Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 37

દાઉદનું ગીત.

દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
    અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
    જે ચીમળાઇને મરી જશે.
યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
    અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
    ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
    તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
    અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે.
    અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.
યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
    જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
    આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
    અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
    તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
    તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે.
    તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.

12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
    અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
    તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
    અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
    અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
    તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
    પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
    તેની દ્રૃષ્ટિમાં તેઓ નિર્દોષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
    પણ કાળજી રાખે છે,
દુકાળનાં સમયે
    પણ તે સવેર્ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
    ઘાસની જેમ ચીમળાઇ જશે,
અને ધુમાડા ની
    જેમ અદ્રશ્ય થઇ જશે.
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
    ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
    પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે.
    યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
24 તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ,
    કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું.
    છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે
    તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે.
    તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
    અને દેશમાં સદાકાળ રહે.
28 કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે
    તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી;
તે તેમનું સદા રક્ષણ કરશે
    અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે,
    અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
30 ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે,
    તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
31 તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે,
    અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.

32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ.
    ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે
    અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે,
    અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.

35 અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ,
    મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
36 હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો;
    મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
37 હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો.
    કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
38 પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે,
    અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
    સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;
    તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.

યહોશુઆ 3:14-4:7

14 તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા. 15 આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું. 16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી. 17 બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.

લોકોના સ્મરણ માંટે બાર સ્માંરકો

સમગ્ર પ્રજા સુરક્ષિત રીતે યર્દન નદી ઓળંગી રહી એટલે યહોવાએ યહોશુઆને કહ્યું, “પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર માંણસોને ચૂંટી કાઢો, અને તેમને જણાવો કે, યર્દન નદીની મધ્યે જયાં યાજકો ઊભા હતા તે જ જગ્યાએથી બાર પથ્થર લો. દરેકે એક પથ્થર ઉપાડવો અને તેને નદીની પાર લઈ જવો અને તમે રાત ગાળો ત્યાં તેને રાખો.”

ત્યાર પછી પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર કુળસમૂહોમાંથી બાર જણા જેઓને યહોશુઆએ પસંદ કર્યા હતા તેઓને બોલાવવામાં આવ્યા. અને તેણે કહ્યું, “તમાંરામાંના બધા યાજકો દ્વારા ઉપાડાયેલા તમાંરા યહોવા દેવના કોશની આગળ યર્દન નદીમાં જાઓ, અને તમાંરામાંના દરેકે એક પથ્થર ઉપાડવો. ત્યાં દરેક કુળસમૂહ માંટે એક પથ્થર લો. આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’ ત્યારે તમે તેઓને કહેજો કે, જયારે યહોવાના કરારકોશ યર્દન નદી ઓળંગતા હતા ત્યારે યર્દનનું વહેણ કપાઈ ગયું હતું. આ પથ્થરો ઇસ્રાએલી પ્રજાને આ દિવસે શું બન્યું હતું તેનું હમેશાનું સ્માંરક બની રહેશે.”

રોમનો 12:1-8

તમારું જીવન દેવને સમર્પિત કરો

12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.

દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.

આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.

માથ્થી 26:1-16

યદૂદિ આગેવાનોની ઈસુને મારી નાખવાની યોજના

(માર્ક 14:1-2; લૂ. 22:1-2; યોહ. 11:45-53)

26 ઈસુએ આ બધી બાબતો કહેવાનું પૂરું કર્યા પછી તેણે તેના શિષ્યોને કહ્યું, “તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”

પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા. તે સભામાં તેઓએ ઈસુની ધરપકડ કરવાનો રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. તેઓએ કપટનો ઉપયોગ કરીને, ઈસુને પકડવાની અને મારી નાખવાની યોજના કરી. સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.”

એક સ્ત્રી કંઈક વિશિષ્ટ કરે છે

(માર્ક 14:3-9; યોહ. 12:1-8)

ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન નામના કોઢિના ઘરમાં હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, એક સ્ત્રી તેની પાસે આવી. તેની પાસે આરસપાનની ખૂબ કિંમતી અત્તરથી ભરેલી શીશી હતી. તે સ્ત્રીએ ઈસુ જ્યારે જમતો હતો ત્યારે તેના માથા પર અત્તર રેડ્યું.

શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે? કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત.”

10 પણ શું બન્યું છે તે ઈસુએ જાણ્યું. ઈસુએ કહ્યું, “આ સ્ત્રીને તમે શા માટે સતાવો છો? તેણીએ મારા માટે સારું કામ કર્યુ છે. 11 ગરીબ લોકો તમારી સાથે હમેશા હશે પણ હું સદા તમારી સાથે નહિ હોઉં. 12 આ સ્ત્રીએ મારા શરીર પર અત્તર રેડ્યું. તેણીએ મારા મરણ પછી મારી દફ્નકિયાની તૈયારી માટે કર્યુ છે. 13 હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.”

યહૂદા ઈસુનો દુશ્મન બને છે

(માર્ક 14:10-11; લૂ. 22:3-6)

14 પછી બાર શિષ્યોમાંનો એક મુખ્ય યાજકો પાસે કહેવા ગયો. આ ઈશ્કરિયોત નામનો યહૂદા તે શિષ્ય હતો. 15 યહૂદાએ કહ્યું, “હું તમને ઈસુ સુપ્રત કરીશ. તમે મને આ કરવા માટે શું આપશો?” યહૂદાને યાજકે 30 ચાંદીના સિક્કાઓ આપ્યા. 16 તે સમય પછી યહૂદાએ ઈસુને યાજકોને સોંપવા માટેના ઉત્તમ સમયની રાહ જોવા માંડી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International