Book of Common Prayer
કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.
1 તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
2 યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
3 હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
4 જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
5 વળી સિયોન વિષે કહેવાશે કે:
“આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
6 યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.
7 વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
“મારું સર્વસ્વ તારામાં છે.”
ભાગ ચોથો
(ગીત 90–106)
દેવના ભકત મૂસાની પ્રાર્થના.
1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
તે પહેલાંથી તમે જ દેવ છો;
તમારી શરૂઆત નથી કે અંત નથી.
3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
4 કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
અને રાતના એક પહોર જેવાં છે!
5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
6 તે સવારે ખીલે છે અને વધે છે;
સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
7 કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
8 તમે અમારાં બધાં પાપો,
અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
અને તે બધાં તમે જોઇ શકો છો.
9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
અને અમને સફળતા આપો;
અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.
1 યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
2 સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
3 પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
4 દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
5 જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
6 જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
7 આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
શખેમ વિરુદ્ધ અબીમેલેખનું યુદ્ધ
22 અબીમેલેખ ઈસ્રાએલ ઉપર ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. 23 ત્યાર પછી અબીમેલેખ અને શખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું. તેથી શખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો. 24 આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે. 25 શખેમના લોકોએ અબીમેલેખની ચોકી કરવા પર્વતો પર ગુપ્તચરો, અબીમેલેખ ઉપર હુમલો કરવા તેમજ તેને લૂંટી લેવા માંટે ગોઠવ્યા; તેઓ તે રસ્તે જતા બધા જ માંણસોને લૂંટવા લાગ્યા અને અબીમેલેખને એની ખબર પડી ગઈ.
અબીમેલેખનું મૃત્યુ
50 ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું. 51 નગરીની વચ્ચોવચ્ચ એક મજબૂત કિલ્લો હતો અને તેમાં શહેરનાં બધાં સ્ત્રી-પુરુષોએ આશરો લીધો, તેમણે અંદર જઈ બારણાને ભોગળવાસી દીધી અને બધાં ધાબા ઉપર ચઢી ગયાં. 52 અબીમેલેખ કિલ્લા આગળ પહોંચી જઈને તેના ઉપર હુમલો કર્યો. ને કિલ્લાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો. 53 ત્યારે ધાબા પરથી એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માંથા પર ફેકયું, અને તેની ખોપરી છુંદી નાખી. 54 તેણે તરત જ પોતાના બખ્તર ઉપાડનાર નોકરને બૂમ માંરી અને કહ્યું, “મને તરવારથી માંરી નાખ જેથી એક સ્ત્રીએ અબીમેલેખને માંરી નાખ્યો છે એવું કોઈ કહે નહિ.” તે યુવાને તેને તરવાર ભોકી દીધી અને તે મૃત્યુ પામ્યો. 55 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.
56 અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી. 57 અને શખેમના લોકોને પણ તેમના ગુનાની સજા કરી, આમ ગિદિયોનના પુત્ર યોથામનો શાપ સાચો ઠર્યો.
વિશ્વાસીઓનો ભાગ
32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા. 33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા. 34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં. 35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.
36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો. 37 યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.
અનાન્યા તથા સફિરા
5 અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. 2 પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.
3 પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો? 4 તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”
5-6 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.
7 ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી. 8 પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”
સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”
9 પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.” 10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી. 11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.
મંદિરમાં ઈસુ
(માથ. 21:12-13; માર્ક 11:15-17; લૂ. 19:45-46)
13 તે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય હતો, તેથી ઈસુ યરૂશાલેમમાં ગયો. 14 ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં ઢોર, ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા. તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા. 15 ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો. પછી ઈસુએ આ બધા માણસોને, ઘેટાંઓને, અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ. ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં. 16 પછી ઈસુએ માણસોને જેઓ કબૂતરો વેચતાં હતા તેઓને કહ્યું, “આ વસ્તુઓ અહીંથી બહાર લઈ જાઓ. મારા પિતાના ઘરને ખરીદવા અને વેચવા માંટેનું ઘર ન કરો.”
17 આ બન્યું ત્યારે ઈસુના શિષ્યોએ શાસ્ત્રલેખમાં લખાયેલા લખાણનું સ્મરણ કર્યુ:
“તારા ઘરની મારી આસ્થા મારો નાશ કરે છે.” (A)
18 યહૂદિઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે અમને અદભૂત ચમત્કારોની એંધાણી બતાવ.”
19 ઈસુએ કહ્યું, “આ મંદિરનો નાશ કરો અને હું ફરીથી ત્રણ દિવસમાં ઊભું કરીશ.”
20 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “લોકોએ આ મંદિર બાંધવા 46 વર્ષ કામ કર્યુ. શું તું ખરેખર માને છે કે તું ત્રણ દિવસમાં ફરીથી તે બાંધી શકીશ?”
21 ઈસુ મંદિરનો અર્થ તેનું પોતાનું શરીર કરતો હતો. 22 ઈસુના મૃત્યુમાંથી ઊઠ્યા પછી તેના શિષ્યોને સ્મરણ થયું કે ઈસુએ આ કહ્યું હતું. તેથી તેના શિષ્યોએ તેના વિષેના લેખમાં વિશ્વાસ કર્યો. અને તેઓએ ઈસુ જે બોલ્યો હતો તે વચનમાં પણ વિશ્વાસ કર્યો.
23 પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો. ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ રાખતા, કારણ કે તેઓએ તેણે કરેલા ચમત્કારો જોયાં. 24 પણ ઈસુએ તેમનો વિશ્વાસ કર્યો નહિ. શા માટે? કારણ કે તેઓ બધા લોકો જે વિચારતા હતા તે ઈસુ જાણતો હતો. 25 ઈસુને માણસ વિષે લોકો કહે તેવી કોઈ જરૂર ન હતી. માણસના મનમાં શું છે તે ઈસુ જાણ્યુ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International