Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
2 યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3 ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
4 હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
5 જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
હું હર્ષનાદ કરું.
6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
7 મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
8 તો પણ, પોતાના નામની માટે
અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
9 તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10 તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
તેઓમાંનો એકેય બચ્યો નહિ.
12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
13 તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા;
તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.
14 રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા,
અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
15 યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી;
પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
16 તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી,
તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.
17 તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન,
અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.
18 આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો,
અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
19 તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો;
અને એ મૂર્તિની પૂજા કરી.
20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા,
ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21 આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો
વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22 તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો
અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”
23 યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા,
દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો.
અને મૂસાએ તેમને રોક્યા,
જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.[a]
24 તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો;
અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.
25 તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી,
ને યહોવાની વાણીનો અનાદર કર્યો.
26 તેથી યહોવાએ રેતીનાં રણમાં
તેમને મારી નાખવા સમ લીધા.
27 તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે,
અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.
28 પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા;
એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા
અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
29 યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા;
તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
30 ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી;
તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
31 પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્
તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.
32 મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા;
મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.
33 તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં;
અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.
34 યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી;
તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
35 પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા;
અને તેઓના દુષ્ટ માર્ગો અપનાવ્યા.
36 તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી;
અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.
37 વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ
અને દીકરીઓના બલિદાનો આપ્યાં.
38 તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિર્દોષ લોહી વહેવડાવ્યું;
અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ,
આમ દેશ લોહીથી ષ્ટ થયો.
39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા;
કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
40 તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41 તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47 હે યહોવા અમારા દેવ, અમને તાર;
પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48 હે ઇસ્રાએલના દેવ યહોવા,
અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.
અને તમે યહોવાની સ્તુતિ કરો!
યહોવા તરફ પ્રયાણ
14 હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો. 2 તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો:
“હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય,
તેનો સ્વીકાર કરો.
અમે તમને સ્તુતિઓ અપીર્શું.
3 “આશ્શૂર અમને બચાવી શકશે નહિ;
હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ,
અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને
‘અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.”
યહોવા ઇસ્રાએલને ક્ષમાં કરશે
4 યહોવા કહે છે,
“હું મારા લોકોના વિશ્વાસઘાતનો રસ્તો કરીશ.
હું ઉદારતાથી અને છૂટથી તેમના પર પ્રેમ રાખીશ.
કારણકે હું તેમના પર રોષે નથી.
5 હું ઇસ્રાએલને માટે ઝાકળ જેવો થઇશ;
તે કમળની જેમ ખીલશે,
લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ હજુ ઊંડા જશે,
6 તેને નવા ફણગાં ફૂટશે,
અને તેની ડાળીઓ ફેલાઇ જશે,
તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે
અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.
7 ફરી તેઓ મારા છાયડામાં વાસો કરશે;
તેઓ બગીચાની જેમ ફૂલશે ફાલશે,
દ્રાક્ષાવાડીની જેમ વધશે;
તેઓની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
ઇસ્રાએલને મૂર્તિઓ વિષે યહોવાની ચેતવણી
8 “હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે.
હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું.
અને હું તમારી સંભાળ રાખુ છું.
તમારી સારસંભાળ રાખું છું.
હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું.
મારી પાસેથી જ તમને ફળ મળે છે.”
અંતિમ ચેતવણી
9 સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે,
જેનામાં સમજણ હોય તે,
એનો અર્થ હૈયામાં રાખે,
કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે,
અને સારો માણસ તેના ઉપર ચાલે છે,
પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે.
યહૂદિ આગેવાનો સમક્ષ પાઉલનું વક્તવ્ય
30 બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.
23 પાઉલે યહૂદિઓની ન્યાયસભાની સભા તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, હું મારું જીવન દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણથી જીવ્યો છું, હંમેશા મને જે સાચું લાગ્યું હતું તે જ મેં કર્યુ છે.” 2 અનાન્યા પ્રમુખ યાજક ત્યાં હતો. અનાન્યાએ પાઉલને સાંભળ્યો અને જે માણસો પાઉલની નજીક ઊભા હતા તેઓને તેના મોં પર મારવા કહ્યું. 3 પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”
4 પાઉલની નજીક ઊભેલા તે માણસોએ તેને કહ્યું, “તું દેવના પ્રમુખ યાજકને આવું કહી શકે નહિ. તું એનું અપમાન કરે છે.”
5 પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’(A)”
6 સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!” જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.
7-8 (સદૂકિઓ માનતા હતા કે મૃત્યુ પછી લોકો ફરીથી જીવતા થઈ શકે નહિ. સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.) 9 આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”
10 દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.
11 બીજી રાત્રે પ્રભુ ઈસુ આવ્યો અને પાઉલની બાજુમાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હિંમત રાખ! તેં યરૂશાલેમમાં લોકોને મારા વિષે કહ્યું છે. તારે રોમમાં પણ ત્યાંના લોકોને મારા વિષે કહેવા માટે જવાનું છે!”
39 ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે. 40 વિધાર્થી પોતાના શિક્ષક કરતા મોટો નથી. પરંતુ જ્યારે વિધાર્થી સંપૂર્ણ રીતે વિદ્ધાન બનશે ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે.
41 “શા માટે તમે તમારા ભાઈની આંખમાં પડેલા નાના ધૂળના રજકણનું ધ્યાન રાખો છો, પણ તમે તમારી આંખમાં પડેલા મોટા ભારોટિયાને તમે નથી જોતા? 42 તમે તમારા ભાઈને કહો છો, ‘ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે.’ તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો.
બે પ્રકારના ફળ
(માથ. 7:17-20; 12:34-35)
43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી! 45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.
બે પ્રકારના લોકો
(માથ. 7:24-27)
46 “તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી? 47 પ્રત્યેક માણસ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ: 48 તે એક મકાન બાંધનાર માણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બાંધેલું હતું.
49 “પરંતુ જે માણસ સારા શબ્દો ધ્યાનથી સાંભળે છે પરંતુ તેનું પાલન કરતો નથી તે મજબૂત ખડક પર મકાન નહિ બાંધનાર માણસ જેવો છે. જ્યારે રેલ આવે છે ત્યારે મકાન તરત જ નીચે પડી જાય છે. અને મકાન સંપૂર્ણ નાશ પામે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International