Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 80

નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.

હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
    તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
    અમને પ્રકાશ આપો!
એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
    અમને તારવાને આવ.
હે દેવ, અમને તમે ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
હે સૈન્યોના યહોવા દેવ,
    ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
    અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
    અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
    જેથી અમારો ઉદ્ધાર થાય.

તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
    અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
    તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
    અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
    અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
    કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
    અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
    અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
    જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
    તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

17 તમારા જમણા હાથે જે માણસ છે,
    અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
    અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

ગીતશાસ્ત્ર 77

નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
    મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
    મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
    જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
    મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
    પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
    હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
હું અગાઉના દિવસો
    અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
    હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
    ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
    શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
    શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?

10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
    અસ્વસ્થ કરે છે તે આ છે.”

11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
    અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
    અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
    તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
    તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
    તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.

16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
    અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
    વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
    વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
    અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
    તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
    તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

ગીતશાસ્ત્ર 79

નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
    અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
    અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
    અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
    ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
    તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
    તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
    જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
    અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
    અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
    અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
હે અમારા તારણના દેવ,
    અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
    હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
    અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
    “ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
    તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
    તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
    તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
    તમારા લોક તથા ચારાના ઘેટાઁ
    પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.

પુનર્નિયમ 8:1-10

યહોવાને આધીન થાઓ

“આજે હું તમને જે બધી આજ્ઞાઓ જણાવું છું એનું તમાંરે બધાએ કાળજીથી પાલન કરવું, જેથી તમે જીવતા રહો, તમાંરી વંશવૃદ્વિ થાય અને તમાંરા પિતૃઓને યહોવાએ જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે, તેમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લઈ શકો. યાદ રાખો કે તમને નમ્ર બનાવવા, તમાંરી કસોટી કરવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ, એ જાણવા માંટે તમાંરા દેવ યહોવાએ આ ચાળીસ વર્ષ સુધી તમને રણમાં ઠેર ઠેર ફેરવ્યા. અને હા, તેણે તમને દુ:ખી કર્યા અને તમને ભૂખ્યા જવા દીધા, અને તમને નમ્ર બનાવ્યા. ત્યા તેણે તમને માંન્ના ખાવા આપ્યું જેને તમે કે તમાંરા પિતૃઓએ પહેલાં જોયું નહતું, તેણે તમને ફકત માંન્નાથી પોષ્યાં. તે રીતે તે તમને અનુભવ કરાવવા માંગતા હતા કે માંણસ ફકત રોટલીથી જીવીત રહેતો નથી. લોકોનુ જીવન યહોવાએ તેમને આપેલ વચનો પર આધારિત છે. આ ચાળીસ વર્ષ દરમ્યાન તમાંરા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયાં નથી કે નથી તમાંરા પગ ફુલી ગયા. એટલે આ વાત તમે હૃદયમાં કોતરી રાખજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખવા શિક્ષા કરીને કેળવે છે તેમ તમાંરા દેવ યહોવા તમને શિસ્તમાં રાખી કેળવતા હતા.

“તેથી તમે લોકો તમાંરા યહોવા દેવના નિયમોનું પાલન કરો. તેમને ચીંધેલા માંર્ગે ચાલો અને તેમની બીક રાખો. કારણ કે તમાંરા દેવ યહોવા તમને એક સમૃદ્વ ભૂમિમાં લઈ જઈ રહ્યા છે, જયાં પુષ્કળ નદીઓ અને અનેક ઝરણાં ફૂટી નીકળીને પર્વતોમાં અને ખીણમાં વહે છે. જયાં ઘઉ, અને જવ પાકે છે, દ્રાક્ષ, અંજીર દાડમ પણ થાય છે, તથા જે જૈતૂન તેલ અને મધનો પ્રદેશ છે. એ એવો પ્રદેશ છે જયાં ખાવાની કોઈ ખોટ નથી, વળી કોઈ વસ્તુની ખોટ પણ નથી, તેમ જ પથ્થરની જેમ ત્યાં ખડકોમાં પુષ્કળ લોખંડ છે અને ટેકરીઓમાં તાંબાની ખાણો પથરાયેલી છે. 10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો ત્યારે તમાંરા યહોવા દેવે જે સમૃદ્વ ભૂમિ તમને આપી છે તે માંટે તમે તમાંરા દેવ યહોવાનો આભાર માંનશો.

યાકૂબ 1:1-15

દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની વિશ્વમાં ચારેબાજુએ વિખેરાઈ ગયેલાં પ્રભુના લોકોને શુભેચ્છા.

વિશ્વાસ અને ડાહપણ

મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું. શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે. અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો. જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.

પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે. પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. 7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.

સાચી-સંપતિ

જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે. 10 જો કોઈ વિશ્વાસુ માણસ શ્રીમંત હોય તો તેણે ગર્વ લેવો જોઈએે કે દેવે તેને બતાવ્યું છે કે તે આત્માથી ગરીબ છે. અને જંગલનાં ફૂલની જેમ તે મૃત્યુ પામશે. 11 સૂર્ય ઊગે છે અને ગરમી વધતી જાય છે. તેની ગરમીથી છોડ સુકાઇ જાય છે. ફૂલો ખરી પડે છે. ફૂલ સુંદર હતું પણ તે કરમાઈ ગયું તેવું જ શ્રીમંત માણસ માટે છે. જ્યારે તે પોતાના ધંધા માટે યોજનાઓ કરતો હશે તે અરસામાં તો તે મૃત્યુ પામશે.

પરીક્ષણ દેવ તરફથી આવતું નથી

12 જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઊતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઊતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંતજીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે. 13 જો કોઈ ખરાબ કરવા લલચાય, તો તેણે એમ ન કહેવું જોઈએે કે, “દેવે મારું પરીક્ષણ કર્યુ છે.” કારણ કે દુષ્ટતાથી દેવનું કદાપિ પરીક્ષણ થતું નથી કારણ કે દેવ ખરાબ કરવા કોઈને પરીક્ષણમાં નાખતો નથી. 14 દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઈચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે. 15 દુષ્ટ ઈચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.

લૂક 9:18-27

ઈસુ જ ખ્રિસ્ત છે

(માથ. 16:13-19; માર્ક 8:27-29)

18 એક વખત ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતો હતો. તેના શિષ્યો ભેગા થઈને ત્યાં આવ્યા. ઈસુએ તેઓને પૂછયું, “હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?”

19 શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાએક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા કેટલાએક કહે છે તું એલિયા છે અને કેટલાએક લોકો કહે છે; તું પ્રાચિન પ્રબોધકોમાંનો એક છે અને ફરી સજીવન થઈને આવ્યો છે.”

20 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “અને હું કોણ છું એ વિષે તમે શું કહો છે?”

પિતરે ઉત્તર આપ્યો, “તું દેવનો ખ્રિસ્ત છે.”

21 ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી.

ઈસુના મરણની આગાહી

(માથ. 16:21-28; માર્ક 8:31–9:1)

22 પછી ઈસુએ કહ્યું, “માણસના દીકરાએ સહન કરવું પડશે. મોટા યહૂદિ વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેનો અસ્વીકાર કરશે. માણસના દીકરાને મારી નાખવામાં આવશે. પણ ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી ઊભો થશે.”

23 ઈસુએ તે બધાને કહેવાનું ચાલુ રાખ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છતું હોય, તો તેણે પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓને ‘ના’ કહેવી અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24 જે કોઈ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ઈચ્છશે તે પોતાનું જીવન ગુમાવશે. પણ જે કોઈ વ્યક્તિ મારે ખાતર પોતાનો જીવ ગુમાવશે, તો તેને તે બચાવશે. 25 કારણ કે જો કોઈ માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ પોતાનો પ્રાણ ગુમાવે અથવા તેનો પોતાનો નાશ થાય તો તેને શો લાભ? 26 જો કોઈ મારા કારણે તથા મારા ઉપદેશને લીધે લજવાશે ત્યારે માણસનો દીકરો તે વ્યક્તિથી લજવાશે. જ્યારે તે તેના મહિમા સાથે અને બાપના મહિમા સાથે અને પવિત્ર દૂતોના મહિમા સાથે આવશે. 27 હું તમને સત્ય કહું છું, અહીં ઊભા રહેલાઓમાંથી તમે કેટલાએક લોકો મૃત્યુ પામતા પહેલા દેવના રાજ્યનું દર્શન કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International