Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 75-76

નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.

હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
    માટે તમારો આભાર માનીએ છીએ.
    લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
    અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
    અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.

“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
    અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
    ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
    તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
    તે એકને નીચે પાડી નાખે છે,
    અને બીજાને ઊંચો કરે છે.
યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
    ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
    અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
    અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
    પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.

યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
    ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
    અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
    ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.

દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
    તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
    ને ચિર નિંદ્રાવશ થયા છે;
    અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
    અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
    ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
    અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
હે દેવ, તમે ન્યાય કરવા માટે
    તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
    અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
    તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
    તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
    કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

ગીતશાસ્ત્ર 23

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

ગીતશાસ્ત્ર 27

દાઉદનું ગીત.

યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
    શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
    શા માટે મારે કોઇનાથી ડરવું?
જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
    ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
    તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
    પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
    “મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
    જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
    અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

સંકટના સમયે તેઓ ખરેખર
    મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
    અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
    હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
    હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

હે યહોવા, મારી વિનંતી સાંભળો.
    મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
    હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે યહોવા, હું તમારી પાસે આવું છું.
    તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
    તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
    અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
    પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
    હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
    મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
    કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
    તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
    અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
    તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
    હા, તું યહોવાની રાહ જોજે,
    તેઓ તને સહાય કરશે.

લેવીય 23:23-44

રણશિંગડાનું પર્વ

23 યહોવાએ મૂસાને કહ્યું, 24 “ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો. 25 એ દિવસે તમાંરે રણશિંગડા ફૂંકવા અને ધર્મસંમેલન કરવું. તમાંરે રોજનું કોઈ કામ કરવું નહિ પરંતુ યહોવાની સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.”

પ્રાયશ્ચિત પર્વ

26 યહોવાએ મૂસાને કહ્યું, 27 “સાતમાં મહિનાનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી. 28 એ દિવસે તમાંરે કોઈ કામ કરવું નહિ, કારણ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે યાજકો તમાંરા દેવ યહોવા સમક્ષ તમને શુદ્ધ કરવાની વિધિ કરે છે.

29 “એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો. 30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું (યહોવા) તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. 31 ઇસ્રાએલની પ્રજાએ આ કાનૂન વંશપરંપરા પાળવાનો છે. 32 કારણ, આ તો પવિત્ર વિશ્રામનો સાબ્બાથ છે, માંટે તમે ઉપવાસ કરો અને દુઃખી થાઓ. પશ્ચાતાપના આ સમય દરમ્યાન નવમાં દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમાંરે વિશ્રામ પાળવાનો છે.”

માંડવાપર્વ

33 યહોવાએ મૂસાને કહ્યું, 34 “ઇસ્રાએલના લોકોને એમ કહે કે, આ સાતમાં મહિનાના પંદરમાં દિવસથી યહોવાનો માંડવાપર્વ શરૂ થાય છે અને તે સાત દિવસ ચાલે છે. 35 પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન ભરવું. તમાંરે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ. 36 પર્વના સાતે દિવસ તમાંરે યહોવા સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમાં દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી થાય, આ દિવસે પણ તમાંરે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ.

37 “આ બધા યહોવાના વાર્ષિક પર્વો નિયમિત ઉજવવાના છે. આ પ્રસંગો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાને અર્પણ કરવા. 38 આ પર્વોત્સવો પ્રતિસપ્તાહ આવતા વિશ્રામવાર ઉપરાંતના છે અને બધી આહુતિઓ, અર્પણો બાધાઓ, અને સ્વેચ્છાએ ખાસ ભેટો તરીકે ધરાવેલ અર્પણો ઉપરાંતના છે.

39 “તેમ છતાં સાતમાં માંસના પંદરમાં દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યાં બાદ તમાંરે યહોવાને પ્રસન્ન કરવા માંટે સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ સંપૂર્ણ વિશ્રામ પાળવાનો છે. 40 પ્રથમ દિવસે તમાંરે તાડનાં પાંદડાં અને ખાસફળો અને સુદંર વૃક્ષોની ડાળીઓ ભેગી કરવી અને સાત દિવસ સુધી તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદોત્સવ ઊજવવો. 41 તમાંરે પ્રતિવર્ષ યહોવાના માંનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમાંરા વંશજોએ કાયમ આ કાનૂન પાળવાનો છે. સાતમાં મહિનામાં તમાંરે આ ઉત્સવ ઊજવવાનો છે. 42 એ સાત દિવસો દરમ્યાન ઇસ્રાએલના તમાંમ વતનીઓએ સાત દિવસ મંડપોમાં રહેવું. 43 જેથી તમાંરા વંશજોને યાદ રહે કે હું તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવા તમાંરો દેવ છું.”

44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા.

2 થેસ્સલોનિકીઓ 3

અમારા માટે પ્રાર્થના કરો

ભાઈઓ અને બહેનો, હવે અમારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુની વાતનો ઝડપી ફેલાવો થાય અને પ્રાર્થના કરો કે જેમ તમે તે વાતને સન્માનેલ, તેમ અન્ય લોકો પણ તેને સન્માને. અને પ્રાર્થના કરો કે અનિષ્ટ અને દુષ્ટ મનુષ્યોથી અમારું રક્ષણ થાય. (બધા જ લોકો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા નથી.)

પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. તે તમને સાર્મથ્ય પ્રદાન કરશે અને દુષ્ટ (શૈતાન) થી તમારું રક્ષણ કરશે. અમે તમને જે કહેલુ તે જ પ્રમાણે તમે કરી રહ્યાં છો, તેવી પ્રભુ અમને નિશ્ચિતપણે ખાતરી કરાવશે. અને અમે જાણીએ છીએ કે તમે તેમ કરવાનું ચાલુ જ રાખશો. અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા હદયોને દેવના પ્રેમ તરફ અને ખ્રિસ્તના ધૈર્ય તરફ દોરો.

કાર્યપરાયણતા

ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાર્મથ્ય (અધિકાર) વડે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે કોઈ વિશ્વાસુ કામ કરવાનો ઈન્કાર કરે છે તેનાથી તમે દૂર રહો. જે લોકો કામ કરવા ઈન્કાર કરે છે, તેઓ અમે જે શિક્ષણ આપ્યું છે તેને અનુસરતા નથી. તમે પોતે જાણો છો કે તમારે એ રીતે જીવવું જોઈએ જે રીતે અમે જીવીએ છીએ. તમારી સાથે જ્યારે અમે હતા, ત્યારે અમે આળસુ ન હતા. અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું. અમને મદદ કરવાનું તમને કહી શકવાનો અમને અધિકાર હતો. પરંતુ અમારી જાતની કાળજી લેવા પૂરતી તો અમે મહેનત કરી જ હતી. જેથી કરીને તમારા માટે અમે એક અનુસરવા યોગ્ય નમૂનો બની શકીએ. 10 જ્યારે અમે તમારી સાથે હતા, અમે તમને આ નિયમ આપ્યો હતો: “જો વ્યક્તિ કામ ન કરે તો, તેણે ખાવું નહિ.”

11 અમે એવું સાંભળીએ છીએ કે તમારા સમૂહમાં કેટલાએક લોકો ઉદ્યોગ કરતા નથી. તેઓ કશું જ કરતા નથી. અને તે લોકો બીજા લોકોના જીવનવ્યહારમાં ઘાલમેલ કરે છે. 12 અમે આવા લોકોને આજ્ઞા કરીએ છીએ કે તેઓ બીજા લોકોને હેરાન ન કરે. અમે તેઓને આજ્ઞા કરીએ છીએ કે ઉદ્યોગ કરીને પોતાની આજીવિકા પોતે જ કમાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે તેમને આમ કરવા વિનવીએ છીએ. 13 ભાઈઓ અને બહેનો, ભલું કરતાં થાકશો મા.

14 જો કોઈપણ વ્યક્તિ અમે આ પત્રમાં જે કરીએ છીએ તે માને નહિ, તો તે વ્યક્તિને ધ્યાનમાં રાખજો તેની સાથે સંકળાશો નહિ પરિણામે કદાચ તે પોતેજ શરમિંદો બને. 15 તો પણ તેને શત્રું ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો.

અંતિમ શબ્દો

16 અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિનો પ્રભુ તમને શાંતિ બક્ષો. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે તમને પ્રત્યેક સમયે અને પ્રત્યેક પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમારા બધાની સાથે હો.

17 હું પાઉલ છું, અને મારા પોતાના હસ્તાક્ષરથી આ પત્રને વિરમવું છું. મારા બધાજ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું આ લખું છું.

18 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.

માથ્થી 7:13-21

આકાશ અને નરકનો માર્ગ

(લૂ. 13:24)

13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે.

મનુષ્યોનાં કૃત્યોને ઓળખો

(લૂ. 6:43-44; 13:25-27)

15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો.

21 “જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International