આજ્ઞા પાલન

પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી, “ઊભો થા, મહાનગર નિનવેહ જા, હું તને કહું તે બોધ તેમને આપ.”

આથી યૂના ઉભો થયો અને યહોવાએ કહ્યું હતું તેમ નિનવેહ ગયો. નિનવેહ બહુ મોટુઁ શહેર હતું. શહેરમાંથી પસાર થતાં ત્રણ દિવસ લાગ્યાં.

પ્રથમ દિવસે યૂના શહેરમાં ગયો અને જાહેર કર્યું, “ચાળીસ દિવસ પછી નિનવેહનો નાશ થશે.”

નિનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસ કરવાનો અને વિશિષ્ટ શોક વસ્ત્રો ધારણ કરવાનો નિર્ણય કર્યો. નાનાથી મોટા બધાંએ આમ કર્યું.

નિનવેહનો રાજા સમાચાર સાંભળી તેની ગાદી પરથી નીચે આવ્યો અને તેનો ઝભ્ભો ઉતારી શણના શોક વસ્ત્રો ઘારણ કર્યા અને રાખમાં બેઠો. રાજાએ એક વિશેષ સંદેશો બહાર પાડ્યો:

રાજા અને તેના અધિકારીઓના પ્રભુત્વથી આ નિયમ હતો.

માણસ કે ચોપગા પશુ, કે પશુપક્ષીના સમૂહને કંઇ ખાવા ન દો. તેમને ચરવા કે પાણી પીવાની પરવાનગી ન આપો. માણસો અને પ્રાણીઓએ શણના વસ્રો પહેરવા જ અને દેવ તરફ જોરથી વિલાપ કરવો જ. દરેકે તેના દુષ્ટ રસ્તાઓ બદલવા અને તેમનાં ખરાબ કૃત્યો બંધ કરવા. કોને ખબર દેવ, કદાચ વિચાર બદલે અને તેના રોષથી ફરી જાય, જે તેથી આપણો નાશ ન થાય.

10 દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.

યૂનાનો ક્રોધ ને દેવની કરૂણા

પરંતુ યૂનાને આ પસંદ પડ્યું નહિ અને તે ગુસ્સે થયો. તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો. માટે હવે, હે યહોવા, તમે મારા પ્રાણ હરી લો, હું જીવવા કરતા મરવાનું વધારે પસંદ કરું છું.”

પછી યહોવાએ કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે શું યોગ્ય છે?”

ત્યારબાદ યૂના નગર બહાર ગયો અને પૂર્વ દિશા તરફ બેઠો. ત્યાં તેણે પોતાને માટે આશ્રયસ્થાન બાંધ્યું. પછી તે તેની છાયામાં બેસી નગરનું શું થાય છે તે નિહાળવાને રાહ જોતો બેસી રહ્યો.

કીણયોનનો છોડ અને કીડાં

દેવ યહોવાએ કીણયોનનો એક વેલો યૂના ઉપર ઉત્પન્ન કર્યો, કે જેથી તે તેના માથા ઉપર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીણયોનના વેલાને લીધે યૂના બહુ જ ખુશ હતો.

પંરતુ બીજે દિવસે સવારે દેવની યોજના મૂજબ, એક કીડો છોડ ખાઇ ગયો અને તે સુકાઇ ગયું.

પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉંચે ઉગ્યો, દેવે ગરમ પૂવિર્ય પવનને યૂના ઉપર મોકલ્યો. તેથી યૂનાનાં માથા પરની સૂર્યની ગરમીએ યૂનાને નબળો બનાવ્યો અને તેણે મૃત્યુ માંગ્યું. તેણે કહ્યું, “હું જીવવા કરતાં મરવાનું પસંદ કરું છું.”

પરંતુ દેવે યૂનાને કહ્યું, “વેલો નાશ પામ્યો તેથી તું આમ ગુસ્સે થાય તે યોગ્ય છે?”

યૂનાએ કહ્યું, “હા તે યોગ્ય છે. હું ગુસ્સે થઇ રહ્યો છું અને મરવા ચાહું છું.”

10 પછી યહોવાએ કહ્યું, “તેઁ કદીય છોડનું પાલન કે દેખભાલ ન કરી. તે રાતો રાત ઊગ્યું અને તે રાતોરાત મરી પણ ગયું. પણ હવે તું છોડ વિષે દુ:ખી છે. 11 તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International