Book of Common Prayer
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
2 મેં મારી જાતને શાંત કરી છે.
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
અને સદાય ભરોસો રાખ.
મંદિર પરના ચઢાણ માટેનું ગીત.
1 હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
2 યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
3 “જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
4 ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
5 વળી મારી આંખોને ઊંઘ
અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”
6 દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
7 પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
8 હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
તમારા વિશ્રામસ્થાનમાં આવો.
9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
“હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.
13 હે યહોવા, તમે સિયોનને
તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
“મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.
મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
અને શોભાયમાન છે!
2 તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.
મંદિર પર ચઢવા માટેનું ગીત.
1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
તમે યહોવાને સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
અને યહોવાની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
તમને આશીર્વાદ આપો!
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
યોઆબે દાઉદને ઠપકો આપ્યો
19 રાજા દાઉદ આબ્શાલોમ માંટે વિલાપ કરતાં કરતાં શોકમાં ડૂબી ગયો તેની જાણ યોઆબને થઈ ગઈ. 2 તે દિવસે દાઉદનું સૈન્ય યુદ્ધ જીતી ગયું હતું. પણ સર્વ લોકો માંટે જીતનો આનંદ દુ:ખમાં ફેરવાઇ ગયો હતો. આ એક ખૂબ જ ઉદાસ દિવસ હતો કારણકે લોકોએ સાંભળ્યું કે, “રાજા પોતાના પુત્ર માંટે ઘણો જ દુ:ખી હતો.”
3 સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા. 4 રાજા પોતાના હાથ વડે પોતાનું મુખ ઢાંકીને વિલાપ કર્યા કરતો હતો. “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર, માંરા પુત્ર!”
5 પછી યોઆબ રાજાના મહેલમાં ગયો અને કહ્યું, “આજે આપે આપના અમલદારોનું અપમાંન કર્યું છે, જેમણે તમાંરો જીવ અને તમાંરા પુત્રોના અને પુત્રીઓના, આપની પત્નીઓના અને ઉપપત્નીઓના પ્રાણ બચાવ્યાં હતાં. 6 અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત. 7 હવે જાવ અને આપના સૈનિકોને પ્રોત્સાહન આપો, કારણ, આપ, જો તેમ નહિ કરો તો હું યહોવાના સમ ખાઈને કહું છું કે, સવાર સુધીમાં કોઇ આપની સાથે હશે નહિ, એ આપના જીવનની મોટામાં મોટી આફત શરૂ થશે.”
8 પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં.
દાઉદ ફરી રાજા બન્યો
દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા. 9 સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે. 10 આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”
11 દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, ‘રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે. 12 તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?’ 13 અને અમાંસાને કહો કે, ‘તમે માંરા સગા સંબંધી છો. હું તને યોઆબને સ્થાને લશ્કરનો સેનાપતિ નિયુકત કરું છું; જો ના નિયુકત કરું તો દેવ મને શિક્ષા કરો.’”
14 આ રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જ જોઇશે.”
15 આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.
શિમઇએ દાઉદની માંફી માંગી
16 ત્યાર પછી બાહૂરીમનો બિન્યામીનકુળનો ગેરાનો પુત્ર શિમઈ યહૂદાના લોકો સાથે રાજા દાઉદને મળવા આવ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો. 17 તેઓની સાથે બિન્યામીનકુળના 1,000 માંણસો હતા, તેઓમાં શાઉલનો સેવક સીબા, તેના 15 પુત્રો, અને 20 સેવકો પણ તેની સાથે હતા. તેઓ તેઓના રાજાના આગમન માંટે ઝડપભેર યર્દન નદીના કિનારા પર પહોંચી ગયા.
18 તેઓએ રાજાના કુટુંબને તથા તેના સૈન્યને નદી પાર કરાવવા સખત પરિશ્રમ કર્યો અને શકય તેટલી સહાય કરી. રાજા નદી ઓળંગવાની તૈયારી કરતો હતો ત્યારે શિમઈ તેમને પગે પડયો. 19 તેણે રાજાને વિનંતી કરી અને કહ્યું, “ઓ પ્રભુ માંરા ખોટા કાર્યોને જ્યારે આપ યરૂશાલેમ છોડી ગયા, ત્યારે મેં જે ખરાબ કાર્યો કર્યા હતા, તે કૃપા કરી સંભારશો નહિ, ને તેના વિષે વિચાર કરશો નહિ. 20 કારણ, મેં પાપ કર્યુ છે તે હું તમાંરો સેવક જાણું છું, તેથી જ માંરા દેવ અને રાજા આજે યૂસફના કૂળમાંથી તમને મળવા માંટે સૌથી પહેલા હું અહીં આવ્યો છું.”
21 સરૂયાના પુત્ર અબીશાયે કહ્યું, “દેવના પસંદ કરેલા રાજાને શિમઈએ શાપ આપ્યો છે, શું આ માંટે તેને માંરી નાખવો જોઈએ નહિ?”
22 ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરૂયાના પુત્રો, આજે માંરી સામે આવશો નહિ! આજનો દિવસ લોકોને મૃત્યુદંડ ફરમાંવવા માંટેનો નહિ પણ ખુશી અને આનંદિત થવાનો છે. હું ફરી એક વાર ઇસ્રાએલનો રાજા બન્યો છું.”
23 પછી દાઉદે શિમઈ તરફ ફરીને પ્રતિજ્ઞા લીધી, “હું તને જીવનદાન આપું છું.” અને રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
યહૂદિઓનો પાઉલ પર આક્ષેપ
24 પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો. અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો, અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો. તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા. 2 પાઉલને સભામાં લઈ જવામાં આવ્યો. તેર્તુલુસે તેના પર તહોમત મૂકવાનું શરૂ કર્યુ.
તેર્તુલસે કહ્યું, “નેકનામદાર ફેલિક્સ! અમારા લોકો તારા કારણે સુખશાંતિ ભોગવે છે. તારી દીર્ધદષ્ટિથી આપણા દેશની ઘણી ખોટી વસ્તુઓને સાચી બનાવાઇ હતી. 3 તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞાથી સ્વીકારીએ છીએ. 4 પણ હું તારો વધારે સમય લેવા ઇચ્છતો નથી. તેથી હું ફક્ત થોડા શબ્દો જ કહીશ. કૃપા કરીને ધીરજ રાખ અને અમને સાંભળવા પૂરતી કૃપા કર. 5 આ માણસ (પાઉલ) પીડાકારક છે. તે દુનિયામાં દરેક જગ્યાએ યહૂદિઓમાં મતભેદ ફેલાવે છે. તે નાઝરેથના સમૂહનો આગેવાન છે. 6 તેણે મંદિરને અશુદ્ધ કરવાનો પણ પ્રયત્ન કર્યો. પણ અમે તેને રોક્યો છે. (અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા. 7 પણ લુસિયાસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી ગયો, 8 અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી)[a] જો તેની સામેના આ બધા જ આક્ષેપો સાચા હોય તો, તું નિર્ણય કરી શકે છે. તારી જાતે તેને કેટલાક પ્રશ્રો પૂછ.” 9 બીજા યહૂદિઓ સંમત થવા. તેઓએ કહ્યું, “આ વસ્તુઓ ખરેખર સાચી છે!”
પાઉલે કરેલો બચાવ
10 હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો. તેથી પાઉલે જવાબ આપ્યો. “નામદાર હાકેમ ફેલિકસ, હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે. તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું. 11 હું ફક્ત બાર દિવસ પહેલા જ યરૂશાલેમમાં ભજન કરવા ગયો. તું તારી જાતે જ શોધી શકે છે કે આ સાચું છે. 12 આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી. 13 આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.
14 “પણ હું તને આ કહીશ. હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ, ઈસુના માર્ગના શિષ્યો તરીકે કરું છું. યહૂદિઓ કહે છે કે ઈસુનો સાચો માર્ગ નથી. પણ મને મૂસાના નિયમશાસ્ત્રમાં શીખવેલ પ્રત્યેક વાતોમાં વિશ્વાસ છે. અને પ્રબોધકોનાં પુસ્તકોમાં જે લખાણ છે તે બધી વસ્તુઓમાં પણ મને વિશ્વાસ છે. 15 યહૂદિઓને દેવમાં આશા છે તે જ આશા મને છે. અને યહૂદિઓમાં અહી બધાજ ન્યાયી, અન્યાયી પુનરુંત્થાન પામશે. 16 તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.
17-18 “હું ઘણાં વર્ષોથી યરૂશાલેમથી દૂર હતો. તેથી હું મારા લોકો જે ગરીબ છે અને બલિદાનો અર્પણ કરે છે. તેમને લેવા પાછો આવ્યો છું. જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી. 19 પણ આસિયાના કેટલાએક યહૂદિઓ ત્યાં હતા. તેઓએ અહીં તારી સમક્ષ ઊભા રહેવું જોઈએ. જો મેં ખરેખર કોઇ ખોટું કર્યુ હોય તો આસિયાના પેલા યહૂદિઓ જે છે તેણે મારા પર તહોમત મૂકવું જોઈએ. તેઓ ત્યાં હતા! 20 જ્યારે હું યરૂશાલેમમાં યહૂદિઓની ન્યાયસભામાં ઊભો હતો ત્યારે તેઓએ મારામાં કશું ખોટું જોયું હોય તો આ યહૂદિઓને અહીં પૂછો. 21 જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી. મેં કહ્યું, ‘તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે!’”
22 ફેલિકસ ઈસુના માર્ગ વિષે લગભગ ઘણું બધું સમજ્યો. તેણે ન્યાયનું કામ બંધ રખાવી અને કહ્યું, “જ્યારે સરદાર લુસિયાસ અહીં આવશે ત્યારે હું આ બાબતનો નિર્ણય કરીશ.” 23 ફેલિકસે લશ્કરના અમલદારને પાઉલને રક્ષણમાં રાખવા કહ્યું. પણ તેણે અમલદારને થોડીક સ્વતંત્રતા આપવા કહ્યું. અને પાઉલના મિત્રોને પાઉલની જરુંરિયાતની વસ્તુઓ લાવી આપવાની છૂટ આપવા કહ્યું.
કંઈ આજ્ઞા સૌથી મહત્વની?
(માથ. 22:34-40; લૂ. 10:25-28)
28 શાસ્ત્રીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદૂકીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યો. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આપ્યા. તેથી તેણે ઈસુને પૂછયું, “કંઈ આજ્ઞઓ સૌથી મહત્વની છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે. 30 તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.’ 31 બીજી સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘તું તારી જાતને પ્રેમ કરે છે તે જ રીતે તારે તારા પડોશી પર પ્રેમ કરવો જોઈએ.’ આ બે આજ્ઞાઓ સૌથી અગત્યની છે.”
32 તે માણસે ઉત્તર આપ્યો. “તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તેં આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી. 33 અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.”
34 ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેથી ઈસુએ માણસને કહ્યું, “તું દેવના રાજ્યની નજીક છે.” અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત ન કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International