Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 107:33-108:13

33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
    અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
    ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
    અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
    જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
    તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
    અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
    અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
    અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
    અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
    અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
    અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

દાઉદનું ગીત.

હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
    હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
    જાગો, ઓ વીણા અને સારંગી;
    ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
“હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
    પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
    અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
    ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
    તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.

દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
    “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
    અને તેમને શખેમ
    તથા સુકકોથની ખીણ આપીશ.
ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
    એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
    યહૂદિયા મારો રાજદંડ છે.
મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
    અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
    હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”

10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
    અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
    હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
    અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
    એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

ગીતશાસ્ત્ર 33

હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
    શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
    સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
યહોવાના નૂતન ગીતો ગાઓ;
    વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
    તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
    પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
    અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
    અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
    અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
    અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
    જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
    તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
    તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
    ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
    સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
    અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
    બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
    તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
    અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
    અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
    અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
    અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
    અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
    કે તમારી કૃપા અમારા પર થાય.

2 શમુએલનું 16

સીબા દાઉદને મળ્યો

16 દાઉદ પર્વતના શિખરથી સહેજ આગળ ગયો ત્યાં તેને મફીબોશેથનો નોકર સીબા મળ્યો, તેની પાસે બે ગધેડાં હતાં, અને તેમનાં પર 200 સૂકી રોટલી, 100 દ્રાક્ષોવાળી મીઠી પાંઉરોટી, 100 ઉનાળાની ઋતુનાં ફળ અને એક બરણી ભરીને દાક્ષારસ હતો. સીબાને રાજાએ પૂછયું, “તું આ બધું શા માંટે લાવ્યો છે?”

સીબાએ જવાબ આપ્યો, “આ ગધેડાં રાજાના કુટુંબના સભ્યો માંટે છે. રોટલી અને ઉનાળાની ઋતુનાં ફળ તમાંરા યુવાન નોકરો માંટે છે. અને આ દ્રાક્ષારસ તમાંરામાંથી જે કોઈને રણમાં નબળાઇ લાગે તેને પીવા માંટે છે.”

રાજાએ તેને સવાલ કર્યો, “તારા ધણી શાઉલનો પૌત્ર મફીબોશેથ કયાં છે?”

સીબાએ કહ્યું, “તે યરૂશાલેમમાં રહે છે, કારણ, ‘તેને એમ લાગે છે કે, હવે ઇસ્રાએલીઓ તેના દાદા શાઉલનું રાજય તેને પાછું આપશે.’”

રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈં છે તે બધું હવે તારું છે.”

સીબાએ કહ્યું, “ઓ પ્રભુ, માંરા રાજા, હું આપને પ્રણામ કરું છું. અને હું સદા આપને પ્રસન્ન કરતો રહું.”

દાઉદને શિમઇનો શ્રાપ

દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.

દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી. તેણે દાઉદને અપશબ્દો કહ્યાં, “ઓ ખૂન કરનાર, લોહી તરસ્યા! અહીંથી ચાલ્યો જા! તેં શાઉલનું રાજય લઇ લીધું છે. અને તેં જે ખૂન કર્યું અને દરેકને માંરી નાખ્યા; તેનો બદલો દેવ તારા ઉપર લઈ રહ્યા છે, તેથી યહોવાએ તારું રાજય લઇ લીધું અને તારા પુત્ર આબ્શાલોમને આપ્યું છે. ઓ ખૂની, તને તારા પાપોની સજા મળી રહી છે!”

ત્યારે સરૂયાના પુત્ર અબીશાયે દાઉદને કહ્યું, “માંરા પ્રભુ માંરા રાજા, આપ આ મરેલા કૂતરાં જેવાને શા માંટે આપને શાપ આપવા દો છો? મને જઇને તેનું માંથું ધડથી જુદું કરવાની મંજૂરી આપો.”

10 પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?” 11 દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે. 12 કદાચ યહોવા માંરા દુ:ખ સામે જોશે અને આજના આ શાપને બદલે મને આશીર્વાદ આપશે.”

13 આથી દાઉદ અને તેના માંણસોએ આગળ ચાલવા માંડયું અને શિમઈ નજીકની ટેકરીઓ પર ધારે ધારે તેઓની ઝડપે તેઓની સાથે થવા જ ચાલતો હતો અને ચાલતાં ચાલતાં તે દાઉદને શાપ આપતો જતો હતો, અને દાઉદ પર પથરા ફેંકતો હતો. અને ધૂળ ઉડાડતો હતો.

14 રાજા અને તેના માંણસો યર્દન નદી પહોંચ્યા ત્યારે તેઓ સર્વ થાકી ગયા હતાં, આથી તેમણે ત્યાં વિશ્રામ કર્યો.

15 આબ્શાલોમ અને બધા ઇસ્રાએલીઓએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો અને અહીથોફેલ તેમની સાથે આવ્યો. 16 દાઉદનો મિત્ર આકીર્હૂશાય જયારે આબ્શાલોમને મળ્યો ત્યારે તેણે તેને કહ્યું, “નામદાર રાજા, ઘણું જીવો! નામદાર રાજા ઘણું જીવો.”

17 પરંતુ આબ્શાલોમે તેને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી આવી જ વફાદારી છે? તું તારા મિત્ર દાઉદ સાથે શા માંટે ન ગયો?”

18 હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, આ લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો જ હું થઈશ, ને તેના જ પક્ષમાં હું રહીશ. 19 વળી, જો હું માંરા ધણીના પુત્રની સેવા ન કરું તો કોની સેવા કરવાનો હતો? મેં આપના પિતાની હજૂરમાં સેવા કરી હતી તેમ તારી હજૂરમાં પણ હું સેવા કરીશ.”

આબ્શાલોમે અહીથોફેલની સલાહ લીધી

20 પછી આબ્શાલોમે અહીથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ.”

21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”

22 તેથી તે લોકોએ મહેલની અગાસી ઉપર માંડવો કર્યો અને સૌ ઇસ્રાએલીઓના દેખતાં તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે સૂતો. 23 તે સમયમાં અહિથોફલની સલાહ દેવનીવાણી જેવીજ માંનવામાં આવતી હતી. દાઉદ અને આબ્શાલોમ પણ અહીથોફેલની સલાહને એ જ પ્રમાંણે માંનતા હતાં.

પ્રેરિતોનાં કૃત્યો 22:17-29

17 “પછી, હું યરૂશાલેમ પાછો ફર્યો. હું મંદિરની પરસાળમાં પ્રાર્થના કરતો હતો. અને મેં એક દશ્ય જોયું. 18 મેં ઈસુને જોયો અને ઈસુએ મને કહ્યું, ‘ઉતાવળ કર, યરૂશાલેમ હમણા જ છોડી જા. અહીમના લોકો મારા વિશેનું સત્ય સ્વીકારશે નહિ.’

19 “મેં કહ્યું, ‘પણ પ્રભુ લોકો જાણે છે કે હું તે હતો જેણે વિશ્વાસીઓને કારાવાસમાં નાખીને તેઓને માર્યા હતા. હું દરેક સભાસ્થાનમાં તારા પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને શોધવા અને તે લોકોને પકડવા ગયો છું. 20 લોકો એ પણ જાણે છે કે જ્યારે તારા સાક્ષી સ્તેફનને મારી નાખ્યો હતો ત્યારે હું ત્યાં હતો. હું ત્યાં ઊભો રહીને સંમત થયો હતો કે તેઓએ સ્તેફનને મારી નાખવો જોઈએ. જે લોકો તેને મારી નાખતા હતા તેમનાં વસ્ત્રો પણ હું સાચવતો હતો.’

21 “પણ ઈસુએ મને કહ્યું, ‘હવે ચાલ્યો જા. હું તને ઘણે દૂર બિનયહૂદિ લોકો પાસે મોકલીશ.’”

22 જ્યારે પાઉલે બિનયહૂદિ લોકો પાસે જવાની છેલ્લી વાત કરી ત્યારે લોકોએ ધ્યાનથી સાંભળવાનું બંધ કર્યુ. તેઓ બધાએ બૂમો પાડી, “તેને મારી નાખો! તેને પૃથ્વી પરથી દૂર કરો! આવા માણસને જીવતો રહેવા દેવો ના જોઈએ!” 23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી. 24 પછી સરદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા કહ્યું. તેણે પાઉલને મારવા માટે સૈનિકોને કહ્યું. તે પાઉલ પાસે કહેવડાવવા ઈચ્છતો હતો કે લોકો શા માટે આમ તેની વિરૂદ્ધ બૂમો પાડતા હતા. 25 તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા. પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું, “શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે?”

26 જ્યારે સૂબેદાર આ સાંભળ્યું, તે સરદાર પાસે ગયો. તે સરદારે કહ્યું, “તું શું કરે છે તે તું જાણે છે? આ માણસ રોમન નાગરિક છે!”

27 સરદાર પાઉલ પાસે આવ્યો અને પૂછયું, “શું તું રોમન નાગરિક છે?”

પાઉલે જવાબ આપ્યો, “હા.”

28 સરદારે કહ્યું, “મેં રોમન નાગરિક થવા માટે ઘણા પૈસા આપ્યા છે.”

પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”

29 ત્યારે જેઓ તેને પ્રશ્રો કરવાની તૈયારીમાં હતા. તેઓ તરત પાઉલને મૂકીને જતા રહ્યા. તે સરદારને ભય હતો કારણ કે તેણે પાઉલને સખત બાંધ્યો હતો અને પાઉલ એક રોમન નાગરિક હતો.

માર્ક 11:1-11

ઈસુનો રાજાની જેમ યરૂશાલેમમાં પ્રવેશ

(માથ. 21:1-11; લૂ. 19:28-40; યોહ. 12:12-19)

11 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક આવતા હતા. તેઓ જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથનિયાના શહેરો પાસે આવ્યા. ત્યાં ઈસુએ તેના બે શિષ્યોને આગળ મોકલ્યા. ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે જે ગામ જુઓ છો તે ગામમાં જાઓ. જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે, તમે એક ગધેડાના વછેરાને ત્યાં બાંધેલો જોશો. આ વછેરા પર કોઈએ કદી સવારી કરી નથી, તે વછેરાને છોડીને તેને અહીં મારી પાસે લાવ. જો કોઈ વ્યક્તિ તને પૂછે કે તું તે વછેરાને શા માટે લઈ જાય છે, તો તે વ્યક્તિને કહેજે, ‘માલિકને આ વછેરાની જરૂર છે. તે જલ્દીથી તેને પાછો મોકલશે.’”

તે શિષ્યો ગામમાં ગયા. તેઓએ એક ઘરના દરવાજા નજીક શેરીમાં એક વછેરાને બાંધેલો જોયો. તે શિષ્યોએ તે વછેરાને છોડ્યો. કેટલાક લોકો ત્યાં ઊભા હતા અને તેઓએ આ જોયું, તે લોકોએ પૂછયું, “તમે શું કરો છો? તમે તે વછેરાને શા માટે છોડો છો?” ઈસુએ શિષ્યોને જે જવાબ આપવા કહેલું તે રીતે શિષ્યોએ જવાબ આપ્યો. લોકોએ શિષ્યોને વછેરું લેવા દીધું.

શિષ્યો ઈસુ પાસે વછેરો લાવ્યા. શિષ્યોએ તેમના લૂગડાં વછેરા પર મૂક્યાં. અને ઈસુ તેના પર બેઠો. ઘણા લોકોએ તેમનાં ડગલા ઈસુ માટે રસ્તા પર પાથર્યા. બીજા લોકોએ ખેતરમાંથી ડાળીઓ કાપી અને રસ્તા પર ડાળીઓ પાથરી. કેટલાક લોકો ઈસુની આગળ આગળ ચાલતા હતા. બીજા લોકો તેની પાછળ ચાલતા હતા. બધા લોકોએ બૂમ પાડી,

“‘તેની સ્તુતિ કરો!’
    ‘આવકાર! પ્રભુના નામે જે એક આવે છે તે દેવનો આશીર્વાદિત છે!’ (A)

10 “આપણા પિતા દાઉદના રાજ્યને દેવના આશીર્વાદ છે.
    તે રાજ્ય આવે છે!
પરમ ઊંચામાં દેવની સ્તુતિ કરો!”

11 ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો અને મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં દરેક વસ્તુઓ તરક જોયું. પણ સાંજ પડી ગઈ હતી, તેથી ઈસુ બાર પ્રેરિતો સાથે બેથનિયા ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International