Book of Common Prayer
દાઉદનું ગીત.
1 દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
2 કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
જે ચીમળાઇને મરી જશે.
3 યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
4 યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
5 તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
6 તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે.
અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.
7 યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
8 ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
9 કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે.
તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.
12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
તેની દ્રૃષ્ટિમાં તેઓ નિર્દોષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
પણ કાળજી રાખે છે,
દુકાળનાં સમયે
પણ તે સવેર્ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
ઘાસની જેમ ચીમળાઇ જશે,
અને ધુમાડા ની
જેમ અદ્રશ્ય થઇ જશે.
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે.
યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
24 તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ,
કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું.
છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે
તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે.
તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
અને દેશમાં સદાકાળ રહે.
28 કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે
તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી;
તે તેમનું સદા રક્ષણ કરશે
અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે,
અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
30 ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે,
તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
31 તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે,
અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.
32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ.
ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે
અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે,
અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.
35 અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ,
મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
36 હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો;
મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
37 હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો.
કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
38 પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે,
અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;
તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.
સુલેમાંનની અનેક પત્નીઓ,
11 મિસરના ફારુનની પુત્રી સહિત અન્ય દેશોની ધણી સ્ત્રીઓને સુલેમાંન ચાહતો હતો તેમાં મોઆબની, આમ્મોનની, અદોમની, સિદોનની અને હિત્તીની સ્રીઓનો સમાંવેશ થતો હતો. 2 આ પ્રજાઓ માંટે યહોવાએ પોતાના લોકોને સ્પષ્ટ ફરમાંન આપેલું હતું કે, તેઓમાંની સ્રીઓ સાથે લગ્ન ન કરવાં, એ સ્રીઓ પોતાના પતિઓને બીજા દેવોને પૂજતાં કરી દેશે. આમ છતાં સુલેમાંન આ સ્ત્રીઓને ચાહતો હતો. 3 તેને 700 રાજવંશની રાણીઓ હતી અને 300 ઉપપત્ની હતી; જેઓએ તેને દેવથી વિમુખ કરી દીધો હતો. 4 તેની વૃદ્વાવસ્થામાં તે તેના પિતા દાઉદ જેવો નહોતો જેણે યહોવા પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. તેને બદલે તેની પાસે તેની પત્નીઓએ પોતાના દેવોની પૂજા કરાવડાવી. 5 તેણે સિદોનીઓ જેની પૂજા કરતાં તે આશ્તોરેથ દેવી અને ધિક્કારપાત્ર મિલ્કોમ જેને આમ્મોનીઓ પૂજતા તેને પધ્રૂજવા લાગ્યો. 6 આ રીતે સુલેમાંને યહોવાની દૃષ્ટિમાં અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, અને પિતા દાઉદની જેમ યહોવાને હૃદયપૂર્વક અનુસર્યા નહિ.
7 એ વખતે સુલેમાંને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માંટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માંટે યરૂશાલેમની નજીક આવેલા પર્વતના શિખર પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું. 8 એ જ રીતે તેણે જુદા જુદા દેશની બધી પોતાની રાણીઓ માંટે મંદિરો બંધાવ્યાં અને તેઓએ ત્યાં પોતાના દેવોને ધૂપ અર્પણ કર્યુ અને યજ્ઞો કર્યા,
9 તેને લીધે યહોવા સુલેમાંન પર ખૂબ ગુસ્સે થયો. કારણકે યહોવાએ તેને બે વખત દર્શન આપ્યાં છતાં સુલેમાંને યહોવાથી મોઢું ફેરવી લીધું હતું. 10 અને તેને અન્ય દેવની પૂજા ન કરવાની ચેતવણી આપી હતી આમ છતાં તેણે યહોવાના હુકમનો અનાદર કર્યો. 11 તેથી યહોવાએ તેને કહ્યું, “આપણી વચ્ચે થયેલા કરારોનું પાલન તેં કર્યું નથી અને માંરા હુકમો પાળ્યા નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા સેવકોમાંથી કોઈ એકને આપીશ. 12 તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આમ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ; 13 તેમ હું આખું રાજય પણ નહિ લઈ લઉં; પરંતુ હું માંરા સેવક દાઉદને માંટે અને માંરી પસંદગીના નગર યરૂશાલેમને માંટે એક કુળ તારા પુત્રોના હાથમાં રહેવા દઈશ.”
સાચું જ્ઞાન
13 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી. 14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે. 15 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે. 16 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે. 17 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. 18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
દેવને તમારી જાત સોંપો
4 તમે જાણો છો તમારામાં ઝઘડા અને વાદવિવાદ ક્યાાંથી આવે છે? તમારામાં રહેલી સ્વાર્થીવૃત્તિને લીધે થાય છે. 2 તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી. 3 જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.
4 તમે લોકો દેવને વફાદાર નથી! તમારે જાણવું જોઈએ કે જગતને ચાંહવું તે દેવને ધિક્કારવા બરાબર છે. તેથી વ્યક્તિ જ્યારે દુનિયાનો એક ભાગ[a] બનવા ઈચ્છે છે, ત્યારે તે પોતાની જાતને દેવનો દુશ્મન બનાવે છે. 5 તમે શું એમ માનો છો કે શાસ્ત્રનો કશો જ અર્થ નથી? શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે જ ઈચ્છે છે.” 6 પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાની છે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”(A)
7 તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે. 8 દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો. 9 તમે ઉદાસ થાઓ, શોક કરો, અને રડો! તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો. 10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.
તમે ન્યાયાધીશ નથી
11 ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરૂદ્ધ કશું જ બોલશો નહિ. જો તમે ખ્રિસ્તમાં તમારા ભાઈની ટીકા કરો કે તેનો ન્યાય કરો તો તમે જે નિયમશાસ્ત્રને અનુસરી રહ્યા છો તેની ટીકા કરો છો. જ્યારે ખ્રિસ્તમાં ભાઈઓનો તમે ન્યાય કરો છો ત્યારે હકીકતમાં તે જે નિયમશાસ્ત્રને અનુસરે છે, તેનો તમે ન્યાય કરો છો અને જ્યારે તમે નીતિશાસ્ત્રની મૂલવણી કરવા જાઓ ત્યારે તમે તેના શિષ્યો નથી. તમે પોતે જ તેના ન્યાયાધીશ બની જાઓ છો. 12 દેવે તે એક જ છે કે જે નિયમશાસ્ત્રની રચના કરે છે. અને તે માત્ર એક જ ન્યાયાધીશ છે. એક દેવ માત્ર તારી શકે છે અને નાશ કરી શકે છે. તેથી અન્ય વ્યક્તિનો ન્યાય કરનાર તું કોણ છે?
12 પિલાતે લોકોને ફરીથી પૂછયું, “તેથી મારે આ માણસ જેને તમે યહૂદિઓનો રાજા કહો છો તેની સાથે શું કરવું?”
13 તે લોકોએ ફરીથી બૂમો પાડી, “તેને વધસ્તંભ પર ચઢાવો અને મારી નાખો!”
14 પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું કર્યુ છે?”
પરંતુ લોકોએ મોટેથી બૂમો પાડી, “વધસ્તંભ પર તેને મારી નાખો!”
15 પિલાત લોકોને ખુશ કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો અને પિલાતે સૈનિકોને ઈસુને ચાબખાથી મારવા કહ્યું, પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને હવાલે કર્યો.
16 પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા (પ્રૈતોર્યુમ કહેવાતા). તેઓએ બીજા બધા સૈનિકોને સાથે બોલાવ્યા. 17 તે સૈનિકોએ ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો. 18 પછી તેઓએ ઈસુને બોલાવ્યો. અને કહ્યું, “હે યહૂદીઓના રાજા સલામ!” એમ કહીને તેઓ તેને પ્રણામ કરવા લાગ્યા. 19 સૈનિકોએ ઈસુને તેના માથા પર લાકડી વડે ઘણી વખત માર્યો. તેઓ પણ તેના પર થૂંક્યા. પછી તેઓ ઈસુને ઘૂંટણે પડ્યા. અને નીચે પડીને નમસ્કાર કરીને તેના ઠઠ્ઠા કર્યા. 20 તેઓએ ઈસુનાં ઠઠ્ઠા કરી રહ્યાં પછી તે સૈનિકોએ જાંબલી રંગનો ઝભ્ભો ઉતારીને તેને તેનાં કપડાં ફરીથી પહેરાવ્યા. પછી તેઓ ઈસુને મહેલમાંથી બહાર કાઢીને વધસ્તંભ પર મારી નાખવા માટે લઈ ગયા.
ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ
(માથ. 27:32-44; લૂ. 23:26-39; યોહ. 19:17-19)
21 ત્યાં કુરેનીનો એક માણસ શહેરમાં ચાલતો આવતો હતો. તે માણસ સિમોન આલેકસાંદર અને રૂફસનો બાપ હતો. સિમોન ખેતરોમાંથી શહેરમાં ચાલતો હતો. તે સૈનિકોએ ઈસુ માટેનો વધસ્તંભ બળાત્કારે સિમોન પાસે ઉંચકાવ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International