Book of Common Prayer
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
કે તમારી કૃપા અમારા પર થાય.
3 ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે: 4 ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો. 5 તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું. 6 તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.”
7 આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. 8 તે સાંભળીને સર્વ લોકોએ એક સાથે જવાબ આપ્યો, “યહોવાએ જે ફરમાંવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.”
અને લોકોએ જે જવાબ આપ્યો તે મૂસાએ દેવને પહોંચાડ્યો.
16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. 17 એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં. 18 અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રધ્રૂજવા લાગ્યો. 19 અને પછી જ્યારે રણશિંગડાનો અવાજ વધારને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલતો અને દેવ તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો.
20 અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો.
4 પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.
પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો. 5 તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો. 6 પવિત્રશાસ્ત્ર કહે છે કે:
“જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે,
અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું;
જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” (A)
7 તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર – તે એક એવો પથ્થર છે:
“જેને સ્થપતિઓએ અવગણ્યો છે.
તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” (B)
8 અવિશ્વાસીઓ માટે, તે છે:
“તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે,
એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” (C)
લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
9 પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
10 કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા.
પરંતુ હવે તમે દેવની પ્રજા છો.
ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી.
પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.[a]
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International