Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 45

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.

મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
    મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
    મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.

તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
    તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
    તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
    અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
    પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
    તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
    અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
    માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
    તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
    ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
    શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.

10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
    ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11     તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
    માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
    લઇને તમને મળવા આવશે.

13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
    તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
    તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
    કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
    ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.

16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
    તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
    પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

ગીતશાસ્ત્ર 47-48

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
    આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
    રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
    અને આપણા શાસન નીચે મૂકે છે.
તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
    અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
    યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
    પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
    તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
    અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
    નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
    દેવ સવોર્ચ્ચ છે.

ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.

યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
    અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
    આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
    આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
તે નગરના મહેલોમાં
    દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
    અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
    જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
    ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
    અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
    તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
    આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.

હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
    પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
    તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
    અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
    અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
    તેના મહેલોની મુલાકાત લો;
    જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
    જે આપણને સદાય દોરી જશે.

Error: Book name not found: Sir for the version: Gujarati: પવિત્ર બાઈબલ
પ્રકટીકરણ 11:14-19

14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)

સાતમું રણશિંગડું

15 સાતમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી આકાશમાં મોટે સાદે વાણીઓ થઈ. વાણીઓએ કહ્યું કે:

“આ જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ, અને તેના ખ્રિસ્તનું છે;
    તે સદાસર્વકાળ રાજ કરશે.”

16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે. 17 તે વડીલોએ કહ્યું કે:

“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ.
    તું તે એક છે, જે છે અને જે હતો.
હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે.
    હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!
18 જગતના લોકો ગુસ્સે થયા હતા;
    પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે.
હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે.
    તારા સેવકોને, તે પ્રબોધકોને
તારા સંતો તથા નાના મોટા લોકોને
    જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે,
જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

19 ત્યાર પછી આકાશમાં દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોશ જોવામા આવ્યો, પછી ત્યાં વીજળીઓના ચમકારા, વાણીઓ, ગજૅનાઓ તથા ધરતીકંપ થયો, તથા પુષ્કળ કરા પડ્યા.

લૂક 11:27-36

સાચા સુખી લોકો

27 જ્યારે ઈસુએ વાતો કહી, ત્યારે એક સ્ત્રીએ ટોળામાંથી ઈસુને મોટા અવાજે કહ્યું, “તારી માતાને ધન્ય છે, કારણ કે તેણે તને જન્મ આપ્યો અને તને ધવડાવ્યો.”

28 પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”

અમને સાબિતી આપો

(માથ. 12:38-42; માર્ક 8:12)

29 લોકોનો સમૂહ મોટો ને મોટો થતો ગયો. ઈસુએ કહ્યું, “આજે જે લોકો જીવે છે તેઓ દુષ્ટ છે, તેઓ દેવની પાસેથી એંધાણી રુંપે કોઈ ચમત્કાર માંગે છે, પણ તેઓને એંધાણીરુંપે કોઈ ચમત્કાર આપવામાં આવશે નહિ. યૂનાને જે ચમત્કાર થયો તે જ ફક્ત એંધાણી હશે. 30 નિનવેહમાં રહેતા લોકોને માટે યૂના જ નિશાની હતો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. આ સમયના લોકો માટે માણસનો દીકરો જ નિશાની થશે.

31 “ન્યાયના દિવસે દક્ષિણની રાણી[a] આ પેઢીના માણસો સાથે ઊભી રહેશે. તે બતાવશે કે તેઓ ખોટા છે. શા માટે? કારણ કે દૂર દૂરથી તે સુલેમાનનું જ્ઞાન ધ્યાનથી સાંભળવા આવી. અને હું તમને કહું છું કે હું સુલામાન કરતા મોટો છું.

32 “ન્યાયના દિવસે નિનવેહની આ પેઢીના માણસો લોકો સાથે ઊભા રહેશે અને તેઓ બતાવશે કે તમે દોષિત છો. શા માટે? કારણ કે જ્યારે યૂના પેલા લોકોને ઉપદેશ આપતો હતો ત્યારે તેઓએ પસ્તાવો કર્યો. હું તમને કહું છું કે, હું યૂના કરતાં વધારે મોટો છું.

જગત માટે પ્રકાશ બનો

(માથ. 5:15; 6:22-23)

33 “કોઈ પણ વ્યક્તિ દીવો લઈને તેને વાસણ નીચે સંતાડી મૂકશે નહિ. તેને બદલે તે દીવી પર મૂકે છે તેથી ઘરમાં પ્રવેશનારા તે જોઈ શકે. 34 તારી આંખ તારા શરીર માટે દીવો છે. જો તારી આંખો સારી હશે તો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. પણ જો તારી આંખો ખરાબ હશે તો તારું આખુ શરીર અંધકારથી ભરેલું હશે. 35 માટે સાવધાન રહે, તારામાં રહેલા પ્રકાશને અંધકાર થવા દઇશ નહિ. 36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે અને તેનો કોઈ ભાગ અંધકારરૂપ નહિ હોય તો તે બધું તેજસ્વી થશે. જેમ દીવો તને પ્રકાશ આપે છે તેમ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International