Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 26

દાઉદનું ગીત.

હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું.
મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી.
    મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો.
હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો;
    મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું.
    અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી.
    હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને
    દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.

હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ;
    હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું
    અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર,
    અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.

પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ.
    માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે,
    અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
11 હે યહોવા, હું તેઓના જેવો નથી,
    હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
12 યહોવાએ મને પડી જવા દીધો નથી,
    માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

ગીતશાસ્ત્ર 28

દાઉદનું ગીત.

હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
    હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
    કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
    મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
    તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
    અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
    તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
    દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
    તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
    જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
    અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
    અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
યહોવાની સ્તુતિ થાઓ,
    કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
    મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
    તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
    યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.

હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
    અને તમારા વારસાને આશીર્વાદ આપો.
    વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.

ગીતશાસ્ત્ર 36

નિર્દેશક માટે. યહોવાના સેવક દાઉદનું ગીત.

દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે.
    અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે;
    તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
તે પોતાના મનમાં અભિમાન કરે છે કે,
    મારો અન્યાય પ્રગટ થશે નહિ.
    અને મારો તિરસ્કાર થશે નહિ.
તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે.
    તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.
તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે;
    તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે.
    અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.

હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
    અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
    અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
    હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
    તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
    તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
    અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
    અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ,
    દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.

12 “જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે!
    તેઓ એવા ફેંકી દેવાયા છે
    કે પાછા ઊઠી શકશે નહિ.”

ગીતશાસ્ત્ર 39

નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.

મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
    મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
    હું મારા મોઢા પર લગામ રાખીશ.”

સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
    છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
    ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
    અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
    અને અંતે હું મારી જીભે બોલ્યો કે,

હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
    મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
    મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.

મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
    તે જે કરે છે તે મૂલ્યહીન છે.
    તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?

હે પ્રભુ, મારે શું આશા હોય?
    તમે જ મારી આશા છો.
હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
    દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
હે યહોવા, હું મૂગો રહ્યો છું,
    હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
    કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
    તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
    તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
    હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
    જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.

12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
    મારા આંસુઓની અવગણના ન કરશો,
    આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
    હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
    જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.

યહોશુઆ 2:15-24

15 રાહાબ જે મકાનમાં રહેતી હતી તે નગરની દીવાલની પાસે આવેલું હતું. તેથી તેણીએ તે બંને પુરુષોને તેણીના ઘરની બારીમાંથી દોરડાની મદદથી નીચે ઊતરવા દીધા. 16 અને તેમને કહ્યું, “તમે પર્વતોમાં ચાલ્યા જાઓ, નહિતર તમે પીછો પકડનારાઓના હાથમાં ઝડપાઈ જશો. ત્રણ દિવસ સુધી તમે સંતાઈને રહેજો, ત્યાં સુધીમાં એ લોકો પાછા આવી જશે. ત્યાર પછી તમે તમાંરા માંર્ગે આગળ વધજો.”

17 વિદાય થતાં પહેલાં તે માંણસોએ તેને કહ્યું, “તું જો અમાંરા કહ્યા પ્રમાંણે નહિ કરે તો તેં અમાંરી પાસે જે વચન લીધું છે તેમાંથી અમે મુક્ત થઈ જઈશું. 18 સાંભળ, અમે જયારે આ દેશ ઉપર આક્રમણ કરીએ ત્યારે જે બારીમાંથી તેં અમને ઉતાર્યા છે, તે બારીએ આ કિરમજી રંગનું દોરડું બાંધજે, તારા માંતાપિતા, ભાઈબહેન અને તારા કુટુંબના સૌને તારા ઘરમાં ભેગા કરી રાખજે. 19 જો કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળશે, તો તેના મોતના જવાબદારી તેને માંથે, એમાં અમાંરો દોષ નહિ; પણ તારી સાથે ઘરમાં હોય એવા કોઈને ઈજા થાય તો તેનો દોષ અમાંરે માંથે. 20 પણ જો તું અમાંરી વાત જહેર કરી દેશે, તો તેં અમાંરી પાસે કરેલો કરાર અમને બંધનકર્તા રહેશે નહિ.”

21 તેણે કહ્યું, “કબૂલ છે.” પછી તે સ્ત્રીએ તે લોકોને વિદાય કર્યા અને તેઓ ચાલી નીકળ્યા પછી તેણે બારીએ કિરમજી રંગનું લાલ દોરડું બાંધી દીધું.

22 પેલા માંણસો પહાડોમાં છુપાઈને ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા. એમનો પીછો પકડનારાઓ આખા દેશમાં એમને શોધી શોધીને થાક્યા અને અંતે પાછા ફર્યા.

23 પછી આ બે જાસૂસો પર્વતો ઊતરી ગયા, ને નદી ઓળંગી પાછા નૂનના પુત્ર યહોશુઆ પાસે આવ્યા. અને પોતાને જે જે વીત્યું હતું તેની માંહિતી તેઓએ તેને આપી. 24 તેઓએ યહોશુઆને એમ કહ્યું, “યહોવાએ આખો દેશ આપણને સુપ્રત કર્યો છે. અને આપણા આગમનથી ત્યાંના વતનીઓ અત્યારથી જ ધ્રૂજી રહ્યા છે.”

રોમનો 11:13-24

13 હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ. 14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ. 15 દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે. 16 જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.

17 એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે. 18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે. 19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” 20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો. 21 જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.

22 આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો. 23 અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે. 24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.

માથ્થી 25:14-30

ત્રણ નોકરોની વાર્તા

(લૂ. 19:11-27)

14 “આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ, હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો. 15 તેણે એકને ચાંદીના સિક્કા ભરેલી પાંચ થેલીઓ આપી, બીજાને બે અને ત્રીજા ને એક, તેણે દરેકને તેમની શક્તિ અનુસાર આપી; પ્રવાસ કરવા ચાલી નીકળ્યો. 16 જેને ચાંદીના સિક્કાની પાંચ થેલીઓ આપી હતી તે ત્યાંથી ચાલી નીકળ્યો અને એણે તરત જ તે પૈસાનું બીજે રોકાણ કર્યુ. અને બીજી પાંચ થેલી કમાયો. 17 જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી. 18 પણ જે નોકરને એક જ થેલી આપી હતી તે ગયો અને જમીનમાં ખાડો ખોદી પોતાના ધણીના પૈસાની થેલી જમીનમાં દાટી દીઘી.

19 “ઘણા સમય પછી તે ધણી પાછો આવ્યો અને નોકરોને પૂછયું કે તેઓએ તેના પૈસાનું શું કર્યુ. 20 જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’

21 “ધણીએ કહ્યું, ‘તું ખૂબ સારો વિશ્વાસ રાખવા લાયક નોકર છે. તેં થોડા પૈસાનો સારો ઉપયોગ કર્યો છે, તેથી હું તને આના કરતાં પણ વધારે વસ્તુ સાચવવા આપીશ. આવ, અને મારા સુખનો ભાગીદાર બન.’

22 “પછી જેને બે થેલીઓ આપવામાં આવી હતી, તે ધણી પાસે આવ્યો અને નોકરે કહ્યું, ‘ધણી તેં મને બે થેલી ભરેલા પૈસા આપ્યા હતા, મેં આ બંને થેલીના પૈસાનો ઉપયોગ કર્યો છે અને હું બીજી બે થેલીઓ વધારે કમાયો છું.’

23 “ધણીએ કહ્યું, ‘તેં બરાબર કર્યુ છે. તું ખૂબજ સારો નોકર છે અને તું વિશ્વાસ રાખવા લાયક છે. તેં થોડા પૈસાનો ખૂબ સારો ઉપયોગ કર્યો એટલે હું તને આનાં કરતા પણ વધારે અધિકાર આપીશ, આવ અને મારી સાથે સુખમાં ભાગીદાર થા.’

24 “પછી જેને એક થેલી આપવામાં આવી હતી, તે નોકર ધણી પાસે આવ્યો અને ધણીને કહ્યું, “હું જાણું છું કે તું ખૂબજ કડક માણસ છે. તેણે કહ્યું, ‘જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી પાક લણનાર, અને જ્યાં તેં નથી વેર્યુ, ત્યાંથી એકઠું કરનાર છે. 25 તેથી મને ખૂબજ બીક લાગી અને તારી પૈસાની થેલી લઈને હું ગયો અને જમીનમાં સંતાડી દીધી. તેં મને જે ચાંદીના સિક્કાની થેલી આપી હતી, તે પાછી લે.’

26 “ધણીએ કહ્યું, ‘તું દુષ્ટ અને આળસુ નોકર છે! તું કહે છે, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યુ ત્યાંથી એકઠું કરું છું. 27 તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું? જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત.’

28 “તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો. 29 દરેક વ્યક્તિની પોતાની પાસે જે છે તેનો તે યોગ્ય ઉપયોગ કરશે તો તેને વધુ આપવામાં આવશે. અને જેને તેની જરુંરિયાત છે તેનાથી પણ અધિક પ્રાપ્ત કરશે અને જેની પાસે છે, તેનો યોગ્ય ઉપયોગ નહિ કરે તો તેની પાસેથી બધું જ છીનવી લેવામાં આવશે. 30 તેથી ધણીએ કહ્યું, ‘આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે.’

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International