Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
દાઉદનું ગીત.
1 યહોવાએ મારા પ્રભુને કહ્યું,
“જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું,
ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”
2 યહોવા સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે;
તારા શત્રુઓ પર રાજ કર.
3 તારા લોકો તારા યુદ્ધને દિવસે
તારી સાથે જોડાવવા ઇચ્છશે.
સવારે તેં તારા પવિત્ર વસ્રો
ધારણ કરેલા છે.
તારી યુવાવસ્થાનું જોર
તને દોરવે છે.
4 યહોવાએ પ્રતિજ્ઞા કરી,
“તું મલ્ખીસદેકની જેમ,
સદાને માટે યાજક છે;
તેમનું આ વચન તે કદી રદબાતલ કરશે નહિ.”
5 તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે;
તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.
6 તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે;
અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે,
અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.
7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે;
નવી તાજગી સાથે પોતાનું માથું ઊંચુ કરશે.
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
આપણા દેવ ખરેખર માયાળુ છે.
6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, વિશ્રામ કરો!
કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
8 તમે મારા પ્રાણને મૃત્યુથી
અને મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
9 હું જીવલોકમાં જીવતો રહીશ;
અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
“સર્વ માણસો જૂઠાઁ છે.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
51 આમ યહોવાના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ત્યારે સુલેમાંન રાજાએ તેના પિતાએ યહોવાને અર્પણ કરેલા બધાં સોનાઁ અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં જમાં કરાવ્યાં.
કરારકોશનું મંદિરમાં આગમન
8 સુલેમાંને ઇસ્રાએલના બધાજ વડીલો અને ઇસ્રાએલના દરેક કુળમાંથી બધાજ અગ્રણીઓને યરૂશાલેમ બોલાવ્યા. જેથી તેઓ યહોવાનું ઇસ્રાએલ સાથેનું વિશેષ કરારનામું દર્શાવતો પવિત્રકોશ દાઉદના નગરમાંથી જે સિયોન પણ કહેવાય છે ત્યાંથી લાવી શકે. 2 અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા.
3 આ ઉજવણી વખતે ઇસ્રાએલના બધાજ વડીલો આવ્યા અને યાજકોએ “પવિત્રકોશ” ઊપર ઊચક્યો. 4 તે યાજકો અને લેવીઓ યહોવાના પવિત્રકોશને મુલાકાત મંડપમાં લાવ્યા અને બીજી બધી વસ્તુઓને જે યહોવાને પધ્રૂજવા માંટે વપરાતી હતી. 5 ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા. 6 ત્યારબાદ યાજકો યહોવાના ઇસ્રાએલ સાથેના કરારનામાંનો પવિત્રકોશ મંદિરના પરમ પવિત્રસ્થાનમાં લઈ ગયા, અને કરૂબીઓ દેવદૂતોની નીચે તેને મૂકયો. 7 પવિત્રકોશ જયાં મૂકવામાં આવ્યો, તેનાં પર પાંખો પ્રસરેલી રહે એ રીતે કરૂબ દેવદૂતોની રચના કરવામાં આવી હતી. આમ કરૂબ દેવદૂતોની પાંખોએ કોશ અને તેના છેડાઓ પર આચ્છાદન કર્યુ હતું. 8 પેલા છેડાઓ એટલા લાંબા હતા કે તેમના છેડા તેજ ઓરડામાંથી જોઈ શકાતા નહોતા, પરંતુ બીજા રૂમની બહારથી તે જોઈ શકાતા હતા, પણ બહારથી તે જોઇ શકાતા નહોતાં, અને આજ સુધી તે ત્યાં છે. 9 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
10 જુઓ, જયારે યાજકો યહોવાના મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાનું મંદિર વાદળ વડે ભરાઈ ગયું! 11 અને તેથી તેઓ સેવા ચાલુ રાખી શકે તેમ નહોતાં. આખા મંદિરમાં યહોવાનું ગૌરવ વ્યાપી ગયું હતું. 12 ત્યારે સુલેમાંને કહ્યું,
“ઓ યહોવા, તમે ગાઢ વાદળોમાં
રહેવાનું પસંદ કર્યુ છે;
13 મેં તમાંરે માંટે એક ભવ્ય મંદિર બાંધ્યુ છે,
જેમાં તમે સદાકાળ નિવાસ કરો.”
14 પછી રાજા લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા. 15 રાજાએ કહ્યું,
“ઇસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ હોજો! તેમણે માંરા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના બાહુબળથી કરી બતાવ્યું છે. 16 તેણે કહ્યું હતું કે, ‘હું માંરા લોકોને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇસ્રાએલના કોઈ કુળસમૂહના પ્રદેશમાંથી માંરા માંટે મંદિરનું સ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માંટે મેં એક પુરુષ દાઉદની પસંદગી કરી હતી.’
17 “હવે માંરા પિતા દાઉદે ઇસ્રાએલના યહોવા દેવના નામનું એક મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. 18 પરંતુ યહોવાએ તેને કહ્યું, ‘માંરા નામનું મંદિર બાંધવાનો તેં નિર્ણય કર્યો છે, અને એ વિચાર સારો છે, 19 હજી પણ તે મંદિર તું બનાવીશ નહિ, પણ તારો સગો પુત્ર માંરા નામ માંટે મંદિર બાંધશે.’
20 “હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. યહોવાએ વચન આપ્યા પ્રમાંણે, હું માંરા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદી પર આવ્યો છું, અને મેં ઇસ્રાએલીઓના યહોવા દેવના નામનું મંદિર બંધાવ્યું છે. 21 અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.”
17 ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે. 18 તે રોમનોએ મને ઘણા પ્રશ્રો પૂછયા. પરંતુ તેઓએ કયા કારણે મને મરણદંડ માટે યોગ્ય ગણવા તે માટે તેઓ કોઇ કારણ શોધી શક્યા નથી. તેથી તેઓ મને મુક્ત કરી દેવા ઇચ્છતા હતા. 19 પણ ત્યાંના યહૂદિઓને તે જોઈતું ન હતું. તેથી મેં મારા ન્યાય માટે વાંધો ઊઠાવ્યો અને કૈસર આગળ રોમમાં આવવા માટે કહેવું પડ્યું. પરંતુ હું એમ કહેતો નથી કે મારા લોકોએ કાંઇક ખોટું કર્યુ છે. 20 તે કારણે હું તમને મળવા અને તમારી સાથે વાત કરવા ઇચ્છતો હતો. હું આ સાંકળોથી બંધાયેલો છું કારણ કે મને ઇસ્ત્રાએલની આશામાં વિશ્વાસ છે.”
21 યહૂદિઓએ જવાબ આપ્યો, “અમને યહૂદિઓમાંથી તારા વિષે કોઇ પત્ર મળ્યો નથી. જે યહૂદિ ભાઈઓ ત્યાંથી મુસાફરી કરીને આવ્યા છે તેમાંના કોઇ તારા વિષેના સમાચાર લાવ્યા નથી કે અમને તારા વિષે કંઈ ખરાબ કહ્યું નથી. 22 અમને તારા વિચારો સાંભળવાની ઈચ્છા છે. અમે જાણીએ છીએ કે બધી જ જગ્યાએ લોકો આ સમૂહની વિરૂદ્ધ બોલે છે.”
23 પાઉલે અને યહૂદિઓએ સભા માટે એક દિવસ પસંદ કર્યો. તે દિવસે એ યહૂદિઓના ઘણા લોકો પાઉલની પાસે તેના ઉતારામાં આવ્યા. પાઉલ આખો દિવસ તેમની સમક્ષ બોલ્યો. પાઉલે તેમને દેવના રાજ્યની સમજણ આપી. પાઉલે ઈસુ વિષેની વાતોમાં વિશ્વાસ કરવા તેઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તેણે મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના ધર્મશાસ્ત્રનો ઉપયોગ આ કરવા માટે કર્યો. 24 કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો. 25 તેઓ દલીલ કરતા હતા. યહૂદિઓ જવા તૈયાર હતા, પણ પાઉલે તેમને એક વધારાની બાબત કહીં, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક દ્ધારા તમારા પૂર્વજોને સત્ય કહ્યું છે. તેણે કહ્યું,
26 ‘આ લોકો પાસે જાઓ અને તેઓને કહો:
તમે ધ્યાનથી સાંભળશો,
પણ તમે સમજી શકશો નહિ!
તમે જોશો અને તમે જોયા કરશો,
પણ તમે જે જુઓ છો તે સમજી શકશો નહિ!
27 હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે.
આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી.
અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે.
આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે
પણ જોઈ શક્તા નથી,
તેઓના કાનોથી સાંભળે છે,
અને તેઓના મનથી સમજે છે.
આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.’(A)
28 “હે યહૂદિઓ, હું તમને જણાવવા ઈચ્છું છું કે દેવે બિનયહૂદિ લોકો માટે તેનું તારણ મોકલ્યું છે. તેઓ ધ્યાનથી સાંભળશે!” [29 પાઉલે આ વાતો કહી ત્યાર પછી, યહૂદિઓ ચાલ્યા ગયા. તેઓ માંહોમાંહે ઘણો વાદવિવાદ કરતા હતા.][a]
30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો. જેઓ તેને મળવા ત્યાં આવતા હતા. તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો. 31 પાઉલે દેવના રાજ્ય વિષેનો બોધ આપ્યો. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શીખવ્યું. તે ઘણો બહાદૂર હતો, અને કોઇએ તેને બોલતાં અટકાવવા પ્રયત્ન કર્યો નહિ.
ઈસુ પકડાય છે
(માથ. 26:47-56; લૂ. 22:47-53; યોહ. 18:3-12)
43 જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા એ બાર પ્રેરિતોમાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. આ લોકો મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા.
44 લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, “જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો.” 45 તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, “રાબ્બી!” પછી યહૂદા ઈસુને ચૂમ્યો. 46 પછી તે માણસોએ ઈસુને ઘેર્યો અને તેને પકડ્યો. 47 ઈસુની નજીક ઊભેલા શિષ્યોમાંના એકે તેની તલવાર તાણી અને ખેંચીને બહાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યો અને તલવારથી તેનો કાન કાપી નાખ્યો.
48 પછી ઈસુએ કહ્યું, “હું એક ગુનેગાર હોઉં એમ તમે મને પકડવા તલવારો અને સોટા લઈને આવ્યા છો શું? 49 પ્રતિદિન હું મંદિરમાં ઉપદેશ આપતી વખતે તમારી સાથે હતો. તમે મને ત્યાં પકડી શક્યા નહિં પરંતુ આ બધી વસ્તુઓ બની જે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ છે.” 50 પછી ઈસુના બધા શિષ્યો તેને મૂકીને દૂર નાસી ગયા.
51 ત્યાં ઈસુની પાછળ એક જુવાન માણસ આવતો હતો. તેણે ફક્ત શણનું વસ્ત્ર ઓઢેલું હતું. લોકોએ પણ આ માણસને પકડ્યો. 52 તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International