Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 41

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
    સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
    તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
    અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
    અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.

મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
    કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
    તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
    અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
    અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
    અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
    કે તે પથારીમાં પડ્યો છે
    ઓટલે પાછો ઊઠવાનો નથી.”
મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
    અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
    મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
    તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
    તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.

13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
    તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.

આમીન તથા આમીન.

ગીતશાસ્ત્ર 52

નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
    તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
    તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
    તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
    અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
    અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
    “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
    અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”

પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
    હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
    તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 44

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
    જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
    તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
વિદેશીઓની પ્રજાને,
    તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
    તેઓને ત્યાં વસાવ્યા હતા.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
    અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
    પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
    કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે દેવ, તમે મારા રાજા છો.
    આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
    અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
    પણ મારો બચાવ કરી શકશે નહિ.
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
    જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
    અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
    તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
    અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
    અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
    શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
    અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
    તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
    અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
    જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
    તોય અમે તમને ભૂલી નથી ગયા;
    ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
    અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
    અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
    અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
    યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
    તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
    હવે ઊંઘસો નહિ;
    અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
    તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
    અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
    અને તમારી કૃપાથી અમને બચાવી લો.

1 રાજાઓનું 13:1-10

બેથેલ વિરુદ્ધ ચેતવણી

13 યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો. અને યહોવાના વચનથી તેણે વેદીને પોકારીને કહ્યું,

“વેદી, વેદી આ યહોવાનાં વચન છે; ‘સાંભળ, દાઉદનાં વંશમાં યોશિયા નામે એક બાળક અવતરશે, તે તારી પર બલિદાન ચઢાવશે, પર્વતના શિખર ઉપરની દેરીઓના યાજકો જેઓ અત્યારે તારા પર ધૂપ ચઢાવે છે પરંતુ યોશિયા તારી પર મનુષ્યનાં હાડકાને બાળશે.’”

અને તે જ વખતે તેણે વધુમાં જણાવ્યું કે, “આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે, યહોવાની આ ભવિષ્યવાણી સાચી પડશે, તે સમયે તું જાણશે કે, મેં જે કહ્યું હતું તે સત્ય હતું.”

જયારે યરોબઆમે પેલા દેવના માંણસને બેથેલની વેદીને શાપ આપતો સાંભળ્યો, તે સમયે તેણે વેદી પાસેથી હાથ લઇ લીધો, તે માંણસ તરફ ચીંધ્યો અને કહ્યું, “તેને પકડો.” પણ જેવું તેણે આમ કહ્યું કે, તરત જ એ માંણસ સામે એણે લંબાવેલો હાથ એ જ સ્થિતિમાં લકવાગ્રસ્ત થઈ ગયો, તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ. એ સમયે દેવના માંણસની આગાહી પ્રમાંણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ. જે પ્રમાંણે યહોવાએ દેવના માંણસને કહેવા માંટે કહ્યું હતું તેમજ બન્યું. રાજાએ દેવના માંણસને કાલાવાલા કર્યા, “મેહરબાની કરીને તમાંરા યહોવા દેવને કહો કે, માંરો હાથ ફરીથી સાજો કરી આપે.”

તેથી દેવના માંણસે દેવને પ્રાર્થના કરી, એટલે રાજાનો હાથ પહેલા હતો તેવો થઈ ગયો. પછી રાજાએ દેવના માંણસને વિનંતી કરી, “માંરી સાથે માંરા રાજમહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં માંરો હાથ સાજો કર્યો તે માંટે હું તને ભેટ આપીશ.”

પણ દેવના માંણસે રાજાને કહ્યું, “તું મને તારો અડધો મહેલ આપે, તો પણ હું તમાંરી સાથે નહિ આવું, હું અહીં કશું ખાઈશ કે પીશ નહિ, કારણ, મને યહોવાની આજ્ઞા છે કે, તારે કશું ખાવાનું કે પીવાનું નહિ, અને જે રસ્તે જાય તે રસ્તે પાછા ફરવાનું નહિ.” 10 આથી તે બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.

ફિલિપ્પીઓ 1:1-11

ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તરફથી કુશળતા હો.

દરેક સંતો જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે. અને ફિલિપ્પીમાં રહે છે. અને તમારા સર્વ વડીલો અને વિશિષ્ટ મદદગારોને.

દેવ આપણા બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

પાઉલની પ્રાર્થના

હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી. દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.

મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું.

તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:

તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય; 10 તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ. 11 તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.

માર્ક 15:40-47

40 કેટલીક સ્ત્રીઓ વધસ્તંભથી દૂર ઊભી રહીને જોતી હતી. આ સ્ત્રીઓમાં મરિયમ માગ્દલાની, ઈસુકો નાનો ભાઈ યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શલોમી હતી. (યાકૂબ તેનો સૌથી નાનો પુત્ર હતો.) 41 ગાલીલમાં ઈસુની પાછળ આવનારી અને તેની સંભાળ રાખનારી આ સ્ત્રીઓ હતી. બીજી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. આ સ્ત્રીઓ યરૂશાલેમમાં ઈસુની સાથે આવી હતી.

ઈસુનું દફન

(માથ. 27:57-61; લૂ. 23:50-56; યોહ. 19:38-42)

42 આ દિવસ સિદ્ધિકરણનો કહેવાય છે. (આનો અર્થ વિશ્રામવારના આગળનો દિવસ.) ત્યાં અંધારું થઈ રહ્યું હતું. 43 યૂસફ નામનો અરિમથાઇનો માણસ પિલાત પાસે જઇને ઈસુનો મૃતદેહ લેવા જવા માટે પૂરતો બહાદૂર હતો. યૂસફ યહૂદિઓની સભાનો સન્માનનીય સભ્ય હતો. દેવના રાજ્યનું આગમન ઈચ્છનારા લોકોમાંનો તે એક હતો.

44 પિલાતને સાંભળીને આશ્ચર્ય થયું કે ઈસુ હંમેશ માટે મરણ પામ્યો હતો. પિલાતે લશ્કરી અમલદારને બોલાવ્યો, જે ઈસુની ચોકી કરતો હતો. પિલાતે અમલદારને પૂછયું; શું ઈસુ મરણ પામ્યો છે? 45 તે અમલદારે પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યો છે તેથી પિલાતે યૂસફને કહ્યું, “તે શબ મેળવી શકશે.”

46 યૂસફે કેટલુંક શણનું કાપડ ખરીધ્યું. તેણે વધસ્તંભ પરથી મૃતદેહ ઉતાર્યો. અને તે મૃતદેહને શણના કાપડમાં વીંટાળ્યું. પછી યૂસફે શબને કબરમાં મૂક્યું. જે ખડકની દિવાલમાં ખોદી હતી. પછી યૂસફે તે કબરના પ્રવેશદ્ધારને એક મોટો પથ્થર ગબડાવી બંધ કરી દીધું. 47 મરિયમ મગ્દલાની અને યોસેની માએ ઈસુને જે જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International