Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને;
લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
યહોવા તેમના બધાં સંતોનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
1 જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
2 પછી યહૂદિયા દેવનું નવું ઘર
અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
3 તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5 અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
યર્દન નદી, શું થયું તારા પાણીનું?
શા માટે તમે પાછા હઠી ગયા?
6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
તું થરથર કાંપ.
8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
યહોશુઆની ઇસ્રાએલના ઉત્તરાધિકારી તરીકે પસંદગી
1 મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું: 2 “હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા. 3 મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ. 4 હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે. 5 તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.
6 “યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું. 7 તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે. 8 એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે. 9 મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.”
યહોશુઆએ નેતૃત્વ કર્યુ
10 ત્યારબાદ યહોશુઆએ લોકોના આગેવાનોને આ પ્રમાંણે આજ્ઞા કરી કે, 11 “છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!’”
12 પછી તેણે રૂબેન અને ગાદના કુળસમૂહના સર્વ માંણસોને તથા મનાશ્શાના અર્ધ કુળસમૂહના આગેવાનોને ચેતવણી આપી 13 “યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને આ દેશ આપશે. 14 તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી. 15 કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.”
16 તે લોકોએ યહોશુઆને ઉત્તરમાં જણાવ્યું, “તમે જે આજ્ઞા અમને આપી છે તે અમે પાળીશું અને તમે જયાં મોકલશો ત્યાં જઈશું. 17 અમે જે રીતે મૂસાની આજ્ઞાને આધીન હતા અને જે પ્રમાંણે તેનું કહ્યું માંનતા હતા, તે જ પ્રમાંણે તમને આધીન રહીશું. ફકત એટલું તમાંરા દેવ યહોવા જેમ મૂસાની સાથે હતા, તેમજ તમાંરી સાથે પણ રહે. 18 કોઈ પણ જે તમાંરી આજ્ઞાને ન અનુસરે અથવા કોઈ પણ જે તમાંરો વિરોધ કરે, તે કોઈ પણ હોય તોપણ તે માંર્યો જાય; એટલું જકે તું બળવાન અને હિમ્મતવાન થા!”
3 અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ. અમે તેને ઉત્તર (ટાપુ) તરફ જોયો, પણ અમે અટક્યા નહિ. અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા. અમે તૂર શહેર પાસે અટક્યા. કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું. 4 અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા, અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા. તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું. 5 પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો. ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. 6 પછી અમે શુભેચ્છા પાઠવી અને વહાણમાં બેઠા ત્યારબાદ શિષ્યો ઘરે ગયા.
7 અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા. 8 બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો. 9 તેને ચાર પુત્રીઓ હતી જે પરિણિત ન હતી. આ પુત્રીઓને પ્રબોધ કરવાનું સાર્મથ્ય હતું.
10 અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો. 11 તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરબંધ ઉછીનો લીધો. પછી આગાબાસે તેના પોતાના હાથ અને પગ બાંધવા માટે તે કમરબંધનો ઉપયોગ કર્યો. આગાબાસે કહ્યું, “પવિત્ર આત્મા મને કહે છે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાં યહૂદિઓ આવી રીતે બાંધીને બિનયહૂદિઓના હાથમાં સોંપશે.’”
12 અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી. 13 પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”
14 અમે તેને યરૂશાલેમથી દૂર રહેવા માટે સમજાવી શક્યા નહિ. તેથી અમે તેને વિનંતી કરવાનું બંધ કર્યુ અને કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાઓ.”
15 આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા.
ઈસુનું અશુદ્ધ આત્માવાળા માણસને સાજા કરવું
(લૂ. 4:31-37)
21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો. 22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું. 23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી, 24 “નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!”
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!” 26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, “અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International